SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ { ૨૫૦ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ ઈન્દ્રથી પ્રશંસા પામેલા, મુનિઓની વેયાવચ્ચ કરવામાં તત્પર, બાલ્યકાળથી અખંડિત બ્રહ્મવ્રત પાળનાર હે મુનિવર ! તમે જય પામે. તમારા સિવાય બીજો કોણ આવા પ્રકારની પોતાની મહાપ્રતિજ્ઞા પાલન કરી પૂરી કરી શકે? જીવને આપના સુશી આદરની વૃદ્ધિ થાય છે એ પ્રમાણે તે મુનિની સ્તુતિ કરીને પોતે ઈન્દ્રની કહેલી વાતની શ્રદ્ધા ન કરતા હતા-એમ પિતાને વૃત્તાન્ત જણાવીને તે દેવ પિતાના સ્થાનમાં અને સાધુ પણ પોતાની વસતિમાં ગયા. • પિતા પ્રત્યે દેવે પ્રભાવિત થયા છે એવા પ્રકારના મમવરહિત ચિત્તવાળા નંદિ મુનિ વસતિમાં ગયા પછી ગુરુના ચરણકમળમાં પ્રણામ કરીને શ્રાપથમિક ભાવથી તે બને દેવવૃત્તાન્ત કહે છે. “બીજા કરતાં પિતે ચડિયાતા છે' તેવા અભિમાનનો ત્યાગ કરે છે, ત્યાં રહેલા સાધુઓને સ્થિરભાવ ઉત્પન્ન કરે છે, તેમજ નિષ્કામવૃત્તિ-પૂર્વક હંમેશાં સુંદર વેયાવચ્ચ કરતાં પર૦૦ વર્ષ (વસુદેવહિન્દીમાં પપ૦૦) વર્ષ પૂર્ણ કર્યા. અંત સમયે અનશન કરીને નમસ્કારનું જ્યારે પરાવર્તન કરતા હતા, ત્યારે અશુભ કર્મની પરિણતિને આધીન થવાના કારણે તે નદિષેણ સાધુને પિતાનું મહાદોગ્ય સાંભરી આવ્યું કે, “સમગ્ર નારીઓને હું અનિષ્ટ થયો. મને દેખવા માત્રથી દરેકને હું અપ્રીતિકર અન્ય કોઈએ પણ મારા તરફ ભાવ ન કર્યો. તેમ જ માતાપિતા, ધન-સમૃદ્ધિ નાશ પામ્યાં.” આ સર્વ ભા યાદ આવતા, સાધુઓએ ઘણું નિવારણ કર્યું, છતાં તેણે એવું નિયાણું કર્યું કે, “આ માશ તપનું મને ફળ આવતા જન્મમાં એવું મળે કે, હું તરુણના મનને હરણ કરનારા સુંદર સમગ્ર દેહના અવયવવાળો, દરેકને વલભ, મારા સૌભાગ્યાતિશયથી ભુવનના સમગ્ર લોકોને જિતના, પુષ્કળ સમૃદ્ધિવાળે થાઉં.' જેમ કઈ મહા કિંમતી પધાગ-૨નના ઢગલાથી ચઠી, હાથીથી ગધેડો ખરીદ કરે, તેમ તે નદિ મુનિએ પોતાના અપૂર્વ તપ કર્યાના બદલામાં દુર્ગતિમાં લઇ જનાર અસાર સૌભાગ્યની માગણી કરી ! “જે કઈ અજ્ઞાની વિશુદ્ધ ચારિત્રનું પાલન કરીને ભોગાદિક મેળવવાનું નિયાણું કરે છે, તે ઉત્તમ ફળ આપવા સમર્થ એવા નન્દનવનની વૃદ્ધિ કરીને બિચારો તેમાં આગ ચાંપીને તે વનને રાખેડા કરે છે.” ત્યારપછી ત્યાંથી મૃત્યુ પામી, તે સાતમા દેવલોકમાં ઝળહળતી કાંતિવાળો દેવ થયે. ત્યાંથી અળ્યા પછી જ્યાં ઉત્પન્ન થયે, તે હવે હું કહીશ. કુશા નામના દેશમાં યદુવંશમાંથી ઉત્પન્ન થએલા દેવતાએ ભુવનમાં પ્રસિદ્ધ એવું સેરિયપુર નામનું નગર વસાવેલું હતું. ત્યાં હરિવંશમાં અંધકવૃષ્યિ નામના પૃથ્વીપતિ હતા, તેની સુભદ્રા ભાર્યાએ દશ દશાર પુત્રોને જન્મ આપે. (૯૦) તેમાં પ્રથમ સમુદ્રવિજય, ૨ અક્ષોભ્ય, ૩ સ્તિમિત, ૪ સાગર, ૫ હિમાવાન, ૬ અચલ, "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy