SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૦ ] પ્રા. ઉપદેશમાલાને ગુર્જરાનવાદ પામેલી તે વિચારવા લાગી કે, “આની પાસે આટલું ધન આવે છે કયાંથી ? પુત્રીને કહ્યું કે, “હે વત્સા ! કુમાર અને કેવી રીતે ઉપાર્જન કરે છે, તે તું પૂછી લેજે. પુત્રીએ કહ્યું કે, “તમને ધનને આટલે લોભ કેમ લાગે છે? તમારે તેનું શું પ્રોજન છે? મારી ના છતાં તમારે જાણવું જ હોય તે હે માતા ! તમે જાતે જ પૂછી લો. ખરેખર તમારું નામ લેહા(ભા)ગેલા છે, તેને તમે બરાબર સાર્થક કરો છે. જો કે હું તિકડામાં પ્રયત્નવાળી છું, તે તેની આગળ કંઈ પણ નહિં બલ્લીશ. જે કરવા યોગ્ય હોય તે તમે જાણે.” હવે લોહાગલા કુમારને કહેવા લાગી કે, “તમે દ્રવ્ય ખેળવા અને લાવવા માટે કયાં જાવ છો, તે કહે, જેથી તમારી સાથે આવી પછી હમેશાં હું જ લઈ આવું. કારણ કે માગધિકા તમારા વગર ક્ષણવારના વિરહમાં કામની દશમી અવસ્થા (મરણ) પામી જાય છે.” હવે દૂર દેશાવરમાં છોડી દેવાની ઇચ્છાવાળે કુમાર કુદણીને કહેવા લાગ્યો કે, “નહીપ અને સુવર્ણદ્વીપ જવા માટે હું મારી દિવ્ય પાદુકા ઉપર આરૂઢ થઈ ત્યાંથી દ્રવ્ય લાવીને તમે ઇચ્છો, તેટલું આપું છું. હવે અકાએ વિચાર્યું કે, કેઈક બાનાથી સમુદ્ર વચ્ચેના બેટમાં સાથે જઈ તેને ત્યાં મૂકી હું પાદુકા ઉપર ચડી પોતે પાછી ચાલી આવું.” કોઈક વખત અક્કાએ કુમારને કહ્યું કે, “જ્યારે તું પાદુકા ઉપર બેસી અમને છોડીને ગયા, ત્યારે તારી વત્સલતાથી મેં આવી માનતા માની છે, “જે જમાઈ મને. પાછા પ્રાપ્ત થાય, તે સમુદ્ર વચ્ચેના દ્વીપમાં રહેલા કામદેવની ચંદનના રસથી પૂજા કરું.” પિતાનો અભિપ્રાય સિદ્ધ થવાની અભિલાષાથી કુમારે કહ્યું કે, “હે માતાજી! જહદી ચાલે, હું ત્યાં લઈ જાઉં, એમાં વિલંબ કરવાનું ન હોય. હુંકાર કરીને અને હાથથી તેને ગ્રહણ કરીને પાદુકાઓ પહેરીને કામદેવના મંદિરે એકદમ પહોંચી ગયા. - મંદિરના દ્વાર ભાગમાં મૂકેલી પાદુકા ઉપર ચડી અક્કા પાટલીપુત્ર નગરે પહોંચી ગઈ અને પિતે ઠગવાની કળામાં સફળ થવાથી આનંદ પામી. બહાર નીકળી કુમાર જુવે છે, તે કરી અને પાદુકાઓ ન દેખી. કુમાર હવે પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે, કેવી પાપિ ! કે ફરી આવું પાપાચરણ કર્યું. મેં જે ચિંતવ્યું હતું, તેનો ભોગ હું પોતે જ બને. લેકપ્રવાદ જે બોલાય છે કે, “જે જેવું બીજા માટે વિચારે, તે તેને પિતાને જ થાય.” “ચ ચિતે ચર્ચ7, ધુવં રજૂ તરય જ્ઞાતે –બીજા માટે જેવું શુભ કે અશુભ વિચારીએ, તેવું શુભ કે અશુભ પિતાનું થાય.” આ ન્યાય મને જ લાગુ થયા. ચિંતા વ્યાપ્ત ચિત્તવાળા કુમાર પાસે ક્ષણવારમાં એક ખેચર આવી પૂછવા લાગ્યો કે, “તું અહિં કેમ આવ્યો છે? અને ઉદાસી કેમ જણાય છે?” કુમારે પિતાને વૃતાત કહ્યો, એટલે ચરે કામદેવની પૂજા કરી, શુભ પાંપણવાળી ચંચલ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy