SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મદત્ત ચક્રોની કથા [ ૫ ) એક તાપને દેખે છે, તેને દેખવા માત્રથી હવે કુમારને જીવિતની આશા ઉત્પન્ન થઈ. પગમાં પ્રણામ કર્યા પછી કુમારે તે તાપસને પૂછયું કે, “હે ભગવંત! આપનો આશ્રમ કયાં છે?” ત્યારે પ્રેમ સહિત તેને તે તાપસ કુલપતિ પાસે લઈ ગયો. એટલે કુલપતિએ આદર-સહિત બેલા અને પૂછયું કે, “આ અરણ્ય ઘણા વિતવાળું છે, લોકોની તદ્દન અવરજવર વગરનું, હાથી અને અને બીજા પ્રાણીઓ જેમાં અનેક ત્રાસ આપનારા છે, તે હે મહાભાગ્યશાળી! આવા અશ્વિમાં તું કેવી રીતે આવ્યું ?” આ કુલપતિ ઘણા માયાળુ છે એમ જાણે પોતાના ઘરની જેમ ત્યાં રોકાયે. કુમારે પોતાને સર્વ વૃત્તાન્ત કુલપતિને જણાવ્યો. ઉત્પન્ન થએલા અતિશય પ્રેમથી પરવશ બનેલા કુલપતિએ કહ્યું કે, “તારા પિતા બ્રહ્મરાજાને હું નાનો બંધુ હતે, માટે હે વત્સ! આ આશ્રમ તારો પિતાનો માની નિર્ભયપણે અહિં રહે. શેકને ત્યાગ કર. સંસારનાં ચરિત્રે આવાં જ દુઃખદાયક અને વિચિત્ર હોય છે. હે વત્સ ! પિતાને પતિ સારાકુલને આગળ ચાલનાર મર્યાદાવાળે છે–એમ જાણીને લક્ષમી તથા મૃગાક્ષી મહિલા નીચ કે વધારે નીચ હોય, તેને અનુસરનારી થાય છે. શ્રી કહેતા લક્ષમી કેવી છે ? સમુદ્રમાં ઉત્પન્ન થએલી, જેને પ્રભાવ સર્વત્ર પથાએલ છે, વિનયન (મહાદેવના મસ્તક પર વસનાર ચંદ્રની જે બહેન છે, વિષ્ણુની જે પત્ની છે. કમલ તુના આસન પર રહેનારી હોવા છતાં લક્ષમી ચપલ સ્વભાવવાળી સ્ત્રીની માફક ખલપુરુષને આલિંગન કરે છે.” આપત્તિમાં ધીરજ રાખવી, આબાદીમાં ક્ષમા, સભામાં બોલવાની ચતુરાઈ, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવામાં અનુરાગ, શ્રુતજ્ઞાન મેળવવા માટે લેભ વ્યસન હોય, આ સર્વ ગુણે મહાત્માપુરુષને સ્વભાવથી જ સિદ્ધ થએલા હોય છે.” ૧૭૦ કુલપતિના અભિપ્રાયને જાણીને કુમાર ત્યાં નિશ્ચિતપણે પોતાના ઘરની જેમ રહેવા લાગ્યા, પરંતુ વરધનું મિત્રનું સ્મરણ ભૂલી શકાતું નથી. પૂર્વે જેમણે અભ્યાસ કર્યો છે, એવી અનુદાદિક સમગ્ર કળાએ. કુલપતિએ સુંદર રીતે કુમારને શીખવી. કોઈક વખતે તાપસ કંદ-ફળ, જળ વગેરે શોધવા-લેવા જતા હતા, ત્યારે કુલપતિએ તેને રોકયે, છતાં પણ કુતૂહળથી ચપળ થએલા ચિત્તવાળે તાપસેની પાછળ પાછળ ગયો. તે અરણ્યના સીમાડે મનહર વનને અવલોકન કરતા હતા, ત્યારે અંજન પર્વત સરખો ઉચે મોટો હાથી દે. વિષયવંતને જેમ ઉંચા શિખર, મોટા દાંત, અતિપ્રગટ તળેટી, વિશાળ વાંસ હોય, તેમ આ હાથીને શ્રેષ્ઠ ગંડસ્થળ, મોટાં દંકૂશળ, અતિપ્રગટ પગ અને વિશાળ સૂઢ હતી. તે જાણે જગમ વિધ્યપર્વત હોય, તે હાથી કુમારના દેખવામાં આવ્યું. (૭૫). સામાં આવતા કુમારને દેખી કંઈક રોષવાની ઉતાવળી ગતિ કરતે તેની સન્મુખ ચાલ્યો, એટલે જાણે પ્રત્યક્ષ ભયંકર યમરાજા હોય તેવો જણાવા લાગ્યો. કૌતુક "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy