SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મદત્ત ચીની કથા [ 8 ] ચુલણીએ આ વાતને સ્વીકાર કર્યો. “ધિકાર થાઓ આવા સ્ત્રીચરિત્રોને.' ખરેખર ચુલની પુત્રનું ભક્ષણ કરનારી સપિ હોય એમ શંકા કરું છું, કે જે ગૂઢ મંત્ર ગ્રહણ કરીને પુત્રને બલિ આપીને દીર્ઘની સબત-શામાં પ્રવેશ કરે છે. આ કઈ દુષ્ટ મનોરથ કરનાર કોઈ દીર્ઘ કાગ ક્યાંઈકથી આવ્યો છે. તેને માટે પિતાને જ ચકી પુત્ર મારી નંખાય છે. આવી કથાથી રાવ્યું. તેઓએ તે પુત્ર માટે કંઈક રાજાની પુત્રી વિવાહ માટે નક્કી કરી, તેમ જ વિવાહને લાયક સર્વ સામગ્રી તૈયાર કરી, ૧૦૮ સ્તંભવાળું અતિગુપ્ત પ્રવેશ અને નિગમ દ્વારવાળું લાક્ષાત્રર તેઓને વાસ કરવા માટે તૈયાર કરાવ્યું. (૧૫) રાજય-કાર્યને સંભાળતા એવા ધનુમંત્રીએ આ હકીકત જાણી અને દીર્ઘ રાજાને કહ્યું કે– “આ મારા પુત્ર પૂષ યૌવન વય પામે છે, રાજ્ય-કાર્યને સંભાળી શકે તે છે. મારી હવે વનમાં જવાની વય થયેલી છે, તે આપ હવે મને રજા આપે જેથી હું ત્યાં જાઉં. દીર્ધજાએ કપટથી કહ્યું કે, “હે પ્રધાન ! આ નગરમાં રહીને દાનાદિક પરલોકની ક્રિયા કરો.” એ વાત સ્વીકારીને નગરના સીમાડામાં હેલી ગંગા નદીના કાંઠા ઉપર ધનુએ એક શ્રેષ્ઠ મોટી દાનશાળા-પરવડી કરાવી, પરિવ્રાજક તથા ભિક્ષુઓ તેમ જ જુદા જુદા દેશના મુસાફરોને ભદ્રગજેન્દ્રની જેમ દાન આપવાની પ્રવૃત્તિ કરવા લાગ્યો. પિતાના ખાત્રીવાળા પુરુષોને દાન-સન્માન આપી વિશ્વાસમાં લઈ ચાર ગાઉ લાંબી લાક્ષાઘર સુધીની સરંગ બનાવી. આ સર્વ કાર્યવાહી ચાલતી હતી, તે સમયે વિવાહ કરેલી રાજકન્યા પરિવાર સહિત કાંપિયનગરીમાં જયાં દવજા-પતાકા ફરકી રહેલી છે, ત્યાં લગ્ન માટે આવી પહોંચી. પાણિગ્રહણ-વિધિ પતિ ગયે, ત્યારપછી રાત્રે વાસ કરવા માટે વધતુ સાથે વહુ સહિત કુમાર લાક્ષાગૃહમાં પ્રવેશ કર્યો, રાત્રીના બે પહેર પસાર થયા પછી ભવનને આગ લગાડી. તે સમયે અતિ ભયંકર ચારે બાજુ કોલાહલ ઉછળે. સમુદ્રના ખળભળવા ચરખે કલાહલ સાંભળીને કુમારે વર તુને પૂછ્યું કે, “આમ ઓચિંતુ કેમ તેફાન સંભળાય છે?” હે કુમાર! તારું અપમંગલ કરવા માટે આ વિવાહનું કૌભાંડ રચાએલું છે. આ રાજકન્યા નથી, પરંતુ તેના સખી બીજી કોઈ કન્યા છે.” એટલે મંદનેહવાળા કુમાર પૂછવા લાગ્યો કે, “હવે અહિં શું કરવું?’ તે વરતુએ કહ્યું કે, “આ જગો પર પગની પાનીથી પ્રહાર કર.” ત્યાં પગ ઠોકયા, ત્યાંથી સુરંગદ્વારથી બંને નીકળી ગંગાના કિનારા પરની દાનશાળામાં પહોંચી ગયા. ધનું મંત્રીએ આગળથી જ ઉત્તમ જાતિના બે અશ્વો તૈયાર રાખેલા હતા. તરત -જ તેના ઉપર આરૂઢ થઈને બંને પચાસ એજન દૂર નીકળી ગયા. અતિ લાંબા માર્ગના થાકથી થાકી ગએલા અશ્વો એકદમ ભૂમિ પર પટકાઈ પડ્યા. એટલે બંને પગપાળા કરતા કરતા એક ગામે પહોંચ્યા. તે ગામનું નામ કે-ગોષ્ઠક હતું. ત્યાં કુમારે વરધનુને કહ્યું કે, “મને સખત ભૂખ લાગી છે, તથા ખૂબ થાકી ગો છું.” તેથી "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy