SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ મિત્રોની કથા [ ૧૮૩ ] કાર્યની સિદ્ધિ થાય. સિંહ ચરણેમાં નખ અને મરતકે કેસરો ધારણ કરે છે, પરંતુ હાથીના કુંભસ્થળને ભેટવાની કીડામાં પગના નખે જ સહાય કરનાર થાય છે– એમ દીર્ઘકાળ વિચાર કરીને પ્રણામમિત્રના ઘરની અંદર પ્રવેશ કર્યો. કેઈ દિવસ પણ સાથે ખાન-પાન, મોજ-મજા ન કરવા છતાં, પ્રણામ કરવાનો જ માત્ર સંબંધ હોવા છતાં અણધાર્યો શ્રેષ્ઠ પર ઘરે આવી પહોંચે, જે રીતે તેની દરેક પ્રકારની સરભરા કરાય તેવા ગૌરવપૂર્વક સન્માન કરતે દેખે. મિત્રની આપત્તિ જાણું તે પ્રણામમિત્રે કહ્યું કે, “તારે અ૮૫ પણ ભય ન રાખવો. તે નિબંધતાથી મારી પાસે રહે. તેને પકડવા માટે હવે કોઈ સમર્થ કે પરાકમવાળો નથી. આ પિતાનો દેશ છોડવાની ઈછાવાળા તેમ જ શરીરમાંથી પણ નીકળી જવાની ઈચ્છા વાળાને પ્રામમિત્રે આશ્વાસન આપતાં કહ્યું કે, “હું બા ભરેલા ભાથાને તૈયાર કરી તારી આગળ ચાલું છું.’ એ પ્રમાણે કોઈક દિવસના પ્રણામમાત્ર સંબંધવાળા -મિત્રે સહાય આપી નિભય નગરીમાં પહોંચાડયા. ત્યાં નવું ઘર વસાવી આપી, તેની પાસે રહી જરૂરી નિત્યોપયોગી સામગ્રીઓ પણ સંપડાવી આપી. કથાનો ઉપાય કથાને ઉપનય સમજાવતાં જેમ ત્યાં ત્રણ મિત્રો કહ્યા, તે અનુક્રમે કાયા, સગાવહાલા અને ધર્મ. તે દરેકમાં તેને ઉપનય-સંબંધ જેડ. ખજૂર, મેવા, મીઠાઇ, ખીર, ખાંડ, કેસર, કસ્તૂરી વગેરે વાદિષ્ટ પદાર્થોથી મિશ્રિત ભજન, માણિજ્ય, રત્નાદિકનાં આભૂષણેથી હંમેશાં આ દેહની ભક્તિ કરવામાં આવે, તો પણ યમરાજનું તેડું આવે, તે સમયે ઉપકારના બદલાની વાત તો દૂર રહી, પણ એક ડગલું પણ આ શરીર પાછળ વિદાય કરવા આવતું નથી. પુત્રો, મિત્રો, સ્ત્રીઓ, રાતા-પિતા, સહેદરા નજીકના સંબંધીઓ કે બીજાઓ– જેમના ઉપર અનેક ઉપકાર કર્યા છે, તેવા પણ પરલોકમાં પ્રયાણ કરવાના સમયે કંઈક ક્ષણ આક્રંદન કરીને મશાનભૂમિ સુધી વળાવી પાછા ઘરે કરે છે. લેક ગૌણવૃત્તિથી કઈ કઈ દિવસ ધર્મ કરે છે અને મુખ્યવૃત્તિથી તે પોતાના ગૃહસ્થપણાના કાર્યમાં મસ્ત-આયક્ત મશગુલ રહે છે, છતાં પરલોકમામાં માત્ર એક ધર્મ જ સહાયક છે. જે સાથે રહેનાર, રક્ષણ કરનાર, શરણ આપનાર અને મને વાંછિત પણ કરનાર થાય છે. તેથી કરી પ્રથમના બે મિત્રો સરખાં શરીર અને કુટુંબ હોવાથી તેઓ સુખ માટે થતાં નથી, પરંતુ કોઈક દિવસ માત્ર પ્રણામ કરતા -તે ધર્મમિત્ર હેવાથી હર્ષથી અને ધંથી તે જૈન ધર્મની હંમેશાં આરાધના કરીશ. ત્રણ મિત્રોની કક્ષા પૂર્ણ થઈ મૃગના નેત્ર સરખા નેત્રવાળી હે પ્રિયા ! આ કવિરાજયની કથા પણ મને "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy