SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] પ્રા. ૫દેશમાલાનો ગૂજેશનુવાદ અટવી આનંદ આપનારી થતી ન હતી. વિષ્ણુની મૂર્તિની જેમ અશોક વૃક્ષની શ્રેણીથી શોભાયમાન, ચિત્તા, સિંહ, મૃગલા-મૃગલીન યુગલોથી આકાશલક્ષમીની જેમ અલંકૃત, હરિકથાની જેમ સારંગ જાતિના હરણને મારવા ઉદ્યત થયેલા વ્યાવ્રવાળી; તે અટવીમાં એક મેટા વડના વૃક્ષની છાયામાં વિશ્રાન્તિ કરતા અમરસેન કુમારને તરત સુખવાળી નિદ્રા આવી ગઈ. પ્રવરસેન કુમાર તેના ચરણની નજીકમાં સારી રીતે બેસીને તેના પગ દબાવવા લાગ્યો. “જે પોતે જાગતે રહે, તે શિકારી પ્રાણીઓનો ભય રહે નહિં.” હવે તે વડલામાં વાસ કરનાર ય સૂતેલા કુમારના શરીરનાં લક્ષણે જેવાં અને વિચાર્યું કે, આના ઉપર ઉપકાર કરાય તો તે ઘણા ગુણવાળો થાય. સજજને સર્વ જગ્યા પર ઉપકાર કરે છે, એમાં સન્દ નથી, પણ અહિં એ વિચારવાનું છે કે, કરે ઉપકાર કયાં વિરતાર પામે છે? વરસાદ છીપના અને અ૫ના મુખમાં સમાન સમયે જ જળ અર્પણ કરે છે, પરંતુ એકના મુખમાં ઝેર અને બીજાના મુખમાં મુક્તાફળરૂપે પરિણમે છે. આ પ્રવસેન પવિત્ર પુણ્યશાળી પુરુષ છે-એને પંક્તિભેદ ન થાય એમ વિચા રીને યક્ષે પ્રત્યક્ષ થઈને પ્રવાસેનને કહ્યું, “દૂર દેશમાંથી આવેલા અતિથિ એવા તમારું કંઈક ઉચિત સન્માન કરવા ઇચ્છું છું.” એમ કહી તેને બે રત્ન અર્પણ કર્યા. તે બે માંથી એક રત્ન વડે રાજ્ય અને બીજા રત્નથી ઈચ્છા પ્રમાણે લક્ષમી પ્રાપ્ત થાય છે. પ્રથમ રત્ન તારે બધુને આપવું અને બીજું તારે રાખવું. રત્નની પૂજા કરી પ્રણવ (9 અને માયાબીજ (હ) પૂર્વક સાત વખત જાપ કરવાથી અને છેવટે પ્રણામ કરી અર્થની પ્રાર્થના કરે, તે તેની સિદ્ધિ થાય છે, તેમાં સહ નથી. અતિ નમાવે મસ્તકવાળા પ્રવસેનકુમારે બે હાથની અંજલિમાં તે બે રન્નેને સ્વીકાર કર્યો અને વિશ્વના છેડે ગાંઠે બાંધ્યાં. ત્યારપછી તે યક્ષદેવ અદશ્ય થયા. ક્ષણવાર પછી અમરસેનકુમાર જાગ્યા. તેમને ત્રણ દિવસ એવા ચાલ્યા કે, જેથી મહાઅટવનું ઉલ્લંઘન કરી પાટલીપુત્રનગરીએ પહોંચ્યા. તે નગરીના સીમાડા ઉપર ઉત્તમ સરોવરની પાળ ઉપર અંગશૌચ અને પાદશૌચ કરી આંબા નીચે સુખપૂર્વક વિસામે લેવા બેઠા તે સમયે નાનાભાઈએ મોટાભાઈને વિનંતિ કરી કે “હે પ્રિય બન્યુ ! રાજ્ય લાભ કરાવનાર આ રન તું કે, દેવે કહેલ આરાધના કરવાને સવિસ્તર વિધિ કહ્યો અને સ્થિર મનથી સાધના કરવા જણાવ્યું. એના ફળની સિદ્ધિ વખતે તેના લાભની હકીકત હું તને કહીશ.” ત્યારપછી તે હર્ષપૂર્વક એકાંત આમ્રવૃક્રેની શ્રેણીમાં ગ, રત્નની પૂજા કરી, પ્રણામ કરીને અતિરિથચિત્તવાળા તેણે રાજા પણું માગ્યું. પ્રવરને પણ પ્રધાન વિધિ કરી એકાગ્રચિત્તથી પૂજા કરી, પ્રણામ કરી પિતાના રત્ન પાસે ભેજનાદિક સામગ્રીની "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy