SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૬ ] પ્રા. ઉપદેશમાલાને ગૂર્જાનુવાદ ઘરના દ્વારના ભાગમાં શોભા કરનાર અતિવિશાળ તણો ઉભા કર્યા, ચામરે વિજાવા લાગ્યા, શ્રેષ્ઠ નવીન લાલ રંગના મજબૂત વસ્ત્રની દવાઓ શોભવા લાગી. સુગંધવાળા અક્ષત પાત્રો સ્થાપન કર્યા. ઠેકાણે ઠેકાણે માતા અને પુત્રનાં ગીતે ગવાતાં હતાં, બાલક-બાલિકાઓને ખાદ્ય પદાર્થો અપાતા હતા, લોકો પગે ચાલીને મંગલ ગાતા ગાતા રાજમંદિરમાં જતા હતા. વાશંગનાઓ કુંદડી ફરતી ફરતી નૃત્ય કરતી હતી. ઢોલ-વાજિંત્રો વાગતા હતા. વધપનાને આનંદ અતિશય સુંદર પ્રવા . સ્વપ્નાનુસાર તેનું “ગજસુકુમાલ” એવું સાવર્થ નામ સ્થાપન કર્યું. મેરુપર્વતના શિખર ઉપર જેમ ક૯૫વૃક્ષ તેમ આ બાળક વિશાળ સુખને અનુભવ કરતો હતે, દેવકી માતા રમકડાં આપીને રમાડે છે, તથા વાત્સલ્યપૂર્ણ મીઠાં વચનથી બાળકને બોલાવતી હતી. (૫) સમગ્ર કળા-કલાપને અભ્યાસ કર્યો, પવિત્ર નવજીવન વય શરીર શોભા પાયે, અતિશય સુંદર રૂપશાળી રાજકુંવરી સાથે લગ્ન કર્યા. તેને અનુરૂપ એવી પ્રભાવતી. નામની કન્યા તથા સોમશર્મા બ્રાહ્મણની મા નામની કન્યામાં અનુરાગ કર્યો હતે. બીજી પણ ક્ષત્રિય-રાણીઓની સુંદર વર્ણવાળી કન્યાઓ સાથે ગજસુકુમાલે લગ્ન કર્યા હતાં. - હવે તે જ સમયે પુર, નગર અને ગામમાં વિહાર કરતા કરતા નેમિનાથ ભગવંત ત્યાં દ્વારિકામાં આવી પહોંચ્યા. ત્યાં રેવતપર્વતના પ્રદેશમાં ઈન્દ્ર મહારાજા સેવા કરવા આવ્યાં, વળી નિઃસીમ સુખ ભોગવનાર ગજસુકુમાલ કુમાર પણ પોતાની . પત્નીઓ સહિત વંદન કરવા માટે આવી પહોંચ્યા. ભગવંતની ધર્મદેશના શ્રવણ કરી, તેને મનમાં બામર અવધારણ કરી. સંસારથી વિરકત મનવાળે થઈ, ગૃહવાસને. ત્યાગ કરી જિનેશ્વરની પાસે પાપ-રજને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી. જેમાં અને પ્રભાવતી નામની બે ભાયાએ પ્રાણીમાત્રને હિતકારી એવી પ્રવજ્યા ગજસુકુમાલની સાથે ગ્રહણ કરી. અતિમનહર અંગવાળા સુકુમાર સાધુને કામદેવ છોડીને ચા જાય છે. નેમિનાથ ભગવંતને પ્રણામ કરીને એ હસ્ત રેડીને સુકુમાર સાધુ વિનંતિ કરવા લાગ્યા કે – “આ૫ જે આજ્ઞા કરતા હો તો રાત્રે મસાણમાં કાઉસગ કરીને સંકટ સહન કરું.” આજ્ઞા પામેલા ગજસુકુમા મુનિ શ્મશાનમાં ગયા. કાઉસગ કરીને, મૌનપણે ઉભા રહ્યા. મેરુપર્વત માફક અડાલ એવા રહ્યા કે, દેવતા પણ તેને શુદ્ધ ભાવથી ચલાયમાન ન કરી શકે. હવે કઈ પ્રકારે તે સ્થળે ફૂર કર્મ કરનાર સોમશર્મા બ્રાહ્મણ ત્યાં આવી. પહશે. ગજસુકુમાલ સાધુને (પિતાના જમાઈને) દેખીને તીવ્ર કે પાનના દાહવાળો તે વિચારવા લાગ્યું કે, આ પૂતે મારી પુત્રી સાથે લગ્ન કરીને હવે આ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy