SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ વજ મુનિની કથા [ ૨૩૭ ] મય વિજળીના પુંજ હેય તેના સરખા તેજસ્વી રૂપવાળા પિતે વિરાજમાન થયા. તે સમયે એવા પ્રકારનું વક્રિય રૂ૫ વિકુવ્યું કે, જાણે કામદેવના લાવણ્યને નિષિ ન - હાય ! તેવા શોભવા લાગ્યા. હવે લોકો બોલવા લાગ્યા કે, “આ તે તેમનું સુંદર સ્વાભાવિક જ રૂપ છે.” વળી ચિંતવ્યું કે, “આવું રૂપ દેખીને સ્ત્રીઓને પ્રાર્થનીય બનીશ” એમ કરીને પ્રથમ તે રૂપ ન બતાવ્યું. જ્યારે રાજાએ કણ કે, “એમને આટલો પ્રભાવાતિશય છે?” ત્યારે વજસ્વામીએ અનગારના ગુણોનું સ્વરૂપ તેમને સમજાયું વળી જણાવ્યું કે, તપગુણના પ્રભાવથી અનગાર સાધુઓમાં એવા પ્રકારની શક્તિ હોય છે કે, અસં ખ્યાતા જબૂઢીપ ચરખા દ્વીપમાં ન સમાઈ શકે તેટલાં વિક્રિય–શરીરનાં અદ્ભુત રૂપો વિકુવણ કરવાની શક્તિ ધરાવે છે. તે તમને આટલું માત્ર રૂપ જોવામાં ચિત્તમાં આટલો મટે ચમત્કાર કેમ થયો? આ સમયે વજસ્વામીને વંદન કરીને ધનશ્રેષ્ઠિ પ્રાર્થના કરવા લાગ્યા કે, હે પ્રભુકામદેવની ભાર્યા-રતિના રૂપને હરાવનાર, સર્વ સુંદરીઓમાં ચડિયાતા રૂપવાળી અતિશય સૌભાગ્ય-લાવણ્યાદિ ગુણને ધારણ કરનાર મારી આ પુત્રી છે, તો કૃપા કરીને આપ તેનું પાણિગ્રહણ કરો. મહામતિવાળા પુરુષે ઉચિત કમને પાલન કરના હોય છે. ત્યારે વાસ્વામી ભગવંત ભોગને વિષની ઉપમાવાળા અસારસ્વરૂપે કહેવા લાગ્યા. ભયંકર ફાટેપવાળા સર્ષની માફક મનુષ્યને આ ભેગો કરુણાપાત્ર બનાવે – અર્થાત્ દુઃખ આપનાર નીવડે છે, અથવા તો તરવારની ધાર પર પડેલ મધને ચાટવા સરખા એટલે કે મધને અ૮૫ સ્વાદ કરનારની જિહા જેમ છેદાઈ જાય છે, તેમ સંસારના અપકાલીન થોડા વિષયસુખના ભાગે દીર્ઘકાળનાં નારકી આદિનાં દુખ આપનાર થાય છે. અથવા તે પિાકવૃક્ષના ફળ દેખાવમાં, સ્વાદમાં, સુગંધમાં મધુર દેખાવડાં અને સુગંધી હોય છે પણ ખાનારના પ્રાણ જહદી ઉડી જાય છે. માટે મસાણભૂમિ સમાન આ ભોગે અનેક ભયના કારણરૂપ છે. વધારે કેટલું કહેવું ? ચારે ગતિમાં દુખનું મહાકારણ હોય તે આ વિષથભોગે છે, તે કલ્યાણની કાંક્ષાવાળો કરે શકય સરખી તે સ્ત્રીઓમાં રાગ કરનાર થાય? જે એને મારું જ પ્રયોજન હેય, તે મહાવતેને અંગકાર કર. ત્યારપછી મેટા મહોત્સવ કરીને તેણે દીક્ષા અંગીકાર કરી. પદાનુસારી લબ્ધિવાળા ભગવંત મહાપરિજ્ઞા નામના પૂર્વના અધ્યયનમાંથી વિ છેદ પામેલી ગગનગામિની વિદ્યાનો ઉદ્ધાર કરીને તેમ જ જભક દેવતાએ આપેલી વિદ્યાના પ્રભાવથી ઇચ્છા પ્રમાણે આકાશમાં ગમન કરનાર મકાભાગ્યશાળી બન્યા. કોઈક વખત ભગવંત પૂર્વના દેશ તન્ફથી વિહાર કરતા કરતા ઉત્તરાપથ તરફ ગયા. ત્યાં દુષ્કાળ પડશે. ત્યાંથી વિહાર કરીને બીજ ગામ વિહાર કરી શકાતો નથી. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy