SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ જ સા, સા સા ની કથા [ ૧૨૯ ] ત્યારપછી તે નાનો ચોર હતું, તેણે વિશુદ્ધ ચિત્તથી વિચાર્યું કે, “હું માનું છું કે, આ પેલા બ્રાહ્મણની પુત્રી અથવા પની હોવી જોઈએ. કારણ કે બાલા હતી, ત્યારે પણ સુવર્ણ સરખી સુંદર કાયાવાળી હતી. અરેરે! હે નિભંગી! આ તને કામને ઉન્માદ કેઈ નવી જાતને ઉત્પન્ન થયે લાગે છે ? આટલા આટલા પુરુષોથી પણ હજુ તને તૃપ્તિ થતી નથી ? અથવા આ કાઈ વેશ્યા છે, અથવા બીજી કોઈ પાપિ છે, આવી પાપણું થી સર્વથા સર્યું. પરંતુ કૌશાંબી નગરીમાં જઈને જેમને સમગ્ર અર્થ પ્રગટ છે, એવા વીર ભગવંતને સમવસરણમાં પૂછીને આ વિષયમાં પરમાર્થ શું છે? તે જાણી લઉં.” આ પ્રમાણે ચિંતવન કરીને આવેલા તેણે ગુપ્તપણે પૂછ્યું હતું. હે ગૌતમ! મેં પણ તેને તે જ ઉત્તર આપ્યા હતા. હવે પેલા પામરને કહે છે કે, હે સુંદર! અસાર એવા દુખપૂણે આ સંસારમાં એક ક્ષણવાર પણ વાસ કરે એગ્ય નથી. વાસ કરે હોય તે નિવૃત્તિ-મોક્ષનગરીમાં વાસ કરવો એગ્ય છે. મોક્ષનગરીમાં એકાંતિક, આત્યંતિક, અનુપમ, બાધા વગરનું સુખ હોય છે. જે તે સુખની અભિલાષા વર્તતી. હોય તો તત્કાલ પ્રવ્રયા અંગીકાર કરવા તૈયાર થા. ભાલત પર જોડેલા બે હાથ લગાડીને વ્રતના વિષયમાં તે વિનંતિ કરવા લાગ્યો, એટલે ભગવંતે પિતાના હરતથી તેને દીક્ષા આપી અને ઉત્તમ સાધુ થયા. તે સાધુ પેલી પહેલી માં પહોંચી પાંચસો ચારાને પણ તે કથા કહીને પ્રતિબોધ કર્યો અને ત્યારપછી દીક્ષા આપી. આ પ્રમાણે ‘ા સા સા સા ની કથા પૂર્ણ થઈ. હવે સમવસરણ્યમાં મૃગાવતી દેવીએ વીરભગવંતને વંદન કરી વિનંતિ કરી કે, “હે મહાપ્રભુ! હું પણ પ્રદ્યોત રાજાને પૂછીને દીક્ષા અંગીકાર કરીશ.” ત્રણ ભુવનના હવામી વીરભગવંતે કહ્યું કે, “હે ભદ્ર! તારા મનોરથ અનુરૂપ છે. આવા ધર્મકાર્યમાં વિલંબ કરે યોગ્ય નથી. ફરી આ ક્ષણ મળ દુર્લભ છે. પ્રદ્યોત રાજા પાસે. પહોંચીને તેને કહ્યું કે, “હે સજજન ! સુપુરૂષ! જે તમે મને અનુજ્ઞા આપો, તો હું સાસ્વીપણું અંગીકાર કરું. કારણ કે, હાલ હું તમારે આધીન છું. દેવતાઓ અને અસુરેની અમવસરણની પર્ષદામાં તેને નિવારણ કરવા અસમર્થ, જેના મુખની કાંતિ ઉડી ગઈ છે, એવો તે પ્રદ્યોત કહેવા લાગ્યું કે, “હે સુંદરી ! તેમાં શું અયોગ્ય છે ? તેણે પણ પ્રભુ સન્મુખ તીવ્રકામના ઉન્માદની અધિકતા હોવા છતાં રજા આપી. પૃથ્વી નરેન્દ્રની પાસે મુખમાં ગયેલાને મૂકી દે છે. ત્યારપછી મૃગાવતીએ બાળ ઉદયનકુમારને પ્રદ્યોતરાજાના ખેળામાં નિધિ માફક સ્થાપના કરી મહાવીરભગવંતના હસ્તથી પ્રત્રજ્યા અંગીકાર કરી. (૧૭૦) તે જ મહાશ જાની બીજી આઠ રાણીઓએ શ્રેષ્ઠ ભાવના ભાવવા પૂર્વક તેની સાથે દીક્ષા અંગીકાર કરી. જેમ દેવદ્રવ્યને દ્રોહ કરવામાં-ડુબાડવામાં બાપ-દાદાની પહેલાની મુડી હોય, "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy