SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવા ત્યાંના રાજાની સેવા કંટાળ્યા વગર કરવા લાગ્યો. એક વખત પરિમિત વિશ્વાસુ પર્ષદામાં રાજાએ પોતાને અભિપ્રાય પ્રકાશિત કર્યો કે, “આપણામાં તે કોઈ સમર્થ નથી કે, “જે ઉદાયિ રાજાના ઉમશાસનને નાશ કરે.” એટલે પેલા રાજપને વિનંતિ કરી કે, “જે મારુ વચન માન્ય કરે, તે હું તમારા મનોરથ પૂર્ણ કરું.” આ પ્રમાણે રાજાની અનુજ્ઞા પામે તે પાટલીપુત્ર નગરીએ પહય. નિરંતર રાજ મંદિરમાં પ્રવેશ કરવાના ઉપાય ખોળે છે, ગુપ્તપણે રાજાને જીવ ઉછેદ કરવાનો પ્રયત્ન કરે છે, પણ રાજકુળમાં પ્રવેશ મેળવી શકતા નથી. “અષ્ટમી -ચતુર્દશીના દિવસે પૌષધ કરાવવા માટે રાજા પાસે આચાર્ય જાય છે, તેમ ત્યાં શત્રિવાસ કરે છે. તેમ તેના જાણવામાં આવ્યું. “ખરેખર રાજાના વેરીને વિનાશ સાધવામાં સમર્થ આ ઉપાય ઠીક છે.” એમ ચિંતવીને તે આચાર્યની હંમેશાં સેવા કરવા લાગ્યો. સમ્યગધર્મનું શ્રવણ કરે છે, તીવ્ર તપ સેવન કરવા લાગ્યા, વિનય પણ ખૂબ કરવા લાગ્યો, પ્રજ્યા અંગીકાર કરવા માટે અતિ ઉદ્યમ કરવા લાગ્યા, શ્રદ્ધા બતાવવા લાગ્યા. ભવિતવ્યતાના નિવેગથી ઘણા પ્રકારના ઉપયોગ કર્યા વગર આચાર્ય ભગવંતે કપટથી ધર્મના અથી થએલા તેને દીક્ષા આપી. કહેલું છે કે, “આ જગતમાં છદ્મસ્થ જીવને ઉપગને અભાવ થયા વગર રહેતું નથી. જ્ઞાનાવરણ કમને સ્વભાવ જ જ્ઞાન આવવાને છે, “ઘણા ફૂટ કપટ નાટક કરવામાં ચતુર એવા શિકારી, વેશ્યા અને ધર્મના બાનાથી ઠગાઈ કરવામાં વત્સલતા ધરાવનારથી જગતમાં કોણ ઠગાતા નથી?” (૧૫) આચાર્ય–સમુદાય, નવીન સાધુ, તપસવી, લાન, કુલ વગેરેનાં વિયાવૃત્ય કાર્યો કરવામાં હંમેશા લીન થએલા હોવાથી પરિવારના લોકોએ તેનું બીજું “વિનય રત્ન” નામ પાડયું. આ લોકસંબંધી કાર્ય કરવામાં સર્વ પ્રયત્ન પૂર્વક લેકો ખેંચાય છે, તે પ્રમાણે જે પરલેક સુધારવા માટે લાખમા અંશમાં પથ પ્રયત્ન કરે, તો આત્મા સુખ મેળવનાશ થાય છે. જ્યારે ગુરુ રાજમંદિરમાં જતા હતા, ત્યારે ઉપાધિ લઇને તે સાથે જવા તૈયાર થતા હતા, પરંતુ ગુરુ તેને સાથે ત્યાં લઈ જતા ન હતા, કારણ કે, હજી યોગ્યતા મેળવી ન હતી. તે કહેવાતે વિનયર પિતાના રજોહરણની અંદર કંકલહની છરી વહન કરતું હતું, જે પિતાના વજનથી જ લેહી સાથે મળીને પૃથ્વીતલ પર જાય છે. જીવરક્ષાનું વિખ્યાત સાધન રજોહરણ તેની અંદર રાજાને ઘાત કરવા કંકલહની છરી વહન કરતે હતો. આ કુશિષ્ય રખેહર અને છરી અમૃત અને એર એમ એક સાથે બંને વહન કરતો હતો. પ્રપંચથી રાજાને ઘાત કરવાની ઈચ્છાવાળા કૃત્રિમ એવા તે સાધુને બાર વરસ પસાર થયાં, પરંતુ રાજાના પુણયપ્રભાવથી તેને ધારેલા કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત ન થયા. કંઈક સમયે સર્વ સાધુ- પરિવાર કામકાજમાં એકદમ વ્યાકુલપણે રેકાઈ ગયા હતા, ત્યારે તે જ કુશિા સાથે આચાર્ય રાજભવનમાં ગયા. “દુર્જન, ચાર, "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy