SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રા. ઉપદેશમાતાનો ગૂજશનુવાદ પ્રયતનપૂર્વક ભગપૃહા અટકાવનારી છે. અસંયમ, અન્યાય-અનીતિવાળા નગરમાં ફરતા એવા યોગરાજની જે ગતિ થઈ, તે મારી પણ થાય. હવે બહુમાન-પૂર્વક પ્રભવ કહેવા લાગ્યો કે – “ખરેખર તેવા પુરુષોને ધન્ય છે કે, જે ચપળ અને દીર્ધ નેત્રવાળી, કામદેવના દર્પ સરખા કઠિન અને પુષ્ટ પાથરવાળી, દુર્બલ ઉદર હોવાથી કુરાયમાન ત્રણ કરચલીઓવાળી સુંદરીઓને દેખી જેનું મન વિકાર પામતું નથી. કાન્તાના કટાક્ષેપ રૂપી ખાણેની અસર જેના ચિત્ત વિશે થતી નથી, તથા કામે કરેલે અનુરાગ જેના ચિત્તમાં ઉપતાપ કરતો નથી, અનેક વિષયના લેભ-પાશે જેના ચિત્તને આકર્ષણ કરતા નથી. એ તે ધીર પુરુષ ત્રણે લોકમાં જય પામનાર થાય છે.” પૂર્વ ભવની ચાર ભાયીઓએ આ ચાર કથાનકો કહ્યા. હવે બાકીની ચાર પત્નીમાંથી એક પત્ની કથા કહેવા લાગી. કનકશ્રી, કમલવતી, જયશ્રી એ ત્રણે પત્નીએ આગળ કરેલી નાગશ્રી સુંદર વચનોની યુક્તિપૂર્વક જંબુસવામીને કહેવા લાગી કે, પ્રિય કનકસેનાએ યુક્ત વચનો કહેવા છતાં તમે એ શું પિતાની નિઃશંક વક વચનાવાળી યુક્તિથી એને પાછી પાડી નથી? જિનેશ્વરો પણ ગૃહવાસમાં રહ્યા હતા, તેવી રીતે તમે ધર્મમાર્ગને અનુસરો અને સારી રીતે અમારું સન્માન આચરો, ધનને ભોગવટો કરો, દાન આપ, અતિદુખી દુર્ભાગીઓને દાન દેનારા કેટલાક ગૃહસ્થપણાનું પાલન કરે છે, તેઓ શૂરવીર છે, બાકીના દુઃખી પાખંડીઓ છે. નીતિમાં કહેવું છે કે – “ગૃહાશ્રમ સરખે ધર્મ થયો નથી અને થવાનું નથી, શૂરવીરે જ તેનું પાલન કરી શકે છે, બીજા કાયર પુરુષે પાખંડ-ધર્મને આશ્રય કરે છે, તે પ્રાણેશ ! અનિથી તપેલ લોહ માફક લહાર્શલા જેવી રીતે લાભથી સુખ ન પામી, તેમ દ્રવ્યોપાર્જનની જેમ સવદર પૂર્વક ધમ ઉપાર્જનને લોમ કર, તે સુખ માટે થતો નથી. અમરસેન-અવરસેન બે બધુની કથા કંચનપુર નામના નગરમાં કંચનશેખર રાજાને અમરસેન નામને માટે અને પ્રવરસેન નામને નાને એમ બે પુત્રો હતા. તે બંને ઉપર રાજાને ઘણે નેહ હતે. તેથી કૃપાવાળા પિતાએ કઈ વખત તેઓને જયકુંજર નામને હાથી કીડા કરવા માટે આપ્યો હતો. તે બંને ભાઈઓ હાથી ઉપર ચડીને હંમેશાં ક્રીડા કરતા હતા. ઉત્તમ કુળમાં જન્મેલા તે રાજાને યશ અને પ્રતાપ એમ બંનેને હદય વતી રહ્યો હતો. અથવા તે વ્યવસાય (વ્યાપાર) અને સુકૃતયાગ (-ધમ કાર્યો કરવા) એ બંને ઉત્તમ કુળવાળાને હોય છે. કામદેવ સમાન રૂપવાળા તે બંને ભાઈઓને જયકંજ૨ હાથી સાથે કીડા કરતા દેખીને તેની સાવકી માતા ઈષ્ય વહન કરવા લાગી. વળી વારંવાર દિવસે અને રાત્રે રાજાના કાન ભંભેરવા લાગી. વળી કહેવા લાગી કે, "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy