SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૦ ] પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ નોમાં ચૂડારત્ન સમાન ઉદયગિરિ છે કે, જે સૂર્યને મસ્તક ઉપર રાખીને તેને ઉદય કરાવે છે. શ્લેષાર્થ હોવાથી મિત્ર એટલે સૂર્ય પણ થાય છે. વળી મિત્રને ઉદય કરાવનાર સજજન-શિરોમણિ હોય છે. ” વિસામો લીધા વગર દરરોજ પ્રયાણ કરતા કરતા દીર્ઘરાજાની નજીક પહોંચ્યા, ત્યારે દીર્ઘરાજાએ કટક વગેરે રાજાએ ઉપર દત મોકલાવીને કહેવરાવ્યું કે, “દીધાજા તમારા ઉપર અતિશય ગુસ્સે થયા છે. કારણ કે, આ બ્રહ્મદત્તને તમે સવેએ વડે બનાવ્યું છે. આમ કરવામાં તમારા સર્વનું કલ્યાણ નથી. કારણ કે, જે પ્રલયકાળના પવનથી ઉછાળા મારતા સમુદ્ર-જળના તરંગ સરખા વિપુલ સેજવાળે દીર્ઘ રાજા પિતાનું લશ્કર ચારે બાજુ પાથરશે, તે તમો પછી છૂટી શકવાના નથી, હજુ પણ સમજીને પાછા ફરશે, તો તમારે આ અપરાધ માફ કરવામાં આવશે. સત્પરુષે વિનયવાળા મનુષ્ય ઉપર ક્રોધ કરતા નથી, એટલે ભયંકર ભકુટીની રચના કરીને અતિ રુદ્ર રોષ બતાવતા તેઓએ તને તિરરકાર કર્યો. અને પિત પંચાલ દેશના સીમાડે જેવા પહોંચ્યા એટલે દીર્ઘ શાજાએ ઘણા શત્રુ–સેન્યના ભયથી નગરનું રક્ષણ કરવા માટે લશ્કર ગોઠવી સજજ કર્યું, તથા કિલાને યંત્ર-સાધને ગોઠવીને સુરક્ષિત કર્યું. અનેક નરેન્દ્ર રાજાઓ સહિત તે બ્રહ્મદત્ત પણ પાછળ પાછળ ચાલતો આવી પહોંચ્યા અને ભયંકર ભય ઉત્પન્ન થાય તેમ ચારે બાજુથી કાંપિલ્યપુરને ઘેરી લીધું. તલભાગમાં રહેલા અને કિલા પર રહેલા એવા બંને પક્ષના સુભટો પરસ્પર એક-બીજા ઉપર હથિયારોના પ્રહારોની પરંપરા કરતા હતા. જે સંખ્યામાં અતિઘોર ગુંજારવ કરતા એક પછી તરત જ બીજા એમ લગાતાર પત્થરનો વરસાદ વરસતે હતા. જેમાં નિયપણે કરેલા પ્રહારથી નાસી જતા, યુદ્ધ-વાજિંત્રના શબ્દથી કાયર બનેલા અને ભય પામેલા એવા બંને પક્ષેાના ભયંકર કુતૂહળ કરાવનાર, કેટલાકને હાસ્ય કરાવનાર, કેટલાકને અતિરોષ કરાવનાર યુદ્ધો જામ્યાં. દીર્ઘરાજાના સુભટો હતાશ થયા અને હવે પોતાના જીવનને બીજો ઉપાય ન મેળવનાર તે આગળ આવીને (૪૭૫) નગરના દરવાજાના બંને કમાડ ખેલીને એકદમ નગરમાંથી નીકળીને પુષ્કળ સિન્ય સહિત અતિશય પુરુષાર્થને અવલંબીને ભાલા સાથે ભાલા, બાણ સામે બાણ તવાર સાથે તરવારનું એમ સામસામે બંને બળોનું ક્ષણવાર યુદ્ધ થયું, તેમાં ઘણા ઘાયલ થયા. હાથીઓ ભૂમિ પર ઢળી પડયાં. ત્યારપછી ક્ષણવારમાં પિતાનું સૈન્ય નાશ પામતું દેખી ધીઠાઈથી દીર્ઘરાજા બ્રહ્મદર તરફ દોડયા. બરછી, ભાલા, બાણ વગેરે શસ્ત્રોથી બ્રહ્મહત્ત અને દીર્વાજાનું દેવ-મનુષ્યને આશ્ચર્ય કરનાર મોટું યુદ્ધ પ્રવર્યું. તે સમયે નવીન સૂર્ય મંડલ સરખું તેજસ્વી, તીક્ષણ અગધાદાર, અતિ ભયંકર, શત્રુ પક્ષના બળને ક્ષય કરનાર, હજાર યક્ષ દેવતાઓથી અધિષ્ઠિત એવું ચક્રરત્ન બ્રહ્મદત્તના હસ્તતલમાં આવી પહોંચ્યું. તરત જ ચક્રને દીર્ઘરાજા ઉપર ફેંકયું, જેથી તેનું મસ્તક છેદાઈ ગયું. ગંધ, વિદ્યાસિદ્ધો, બેચરો, મનુષ્યએ પુષ્પવૃષ્ટિ "Aho Shrutgyanam'
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy