SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ગજસુકુમાલમુનિની કથા [ ૨૫૭) પાખંડ સ્વીકાર્યું મનોહર રૂપવાળી, અનેક ઉત્તમ ગુણના ભંડાર એવી મારી પુત્રીને અરેખર તે એકદમ વિડંબના પમાડીને નિર્ણાગિણી બનાવી. તે હવે અત્યારે આ અવસરે એ બ્રાહ્મણ પિતાનું વર સાલવાની ઈચ્છા કરે છે કે, “આ પ્રસંગ સારો છે.” એમ વિચારીને દયા હિત કુરકમએ તેના મસ્તક ઉપર અગ્નિ સળગાવ્યા. જેમ જેમ તે વિપ્ર મરતક પર અંગાર મૂકીને અતિશય અગ્નિ પ્રગટાવે છે, તેમ તેમ ઉત્તમમુનિ ક્ષમાસને વિશેષ ધારણ કરે છે. અગ્નિ જેમ જેમ મસ્તકને દાન કરે છે, તેમ તેમ કર્મના ઢગલાની રાખનો ઉકરડો થાય છે. મુનિવર મનમાં સુંદર ભાવના લાવવા લાગ્યા, તેમ તેમ ક્ષણે ક્ષણે શુકલધ્યાનની શ્રેણી વધતી જાય છે, આ દેહ ભલે બળી જાએ, પરંતુ મારા આત્મા તે કર્મના કલંકથી વિશુદ્ધ થાય છે. તલને જેમ ઘાણીમાં પીવે, તેમ અંદના શિષ્યોએ સજ્જડ પીલાવાની વેદના સહન કરી, સુકોશળમુનિને વાવણે ચરણ, પેટ વગેરે અંગો વિદારણ કરી મારી નાખ્યા ! મથુરા-નરેન્દ્ર દંડ અનગાનું મસ્તક તરવારના પ્રહારથી છે, તો પણ પિતાના સત્તવમાં અપ્રમત્ત રહેલા તેઓ મનમાં પિતાના આત્મવરૂથી ચૂક્યા નહિ. છે કે, મારા શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન થઈ છે, તે પણ મારા મનમાં એક વાત. ઘણી જ ખટકે છે કે, “આ બિચારો બ્રાહ્મણ મારા કારણે દુર્ગતિનાં સજજડ દુઃખ જોગવનારો થશે.” આવા પ્રકારની સુંદર ભાવના ભાવતા તે ગુણવંત મુનિએ સર્વથા દેહને ત્યાગ કર્યો, કેવળજ્ઞાન પ્રગટ કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. દેવતાઓએ આવી તેમને નિર્વાણમહોત્સવ કર્યો. જેમ ગજસુકુમાલ મુનિવરને દિવ્યજ્ઞાન પ્રગટયું, તેમ પૂર્વાચલપર સનો ઉદય થયો. હર્ષ પામેલા કુછ દેવકી સાથે ભાઈને વંદન કરવા માટે ચાલ્યા. જતાં જતાં માગ વચ્ચે ફાટેલાં કપડાં પહેરેલ ઘણી જ વૃદ્ધાવસ્થાના કારણે જર્જરિત કમેલા દેલવાળો એક ડોસે પોતાના પિતા માટે એક દેવડી કરવા માટે દૂરથી ઈટે ઉપાડી ઉપાડી આંગણામાં રહેતો હતો, ત્યારે કૃષ્ણ જાતે તે વૃદ્ધને ઇટ વહેવડાવવાના કાર્યમાં સહાય કરી એટલે દરેક સાથેના પરિવાર પણ ઈંટનો ઢગલે ફેરવવામાં સહાય કરી, એટલે અપકાળમાં ડોસાનું કાર્ય પૂર્ણ થઈ ગયું. ત્યારપછી નેમિનાથ ભગવંતને નમન કરીને પૂછયું કે, નવા ગજસુકુમાલ મુનિ કયાં રહેલા છે? નેમિજિનેન્દ્ર કહે છે કે, “હે ગોવિંદ! ક્ષમાગુણના પ્રભાવથી તે પરમપદની પ્રાપ્તિ કરી લીધી. વ્રત લઈને રાત્રે કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા હતા. ત્યારે તેણે અનિને ઉગ્ર ઉપસર્ગ સહન કર્યો. જેમ અહિં આવતા તે રાજમાર્ગમાં વૃહને ઈટ વહેવડાવવામાં સવાભાવિક સહાય આપી, તે પ્રમાણે તેના મeતક પર બ્રાહ્મણે સિદ્ધિ કાર્યમાં સહાય કરવા માટે અગ્નિ સળગાવ્યા. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy