SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૨ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાદ ઋષભદત્તે કહ્યું કે, “તું જાતે જ તેને પૂછી લે, જેથી પિતે જ દુઃખનું કારણ કહે.” તેમ કહ્યું એટલે ધારિણીએ કહ્યું કે, “હે દિયર! મેં પહેલાં તમને નિમિત્ત પૂછ્યું હતું, તે તમે જાણે છે. આ નગરમાં નિમિત્ત જાણનાર કોઈ નથી, તે મારા ચિત્તને અનુસારે જાણીને તમે પોતે જ તે કહે.” જશમિત્રે ક્ષણવાર કંઈક મનમાં વિચાર કરીને કહ્યું કે, “જાયું, તમે પુત્ર વગરનાં હેવાથી ઉગ ચિત્તવાળાં ઉત્તમ પુત્રની ઈચ્છા કરે છે. તમને શુભ શકુન પ્રાપ્ત થયાં છે, હવે તમારા મનોરથ સિદ્ધ થશે. આ ભરતક્ષેત્રમાં તમારો પુત્ર ચરમ કેવલી થશે, તે વાતની ખાત્રી માટે ઉજજવલ કેસરીસિંહનું બચું જાણે ચંદ્રથી નીકળી તમારા ખોળામાં રહેલું હોય તેવું સ્વપ્ન તમે નજીકના સમયમાં દેખાશે. પરંતુ તેમાં કોઈક ક્ષુદ્ર અંતરાય રહે છે, તે કઈ દેવતાનું આરાધન કરવાથી ચાલ્યો જશે. તે દેવ કે તે હું જાણતો નથી.” હર્ષપૂર્ણ અંગવાળી જશમિત્ર સાથે વાતચીત કરતી ઋષભદત્તની પાછળ ચાલતી ધારિણી બગીચામાં પહોંચી. શ્રીસુધસ્વામીને ત્રણ પ્રદક્ષિણ દેવા પૂર્વક ચરણ્યમાં નમસ્કાર કરી બંને પાપકમને દૂર કરનાર એવા કેવલી ભગવાન શ્રીસુધર્માસ્વામીની દેશના શ્રવણ કરવા લાગ્યા. તે આ પ્રમાણે ચારે ગતિનાં દુઃખો મનુષ્ય જન્માદિ સર્વ ધર્માનુકૂળ સામગ્રી પ્રાપ્ત કરીને શાશ્વત સુખ માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે, સંસારની આ ચારે ગતિઓ સેંકડો દુખેથી ભરપૂર છે. નારકી ભૂમિમાં અતિ સાંકડા મુખવાળી ઘટિકામાંથી છેદાઈ-ભેરાઈને ખેંચાવું, અગ્નિમય કુંભમાં રંધાવું, કાગડા અને તેવા હિંસક પક્ષીઓ વડે શરીર ફોલી ખવાવું, ધગધગતી અગ્નિ-જવાલાએથી તપાવેલી હોવાથી લાલચોળ લેઢાની પૂતળીઓ સાથે દઢ આલિંગન, આવા પ્રકારની નારકીની અનેક ભયંકર વેદનામાંથી એક પણ વેદનાનું યથાર્થ સ્વરૂપ કહેવા અમે શક્તિમાન નથી. ભૂખ, તરશ, તાપ, નદી, વાયરે, ઠંડી, સખત વરસાદ, પરાધીનતા, અગ્નિદાહ આદિક વેદનાઓ, વ્યાધિ, શીકારીઓથી વધ, વ્યથા, ચામડી કપાવી, નિલાંછન, ડામ વગેરેની વેદના, પીઠ ઉપર હદ ઉપરાંત ભાર વહન કર, આ વગેરે દુખથી તિર્યંચગતિમાં સાંસારિક સુખથી છેતરાયેલા બિચારા તિય વિચરે છે. રોગ્ય, દુર્જનની વાણીનું શ્રવણ, ગૃહસ્થપણાનું ગહિતગૃહ, દરિદ્રપારૂપી મહાપર્વતની અંદર જેનો હર્ષ છૂપાઈ ગો છે દાસપણાદિકથી દીન મુખવાળા, સંગ્રામમાં મોખરે જવાથી ભેદાયેલા શરીરવાળા, એવી, અનેક પીડાઓથી દુઃખી મનુષ્યોના આત્મા માટે વિચાર કરીએ તો તેમને ઉચિત લેશ પણ સુખ નથી. દેવતાઓ મરણકાલ-સમયે કેવા વિલાપ કરે છે ? અરેરે! મારા ક૯પવૃક્ષો ! કીડા કરવાની વાવડીઓ ! મારી પ્રિય દેવાંગનાઓ! તમે મારો ત્યાગ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy