SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ મધુબિન્દુનું દષ્ટાંત [ ૧૪૭ ] તેણે પ્રવેશ કર્યો, તે સમયે ઘરના માળે ઘસઘસાટ ઊંઘતા હતા, એટલે ચોરો ભંડારમાંથી સમગ્ર આભૂષણાદિક લૂંટવા લાગ્યા. શંકાવગરના માનસવાળા સિંહાસન પર બેઠેલા જંબૂ કુમારે કહ્યું કે, “આ પરોણાલકને અડકશે નહિ” તે વચન બોલતાં જ ભવનમાં તે ચરે જાણે ચિત્રામમાં ચિત્રેલા હોય અથવા પાષાણમાં ઘડેલા હોય, તેમ થંભાઈ ગયા. તે વખતે પ્રભવે જેમ આકાશમાં તારામંડલથી પરિવરે શરદ ઋતુને ચંદ્ર હોય, તેમ નવ યૌવનવતી સુંદર તરુણઓથી પરિવરેલા જબૂ કુમારને જોયા. પિતાના ઉદભટ સુભટને તંબ માફક તબિત કરેલા જેઈને ચમત્કાર પામેલા ચિત્તવાળો પ્રસવ કહેવા લાગ્યો કે, “હે સુપુરુષ ! તમો કોઈ વિશિષ્ટ પ્રભાવશાળી પુરુષ જણાએ છે. કાર્યું કે અવસ્થાપિની વિઘાથી ઊંઘાડવા છતાં. તે વિદ્યાને પ્રભાવ આપના ઉ૫૨ બિલકુલ અસર કરનાર ન થયો. તેમ જ અમને પકડવા કે મારવા માટે તમે ઉભા થતા નથી. હું જયપુરનરેશ વિરાજાને પુત્ર છુ. વ. યોગે હું ચાર સેનાપતિ થયો છું અને અહિં ચોરી કરવા આવેલો છું.” જંબૂકુમારે પ્રભાવને કહ્યું કે, “ “મને તારા માટે કંઈ અપરાધ કરવા બદલ દુર્ભાવ થયો નથી, તેથી તું મારો મિત્ર છે. પ્રભવે કહ્યું કે, “તે હવે મારી પાસેની અવસ્થાપિની અને તાલેદઘાટિન નામની બે વિદ્યા સહાણ કરો અને તમારી પાસેની તંગિની વિદ્યા મને આપે, એટલે તમો જેમ કહેશે, તેમ કરીશ.” બૂકુમારે કહ્યું કે “હે સુંદર પુરુષ! આ વિષયમાં જે ખરો પરમાર્થ છે, તે સાંભળ. હું વિદ્યાને શું કરું? અથવા તો આજે જ પરણેલી આ ભાયીઓનું પણ મારે શું પ્રયોજન છે ? મણિ, રન, સુવર્ણન કુંડલે, મુગુટ આદિ આભૂષને પણ મેં ત્યાગ કર્યો છે. આજે પ્રાત:કાલ થશે, ત્યારે ધન, રવજન આદિ સર્વને ત્યાગ કરી નક્કી સર્વ પાપવાળા રોગોની વિતિ-પ્રતિજ્ઞા અંગીકાર કરીશ.’ હવે વિરિમત ચિત્તવાળા પ્રભવે માન અને શોક છોડીને લગા૨ આગળ જઈને મોટા મિત્ર જંબૂ કુમારને કહ્યું કે, “ આ કામિનીપ્રિયાઓ સાથે ભાગે ભેળવીને કૃતાર્થ થયા પછી પાછલી વયમાં પ્રવ્રજ્યાનો પ્રયત્ન કરજે.' જબૂએ કહ્યું કે, “કો ડાહ્યો મનુષ્ય વિષયસુખની પ્રશંસા કરે ?” દિવ્યજ્ઞાનીએ રખેલું એક દષ્ટાંત કહું છું, તે સાંભળ– મધુબિન્દુ-દષ્ટાંત–' એક મોટી ભયંકર અટવીમાં મુસાફરી કરતા કાઈક યુવાન પુરુષને હણવા માટે કાઈક દુર્લર મન્મત્ત હાથી તેની પાછળ દોડવા લાગ્યા. તે હાથીથી દૂર પલાયમાના થતા એવા તેને કોઈ સ્થાન પર જૂને કૃ દેખે. તે કૂવાની અંદર વડલાની વડવાઈઓ લટકી રહેતી હતી. તે પુરુષ ચતુર હોવાથી તેને પકડીને કૂવાની અંદર લટ૧ મારે કરેલા સમરાદિત્ય ચરિત્રના અનુવાદમાં આ જ દષ્ટાંત વિસ્તારથી કહેલું છે. પત્ર ૫૭ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy