SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સંચમા-ચિલાતીપુત્રની કથા [ ૨૦૩ } પણ બંધ થઈ. છતું ધન, અને વિષયો વાધીન હોવા છતાં તે સર્વનો ત્યાગ કરી જબૂસ્વામી મહાસાધુ થયા, તેમને હું પ્રણામ કરું છું. તેવા ત્યાગીને દેખીને તેવા લુંટારા-ચાર વિરતિ પામ્યા તે પ્રભવસ્વામીને પણ હું વંદન કરું છું. શ્રી જબૂસ્વામી ચરિત્ર સંપૂર્ણ પ્રભુ મહાવીરના હસ્તદીક્ષિત શિષ્ય શ્રી ધર્મદાસગણુએ પોતાના પુત્ર રણસિંહને પ્રતિબોધ કરવા માટે રચેલ શ્રી ઉપદેશમાલા (પ્રાકૃત)ની આચાર્ય શ્રી રત્નપ્રભસૂરિએ રચેલી ઘટ્ટી નામની ટીકામાંથી હવૃત પ્રા. જબૂરવામી ચરિત્રને ૫૦ પૂ. આગમોદ્વા૨ક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ૦ શ્રી હેમસાગરસૂરિએ કરેલ ગુજરાતુવાદ પૂર્ણ થયા. [ વિ. સં. ૨૦૨૬ ભાદરવા વદિ ૯ બુધવાર, તા. ૨૩-૯-૭૦, દાદર, જ્ઞાનમંદિર મુંબઈ-નં. ૨૮.] લુંટારે લૂંટ કરવા આવેલા હતા, તે પ્રભવ શેર ક્ષણવારમાં પ્રતિબંધ પાયે, તે આશ્ચર્ય ગણાય; તે આશ્ચર્ય નથી, પરંતુ અત્યંત ક્રુરકમ કરનાર હોવા છતાં પણ ચિલાતી પુત્ર વગેરે પ્રતિબોધ પામ્યા, તે કહે છે – दीसंति परमघोरा वि, पवरधम्म-पभाव-पडिबुद्धा । जह सो चिलाइपुत्तो, पडिबुद्धो सुसुमाणाए ।॥ ३८ ॥ અતિશય ભયંકર એવા કૂર પ્રાણીઓ પણ જિનેશ્વર ભગવંતે બતાવેલા ઉત્તમ ધર્મના પ્રભાવથી જેની મિથ્યાત્વની નિદ્રા ચાલી ગઈ છે, એવા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા, જેમ કે સુરુમાના દષ્ટાન્તથી ચિલાતીપુત્ર પ્રતિબધ પામ્યા. સંસમાનું ઉદાહરણ વ્યા પ્રમાણે– સુંસુમાનું ઉદાહરણ જેની ચારે બાજુ ઉચા વિશાળ કિલો વીંટળાએલ છે, લેકે ન્યાય-નીતિથી વતનારા છે, એવું ક્ષિતિ-પ્રતિષ્ઠિત નામનું નગર હતું. જ્યાં શશી (ચંદ્ર) ઉષાકર (રાત્રિનો કરનાર), શશાંક (સસલાના ચિહ્નવાળો) કલંકસહિત અને વક્ર હતું, લેકે ના આકર ન હતા, કલંક રહિત હતા, સરલ હતા, શ્રીમતે સુખી અને પરોપકારી હતા, તે નગરમાં શ્રુત-જાતિમઇ કરવામાં મહત્ત, જિનશાસનની લઘુતા કરવામાં આસક્ત, યાદેવ નામને બ્રાહ્મણ વસતે હતે. “જે કોઈ મારી સાથે વાત કરતાં જિતે, તેને હું નકકી શિષ્ય થાઉં.' –એમ પ્રતિજ્ઞા કરી વાદવિવાદ કરતે હતે. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy