SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ જબૂસ્વામી ચરિત્ર [ ૧૩૯ ] અતુલ સ્વભાવવાળી પ્રિયાગોની પ્રાપ્તિ, ઈચ્છિત કાર્યની સિદ્ધિ, આ સર્વની પ્રાપ્તિ પૂર્વભવમાં કરેલા ધર્મનું ફળ છે. એનાં ફળ મળ્યા પછી આ જન્મમાં નવીન ફળ ન મેળવે તે ભાતું પૂર્ણ થયેલા મુસાફરની જેમ પરલોકમાં તે શેક પામે છે. વિષય, પ્રમાદ, કષાયરૂપ પિશાચનો ત્યાગ કરી સમગ્ર સમીહિત કરવામાં તત્પર એવા સંયમસામ્રાજ્યને પ્રાપ્ત કરવા ઉદ્યમ કરો. ગ્રહણ-આસેવન એવી બે શિક્ષાઓ શીખીને ચારિત્રથી તીક્ષણ દુઃખને ઉછેદ કરી છવસ્થાનમાં વર્ગ અને મોક્ષના સુખની રાપણું કરો.” તે સમયે શિવકુમારે સાગરદત્ત મુનિને વિનંતિ કરી કે, “તમને દેખવાથી હલાસ અને રોમાંચ ખડાં થાય છે, તેમ જ મનમાં તુષ્ટિ અને પુષ્ટિ થાય છે, તે શું મને કોઈ પૂર્વ જન્મનો તમારી સાથે વજન-સંબંધ હશે ?” શ્રાવકપુત્ર દઢધર્મે કરેલી વેયાવચ્ચ– હે શિવકુમાર! આ ભવની પહેલાના ત્રીજા ભવમાં જંબુદ્વીપમાં નિષ્કારણ પ્રેમના પ્રતિબંધવાળે તું ભવદેવ નામને મારો નાનો ભાઈ હતો. મારા મનના સંતોષ ખાતર તે દીક્ષા લીધી અને તેનું પાલન કરી તું સૌષમ દેવ થયે, ત્યાં પણ હું તારા ઉપર સ્થિર ને હવાબે હતે. પૂર્વ ભવના અભ્યાસથી તને મારા ઉપર અત્યારે પણ નેહ ઉત્પન્ન થયો છે. રાગ વગરના મને તારા ઉપર હિત અને ઉપકાર બુદ્ધિ થાય છે, પણ મને તારી માફક નેહ થતું નથી.” શિવકુમારે કહ્યું કે – “હે ભગવંત ! આ વાત યથાર્થ છે અને તેથી કરી આ ભવમાં પણ હું દીક્ષા અંગીકાર કરી આપના ચરણની સેવા કરવાની અભિલાષા કરું છું. પરંતુ તે સ્વામિ! મારા હિત માટે માતાપિતાની આજ્ઞા માગું. મુનિએ કહ્યું – “હે ધીર! આ ધર્મ કરવાના વિષયમાં મમત્વભાવને ન ધારણ કરીશ.” પિતાના ઘરે જઈ વ્રત લેવા માટે માતા-પિતાને વિનવે છે, પરંતુ માતા-પિતા પુત્રને કહે છે કે, “હે વત્સ! તું અમને એક જ પુત્ર છે. તું જ શરણ, રક્ષક, દીવે, વર્ગ કે મેક્ષ છે, તારા વગરના અમે હે પુત્ર! અંધ અને મહેશ સરખા છીએ. અમારા પ્રાણે તારે આધીન છે. જે તે દીક્ષા લે, તે હે પુત્ર ! ઘરમાં ઘાલેલ સસલા માફક તે અમારા પ્રાણ પણ જલ્દી પલાયન થઈ જાય.” ઘણું સમજાવવા છતાં સંયમ લેવા માટે પુત્રને રાજ રજા આપતા નથી, એટલે પાપગોથી વિરમેલે, વૈિરાગ્યમાં લીન મનવાળો સાધુ માફક ધૃતિ સહાયવાળે તે હવે રમતું નથી, જમતે નથી અને અંતઃપુરના એક શૂન્ય ખૂણામાં ઉદાસીનતાથી રહે છે. માતા-પિતા, ઘણા નગરલોકોએ વિવિધ પ્રકારે સમજાવવા છતાં કેઈ લગાશ પણ માનતા નથી. એટલે ખેદ પામેલા રાજાએ વિવેકના ભંડાર જેવા ઢધર્મ નામના શ્રાવક પુત્રને બોલાવી તેને ખરેખરી હકીકત જણાવી કે, “એ કોઈ ઉપાય કર, કે જેથી પુત્ર આહાર રહણ કરે, જે એમ કરીશ, તે તે અમને જીવિત આપ્યું તેમ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy