SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ લકની સ્થિર મનુષ્યને વરે છે [ ૧૬૫ ] મોકલેલ પ્રધાન પુરુષોએ સતત વાજિંત્ર વગાડવાના આડંબર સહિત સિદ્ધદત્તને જગાડશે. ત્રણ કંકણેથી અલંકૃત જમણા હસ્તથી પુસ્તિકા ગ્રહણ કરીને વાંચવા લાગ્યો. અરે ! આ ઉપજતિ છંદવાળે અપૂર્ણ કલોક ચારપાદવાળે સંપૂર્ણ બની ગશે અને સાથે હું પણ આઠ પગવાળો થઈ ગયો. આટલું જ માત્ર મેં પ્રયાણ કર્યું, હજુ કંઈ પણ ઉદ્યમ ન કર્યો, પરંતુ દેવ અનુકુલ થયું, તો ચારગણે લાભ થયે. અથવા તે ઉદ્યમ કઈ કરે છે અને તેનું ફલ બીજે જોગવે છે, માટે ઉદ્યમથી સર્યું, અને તે ભાગ્ય એ જ પ્રમાણ છે.” ત્યાર પછી તેને રાજ-હસ્તી પર બેસારીને પ્રધાન પુરુષોએ રાજમહેલે પહોંચાડયો. તેણે રાજાના પત્રમાં પ્રણામ કર્યા એટલે આ તે પુરંદર શેઠને પુત્ર જ મારી કૃપાનું પાત્ર બન્યા. તેને ઓળખે. પ્રધાન અને પુરોહિતે આ વૃત્તાન્ત જાયે. તે બંનેએ પણ રાજા પાસે આવી પિતાપિતાની પુત્રીએને વૃત્તાન્ત જણાવ્યા. પુરંદર શેઠને પુત્ર જમાઈ તરીકે પ્રાપ્ત થવાથી અને પુત્રીઓની ચપળ ચેષ્ટાથી સર્વે પ્રસન્ન થયા અને લગ્નોત્સવ કરવાના ઉત્સાહવાળા થયા. રાજ રતિમંજરી, રત્નમંજરી અને ગુણમંજરી એમ ત્રણે કન્યાનાં પાણિગ્રહણ કરાવીને પ્રતિપાદન કરવા લાગ્યા કે, “ખરેખર ! દેવરાજા ચિંતા કરનારો છે, જે દર વસતે હોય, તેને પણ જાણે છે. જે જેને યોગ્ય હોય તે તેને બીજા સાથે જોડી આપે છે.” રાજાએ જમાઈને પાંચ ગામો આપ્યાં, અને માટે સામંત બનાવ્યા. સિદ્ધદત્ત પુરંદર પિતાના ચરણ-કમલની સેવામાં રહી સમૃદ્ધિનું પાલન કરવા લાગ્યો. ખરેખર સિદ્ધદર ઉત્કૃષ્ટ પુણ્યના સારભૂત છે. પોતે ઊંઘતો હોવા છતાં તેનો પ્રભાવ જાગતો છે. તેમ ભય પામેલ એક વર્ષના હરણના બચ્ચા સરખા ચપળ નેત્રવાળી હે પ્રિયા ! મારા માનેલા પહા ની સિદ્ધિ થશે. ત્યારપછી પદમસેનાએ કહ્યું કે, “હે પ્રિય! પ્રત્રજ્યાને હામ ભલે કરે, પરંતુ ઉતાવળ કરવી યોગ્ય નથી. કારણ કે, સ્થિર મનુષ્યોને લક્ષમી વરે છે. જેમ સુંદર શેઠને પ્રાપ્ત થઈ હતી અને જેઓ ઉસુક હોય છે, તેની લમી વિષણુની જેમ હોય છે, તે પણ ચાલી જાય છે.” લક્ષમી સ્થિર મનુષ્યને વરે છે– ગુસ્થલ નામના ગામમાં સુંદર નામના શેઠ હતા. તેને સુંદરી નામે પ્રિયા -હતી. તેનાથી પુરંદર નામને પુત્ર થયો. સમાન કુલ-શીલવાળાને ત્યાં લગ્ન કર્યા. ગામની અંદર વાસ કરતાં સુખેથી રહેતા હતા. ગામડામાં દૂધ, દહિં, ઘી, ધાન્ય * તાજા અને ઘરના આંગણામાં જ મળે છે. વળી ઘાસ, ઈધણાં મફત મળે છે. ખરેખર ગામડાને વાસ સુખકર છે. ભક્તિ કરનાર યોગ્ય અનુરાગવાળી શીલપ્રય એવી એક પ્રિયા, આજ્ઞાંકિત પુત્ર જ્યાં હોય તેવું ગામ પણ નક્કી વગ છે. કોઈક સ્થાને કહેલું છે કે:-“આજ્ઞાંકિત અને અનુકૂલ વલમાની પ્રાપ્તિ, મસ્તક નીચે કોમળ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy