SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૩૦ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાતુવાદ તે પશુ સવ ચાલી જાય છે, તે પ્રમાણે મૃગાવતી સાથે ભેગ ભાગવવાની ઇચ્છાવાળા તેને પણ તે પ્રમાણે થયું. અર્થાત્ ચંડપ્રદ્યોતની આઠ રાણીઓએ પણ દીક્ષા અંગીકાર કરી. ઉપાંગ-સહિત અગાના તે સવેએ અભ્યાસ કર્યો, પેાતાના આત્માને અતિતીવ્ર તપકમ કરવામાં અપણુ કર્યો. શ્રીજા બીજા સ્થળે પ્રભુએ વિહાર કર્યો. કાઇક સમયે ફરી પ્રભુ કૌશાંબીમાં પધાર્યાં. ભવથી ભય પામેલા ભવ્યાત્માશે સમવસરણમાં ભગવંતના શરણમાં આવેલા હતા. દેશના સાંભળી પદા પાછી નીકળી ત્યારે મૂળ વિમાન સહિત સૂર્ય અને ચંદ્ર અને ત્યાં માન્યા. પ્રભુને નમસ્કાર કરીને ધમદેશના સાંભળતા હતા. (૧૭) દિવસ અને રાત્રિના વિશેષને ન જાણતી મૃગાવતી મહાઆર્યો અકાળ હોવા છતાં લાંબા કાળ સુધી સમવસરણમાં બેસી રહી. ચંદના મહાઆર્યો અને ખીજા સાધ્વીએ ઉપયાગ રાખી વસતિમાં આવી ગઈ, પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય-ધ્યાનમાં ટ્વીન મનવાળી તેઓ રહેલી હતી. સૂર્ય-ચંદ્ર પોતપોતાના સ્થાનકે ઉપડીને પહોંચી ગયા, ત્યારે અણુધા) અધિકાર-સમૂહ ચારે બાજુ એકદમ ફેલાઈ ગયા, ત્યારે ગભરાતાં ગભરાતાં મૃગાવતી માર્યો વસતીમાં આવી પહોંચ્યાં. ચક્રના આર્યોએ ઠપકારૂપ શિખામણુ આપતાં કહ્યુ` કે, તેવા પ્રકારના માતાપિતાથી ઉત્તમકુળમાં જન્મેલી એવી તમને કાલે ચાલવું, તે યુક્ત ગણાય ? હું ધમ શીલે ! તેને મને જવાબ આપે. પ્રણામ કરીને મૃગાવતી ખમાવે છે કે, ‘ હે ભગવતી ! તે મિથ્યા દુષ્કૃત થાશે, મારા અનુપાગ થયા, હવે કદાપિ આ પ્રમાણે નહિં કરીશ.' વારંવાર ગુરુ સમક્ષ પેાતાની ગણા કરતાં આત્માને શિખામણ આપતાં આપતાં જેણે લેાકાલેાકને પ્રકાશિત કરનાર એવું કેવલજ્ઞાન પ્રગટ ર્યું. એ જ વાત કરે છે પગમાં પડીને પેાતાના દેખે। સભ્યપણે સરળતાથી અંગીકાર કરીને ખરેખર મૃગાવતીએ કેવળજ્ઞાન મેળવ્યું. સયારામાં રહેલાં ચ'ના આર્યોને તે સમયે નિદ્રા આવી ગઈ. ગાઢ અંધકારના અંકુર સતત ફેલાએલા. એવા કાળમાં એક ખૂણા તરફથી ચાલ્યેા આવતા ભયંકર કાળે મહાસર્પ આગળ દેખ્યા. કેવળી એવાં મૃગાવતીએ ચક્રના આર્યાના હાથ સુથારામાં સ્થાપન કર્યાં. રખે આ સપ ચક્રના આર્યાને ડંખે, જાગેલાં ચંદનાર્યા પૂછે છે કે હજી પણ તું અહિં જ રહેલી છે? * ' અરેરે! મારા પ્રમાદ થયે! કે, તે વખતે ખામતી એવી તને મેં રજા ન આૉ. વળી પૂછ્યું કે, · મારા હાથના સ્પર્શ કયા કારણે કર્યો ?' મૃગાવતીએ કહ્યું કે, ‘આહ સર્પ એકદમ આવતા હતા, તેથી લટકતા તમારા હસ્તને મેં શય્યામાં સ્થાપન કર્યો? ચક્રનાએ પૂછ્યું કે, આવા ગાઢ આવકારમાં તે સપ આવતા શી રીતે જાણ્યા ’ ‘જ્ઞાનથી ’· ક્ષાાપમિક કે ક્ષાયિક જ્ઞાનથી ?1 ‘ક્ષાયિક કેવળજ્ઞાનથી.' એ સાંભળી * "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy