SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦૨ ] પ્રા. ઉપદેશમાતાને ગુજરાનુવાદ પ્રકારની બુદ્ધિ હોય તે નાશ થજો, તેવા પ્રકારનું શાસ્ત્ર હોય તે તેના ઉપર વજ પડજો, તેવા પ્રકારનાં ઉછળતા ગુણે હોય તે ભયંકર વાલાવાળા અગ્નિમાં પ્રવેશ પામો છે, જેનાથી ફરી સ્ત્રીના ગર્ભવાસ અને નરકાવાસની વ્યથા થાય.” આ પ્રમાણે અવધિ વગરના દુસહ દુઃ ખવાળા સંસારમાં વાસ્તવિક સુખને છાંટે પણ નથી. જો તમે સુખની અભિલાષાવાળા છે, તે મારી સાથે આજે વિરતિ ગ્રહણ કરવાની ઈચ્છા રાખે. ત્યારપછી અશુ-પ્રવાહથી છલકાતી આ ખેવાળા માતાપિતા અને પ્રિયાએ કહ્યું કે-“વાત બરાબર છે, અમે પણ સાથે જ દીક્ષા અંગીકાર કરીશું.' ઉપશાન્ત બનેલી કાન્તા કહેવા લાગી કે, “અમે જે કંઈ પણ તમને વધારે પડતું કહ્યું, તે વિરહના દુઃખ અને પ્રેમથી કહ્યું છે, તેમાં જે કંઈ અનુચિત કહેવાયું હોય, તેની ક્ષમા માગીએ છીએ.” પ્રભવ પણ આજ્ઞા લઈને એમ કહીને પહેલીમાં ગયા કે, “હું પણ મારું કેટલું કા પતાવીને એકદમ પાછો આવું છું, અને તમારી સાથે દીક્ષા અંગીકાર કરીશ.” શુભ મુહૂર્તના યોગ-સમયે અવગ ઉત્તમ જાતિનાં આભૂષણે પાર કરીને શિબિકામાં બેસીને માતા-પિતા સાથે પ્રયાણ કર્યું. તે આઠે કાતાએ પણ પિતાના માતા-પિતાના ઘરેથી મહાઆડંબર અને ઋદ્ધિ સાથે શિબિકારૂઢ થઈને આવી પહોંચી. તે સર્વની સાથે જંબૂ કુમાર અનુસરાતા તેમ જ અનાદત દેવતાએ જાતે આવી સર્વ સહિ વિક્વ, ઉપર ધરેલ છત્રવાળા, શ્વેત ચામથી વીંજાતા, નમન અને નૃત્ય કરતી નારીઓથી યશોગાન કરતા, બન્ટીજનેથી પ્રશંસા કરતા, બેચરો વડે પુછપવૃષ્ટિ કરાતા, વાજિંત્રોના શબ્દોથી આકાશ ભરી દેતા ખૂકુમાર દીક્ષા માટે ઉદ્યાનમાં ગયા. પાંચમા ગણધર સુધર્માદવામીએ પરિવાર સહિત જેને પવિત્ર પ્રવજ્યા આપી છે, એવા તે ઉગ્રવિહારી મહામુનિ થયા. સમસ્ત શ્રત અને અર્થ ભણેલા, ઉત્તમ કીર્તિને વિસ્તારતા, છત્રીશ ગુણેને ધારણ કરતા એવા તેમને ગુરુએ ત્રીજા આચાર્યપદ ઉપર સ્થાપન કર્યા. કાલાક પ્રકાશિત કરનાર એવા શ્રેષ્ઠ કેવલજ્ઞાનને ધારણ કરનાર સુર્માસ્વામી નિર્વાણ પામ્યા પછી સંઘની ધુરાને વહન કરનાર એવા જંબુસ્વામીએ પિતાની પાટે પ્રભવસ્વામીને થાપન કરીને આ અવસર્પિણી કાળમાં છેલ્લા કેવલી શ્રી જબૂસ્વામી ગુરુ મુક્તિ પામ્યા. તેમનું ચરમ કેવલીપણું આ ગાથાથી જાણવું. જંબૂસ્વામી નિર્વાણ પામ્યા પછી મન:પર્યવ જ્ઞાન, પરમાવલિ, આહા૨શ્ક શરીર, ક્ષપક અને ઉપશમશ્રેણિ, જિનક૯પ, ત્રણ સંયમ, કેવલજ્ઞાન અને નિર્વાણ આટલી વસ્તુઓ વિરછેદ પામી. અર્થાત્ જંબુસ્વામી મેક્ષે ગયા પછી ઉપર જણાવેઢી વસ્તુઓ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy