SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાકરની કથા [ ૧૫ ] અનેક વિદ્વાન મંડળ વચ્ચે બેઠેલા રાજા સાથે “સમાન શીલવાળા સાથે મૈત્રી કરવી એગ્ય છે.” એવી વાત ચાલી રહી હતી, ત્યારે આગળ કોઈ વખત મુખપાઠ કરેલ હતો, તે ક પ્રભાકર સ્પષ્ટાક્ષરમાં એવી શુદ્ધિ રીતિ તાલબદ્ધ છે કે, સાંભળનારના કોંએ અમૃત-પાન કર્યું. “ मृगा मृगैः संगमनुव्रजन्ति, गावश्च गोभिस्तुरगास्तुरंगैः। मूर्खाश्च मूर्खः, सुधियः सुधीभिः, समानशीलव्यसनेषु सरव्यम् ॥" મૃગલાઓ મૃગેની સાથે સેબત કરે છે, ગાયે (બળદો) ગાય (બળ)ની સાથે, ઘડા ઘડાની સાથે, મૂખ મૂખની સાથે, પંડિતે પડિતેની સાથે સમાગમ કરે છે, સમાન આચાર અને સમાન વ્યસનવાળા સાથે મૈત્રી જોડાય છે. ” પ્રભાકરને આ ગ્લૅક સાંભળી રાજા અને વર્ષાનુ વિદ્વત્ન-મંડલ મસ્તક ડોલાવતું આનંદ અને આશ્ચર્ય પામ્યું. પિતાનું સત્વ હોય તેમ બ્રાહ્મણને રાજાએ કહ્યું કે, “હે પ્રભાકર! તે મને પ્રીતિરસથી સિંચે, તેથી કરી ગામ-મંડલનું પ્રસાદદાન સ્વીકાર. “પ્રભુનું ઔચિત્ય, શ્રીમંતનું આરોગ્ય, રાજાની ક્ષમા, ઉપકારીનું પ્રભુત્વ આ ચાર પદાર્થો અમૃત સમાન ગણાય છે. પ્રભાકરે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “આપનું ચિત્ત મારા પર પ્રસન્ન થયું હોય તે, હે પ્રભુ ! કૃપા કરીને આ દાન આ ઠાકોરને આપ.” રાજાએ કહ્યું, “ભલે તે પ્રમાણે હા.” એ પ્રમાણે પ્રભાકરના પ્રભાવથી દુષ્ટાશથ લક્ષ્મીનું સ્થાન પામે. હવે રાજાની આજ્ઞાથી પરિવાર–સહિત તે બંને ભેટ મળેલ નગરને શોભાવવા લાગ્યા અર્થાત્ ત્યાં રહેવા ગયા. કેઈ વખતે મદિરાપાન કરવાથી વિહ્વલ બનેલ માતંગ-મિત્રે ઠકરાણની છેડતી કરી એટલે ઠાકોર વધ કરવાની આજ્ઞા આપી. ત્યારે પ્રભાકર રાજાને કહ્યું કે, મદિરા-પાનથી આ ભાન વગરનો નિવિવેકી થયા હતા, તેને દોષ નથી, માટે પ્રાર્થના કરું છું કે, “ મારા મિત્રને મુક્તિ આપો.” એમ કહી વિષાદવાળા માતંગ-મિત્રને બ્રાહાણે મૃત્યુથી મુક્ત કરાવી ઉપકારપાત્ર કા. આ બાજુ કોઈક ભિક્ષુએ પ્રભાકરની પત્ની-દાસીને કહ્યું કે, “ઠાકોરને મોર પ્રિય છે, તેનું માંસ જે ખાય, તે લક્ષમી પ્રાપ્ત કરનાર થાય.” આ વાત પત્નીએ પ્રભાકરને કહી. તેના માંસની સ્પૃહાવાળી તેણે હઠ કરીને તે કાર્ય કરવા માટે પ્રભાકરને દબાણ કર્યું. પ્રભાકરે પણ મારનું ગુપ્તપણે રક્ષણ કરી બીજું માંસ આપ્યું. એ પ્રમાણે સવને ઉપકારની સુખાસિકા પમાડી. જન-સમયે પુત્રાધિક પ્રિય મોરને ન દેખવાથી ઠાકોરે સર્વ સ્થાનકે મારની તપાસ કરાવી. પત્તો ન લાગવાથી ઠાકર નગરમાં ૭૬શોષણ કશવી કે, હજર સેનામહોર લઈને જેઓ મોરને સેપી દેશે, તેને અભય આપવામાં આવશે અને પાછળથી પકડાશે તે દેહાંતદંડની આકરી શિક્ષા થશે.” . "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy