SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જબૂસવામી ચરિત્ર [ ૧૪૧ ] - શિવકુમાર કહે છે કે- “આ સર્વ કોની સહાયતાથી કરી શકું? સાવદ્ય અને નિવઘ વચન અને ભોજન-પાણ કોણ જાણે શકે? મેં જેની નિવૃત્તિ કરેલી છે, તેની પ્રવૃત્તિ હવે કેવી રીતે બની શકે?” દઢ કુમારને કહ્યું કે– “હે કુમાર! તમો સાધુભત બન્યા છે, તે હું શિષ્યની માફક તમારી દરેકે દરેક વિયાવૃત્યનાં કાર્યો કરીશ. સાધુને કહી શકે કે ન કલ્પી શકે, તે વિષયમાં હું જાણકાર અને બુદ્ધિવાળો છું. વિશુદ્ધ આહાર-પાણી હું વહેરી લાવીશ, વધારે કહેવાથી સયું.' કુમારે કહ્યું – “ભલે એમ થાઓ”- એમ કહી અભિગ્રહ ગ્રહણ કર્યો કે, “જીવનપર્યત માર છઠ્ઠના પારણે છઠ્ઠ કરવા અને પારણામાં આયંબિલ તપ કરવું.” એ પ્રમાણે નિર્દોષ આહાર-પાણ પૂર્વક છડૂનાં પારણે આયંબિલ કરતા તીન તપમાં રાજકુમાર શિવકુમારનાં બાર વર્ષો પસાર થયાં. નવીન યૌવનવયમાં ગૃહસ્થપણામાં વ્રત અને શીલવાળા હોવા છતાં કર્મના મર્મને સાફ કરવામાં ઉદ્યમવાળા જે કોઈ મહર્ષિ થયા, તેમને નમસ્કાર થાઓ.” પંડિતમરની આરાધના કરવા પૂર્વક કાયાનો ત્યાગ કરીને બ્રહ્મદેવલોકમાં વિદ્યુમ્માલી નામનો સામાનિક દશ સાગરોપમની સ્થિતિવાળો માટે દેવ થયો. તે દેવ અતિકાંતિવાળો અનેક સુંદરીના પરિવારવાળે જિનેશ્વરદેવના સમવસરામાં જઈ હંમેશાં સુન્દર દેશના શ્રવણ કરતો હતો. દેવલોકના દિવ્ય ભેગા ભોગવીને પિતાનું આયુષ્ય પૂર્ણ થયું, એટલે ત્યાંથી એવી રાજગૃહી નગરીમાં જેવી રીતે શેઠનો પુત્ર થયો, તે હવે કહીશું. રાજગૃહી નગરીમાં ગુણે વડે ગૌરવશાળી એવા ઋષભદત્ત નામના ધનાઢ્ય શેઠ હતા. તેને પવિત્ર શીલ ધારણ કરનાર ધારિણે નામની પ્રિયા હતી. જિન ધર્મની ધુરા ધારણ કરવામાં અગ્રેસર ચિત્ત હોવા છતાં પિતાને પુત્ર ન હોવાથી અતિમનોહર પુત્રપ્રાપ્તિ માટે તેનું ચિત્ત ગુર્યા કરતું હતું. ધારિણીએ કહ્યું કે, જે કામિની ને પુત્રરત્ન ન હોય, તેને રૂપનો ગર્વ અને સૌભાગ્યને આડંબર શું છે ? વળી તેનાં સુંદર વચનની શી કિંમત ? હવે વૈભારગિરિની નજીકના બગીચામાં કામ, ક્રોધ, મોહને દૂર કરનાર, હીરાના કારને હાસ્ય કરનાર એવા સુંદર ઉજજવલ યશવાળા, તેજ વડે તરુણ સૂર્ય સમાન, ભવ્ય રૂપી કમળને વિકસિત કરનાર એવા પાંચમાં ગણધર સુષમૌસ્વામી ત્યાં સમવસર્યા. તે સમાચાર સાંભળીને નોકર-ચાકર આદિ પરિવારથી પરિવારેલ ઋષભદત્ત શેઠ ધારિણી ભાર્યા સાથે વંદન કરવા માટે આડંબરથી નીકળ્યો. માર્ગ વચ્ચે નિમિત્ત જાણનાર તેને શ્રાવક-મિત્ર મળે. એટલે કહ્યું કે, “હે યશમિત્ર ! કેમ ઘણા લાંબા સમયે દેખાયા?” મિત્રે જવાબ આપ્યો કે, “શ્રમણોની સર્વ પ્રકારે પયું પાસના-સેવા કરવામાં અખલિત મનવાળા મને તેવો કઈ નવરાશને સમય મળતો નથી. મારી વાત તો ઠીક, પરંતુ અતિચિંતાના સંતાપથી મળી રહેલા ચિત્તવાળા હોય તેવા આ મારાં ભાભીનું મુખ શ્યામ અને ઉદાસીન કેમ જણાય છે? તે મને કહે.” "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy