SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મદર ચકીની કથા ( ૭ ) કહેવા લાગી કે, “હે મહાનુભાવ! મારો વૃત્તાન્ત તે ઘણે લાંબે છે. પ્રથમ તમે કહે કે, “આપ કોણ છો ? પંચાલ દેશના સવામી બ્રારા જાને બ્રહ્મદત્ત નામનો હું પુત્ર છું. હે મુંદરાંગી ! એવું કાર્ય આવી પડવાથી હું અરણ્યમાં આવેલું છું.” તેને પ્રત્યુત્તર સાંભળતા જ નેત્રપુટ જેનાં હર્ષાશ્રુથી પૂરાએલાં છે, અને રોમાંચિત બની વદન-કમલ નમણું કરીને એકદમ રુદન કરવા લાગી. કારુણ્યના સમુદ્ર સરખા કુમારે તેનું (૨૦૦) વદન-કમળ ઉંચું કરીને દેખ્યું અને કહ્યું કે, હે સુંદરી! કરુણ સ્વરથી તું રુદન ન કર. આ રુદન કરવાનું જે કંઈ પણ યથાર્થ કારણ હોય, તે કહે.” નેત્રાશ લુછી નાખીને તે કહેવા લાગી કે, “હે કુમાર ! તમારી માતા ચલણ રાણીના ભાઈ પુષ્પચૂલ રાજાની હું પુત્રી છું, તમને જ હું અપાએલી છું. વિવાહ-દિવસની રાહ જોતી કેટલાક દિવસે પસાર થયા. ઘરના બગીચામાં વાવડીના કિનારે વિવિધ પ્રકારની ક્રીડા કરતી હતી, ત્યારે કોઈ અધમ વિદ્યારે મને અહિં આણી. સગાસંબંધી અને બંધુના વિરહાગ્નિથી મળતા હદયવાળી હું જેટલામાં રહેતી હતી, તેટલામાં અણધાર્યા જેમ સુવર્ણ-વૃષ્ટિ થાય, તેમ ઓચિંતા મારા પુદય-ગે. કયાંયથી પણ તમારું આગમન થયું અને જીવિતની આશા પ્રાપ્ત થઈ. ફરી કુમારે પૂછ્યું છે, તે મારો શત્રુ કયાં છે? જેથી તેના બળની પરીક્ષા કરૂં. ત્યારપછી તે કન્યાએ કહ્યું કે-તે વિદ્યારે મને ભણવા માત્રથી સિદ્ધ થાય તેવી શંકરી નામની વિદ્યા આપેલી છે. તારા પરિવારમાં, કે સખીઓનાં કાર્ય કરશે અને શત્રુઓથી રક્ષણ કરશે, મારા વૃત્તાન્ત પણ તે કહેશે. હંમેશા તમારે તેનું સ્મરણ કરવું. તે વિદ્યાધરનું નામ નાટ્યમ્મર ભુવનમાં પ્રસિદ્ધ થએલું છે. મારું પુણ્ય કંઈક વિશેષ હોવાથી મારું તેજ ન રહી શકવાથી વિદ્યાસિદ્ધિ માટે મને અહિં મૂકીને બહેનને આ હકીકત જણાવવા માટે, તેમ જ વિદ્યા સાધવા માટે વાંસના ઝુંડમાં અત્યારે તેણે પ્રવેશ કર્યો છે. આજે તેની વિદ્યા સિદ્ધ થશે, એટલે તે મારી સાથે લગ્ન કરશે.” ત્યારે કુમારે કહ્યું કે, “તેને તો મેં આજે હણી નાખે છે.” હર્ષથી હશે શ્વાસ લેતી તે બોલવા લાગી કે, “બહુ સારું બહુ સારું કર્યું કારણ કે, તેવા દુષ્ટ ચેષ્ટાવાળાઓનું મરવું સુંદર ગણાય છે.” સનેહની સરિતા સરખી તે કન્યા સાથે ગાંધર્વ-વિવાહથી લગ્ન કર્યા. તેની સાથે કેટલોક સમય પસાર કર્યો, એટલામાં શ્રવણને અતિમધુર અમૃત સમાન લાગે તે સુંદર ઉલ્લાસ પમાડતે, દિવ્યમહિલાએને શબ્દ સંભળાયો, એટલે તેને કુમારે પૂછયું કે, “આ શબ્દ શાને સંભળાય છે?” હે આર્યપુત્ર! તમારા શત્રુ નાન્મત્ત વિદ્યાધરની ખંડ અને વિશાખા નામની આ બે બહેને અત્યંત રૂપશાલિની છે. ભાઈના વિવાહ-નિમિત્ત લગ્નની સામગ્રી, લઈને અહિં આવે છે; તે હાલ તો આ સ્થાનેથી કયાંય ચાલ્યા જાવ તમારા વિષયમાં તેમને અનુરાગ કે છે ? તે જાણીને હું આ મહેલ ઉપરની અવાજા ચલાવીશ. જે અનુરાગ હશે, તે લાલ અને નહિં હશે, તે સફેદ વજા લહેરાવીશ.” ૧૩ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy