SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) પ્રા. ઉપદેશમાલાનો ગૂજરનુવાદ વિસ્તાર પામતી પ્રવર્તનારી હોય, તેમ સજજનની મત્રી નદી જેવી હોય છે. ધનવાની ભેજનવૃત્તિએ રિનગ્ધ અને મધુર હોય છે, વચમાં વિવિધ પ્રકારની, અંતમાં લુખી હોય તેમ દુર્જનની મૈત્રી શરૂઆતમાં નેહવાળી અને મીઠાશવાળી હય, વચલા કાળમાં જુદા જુદા વિચિત્ર પ્રકારની હોય અને છેલ્લે લુખી-ફસામણ કરનારી હેય છે.” (૧૦) ત્યાર પછી બ્રહ્મરાજાએ પરાકના માર્ગે પ્રયાણ કર્યું. કપ્રસિદ્ધ એવાં મૃતકકાર્યો નીપટાવ્યા પછી, ત્યાં દીર્ઘ રાજાને શકાયંની વ્યવસ્થા સાચવવાનું સેપીને, કટક વગેરે બીજા ત્રણ રાજાઓ પોતપોતાના રાજયમાં પહોંચ્યા. હવે દીર્ઘ રાજા અને ચુલની બંને રાજ્યકાર્યની વ્યવસ્થા માટે ભેગાં થાય, ત્યારે શીલરૂપી બગીચાને બાળવામાં ચતુર અગ્નિ અને મદન વૃદ્ધિ પામ્યા. ચિત્તની ચંચળતાના કારણે કુળની મલિનતાને કરાણે મૂકીને તથા લોકોની લજજા દૂરથી ત્યાગ કરીને ચુલની પાપી દીર્ઘરાજામ કામાનુરાગવાળી બની. દીપશિખા માફક પુત્રનેહરૂપ વાટનો નાશ કરનારી સદા પોતાના સાથી કાર્યમાં લાગેલી ચલણી વખત આવે ત્યારે બાળવામાં શું બાકી રાખે? સર્પ સરખા કુટિલ ગતિવાળા, વિશ્વનું સ્થાન, કામક્રીડાના વિલાસવાળે ભેગવંશની મલિનતા કરનાર ૬. ચિત્તવાળે દીર્ઘરાજા ભય આપનારો હોય છે. ચલણના શીલ-ભંગને સમગ્ર વૃત્તાન્ત થતુ પ્રધાનના જાણવામાં આજે, એટલે વિચાર્યું કે “કુમાર માટે આ હકીકત કુશળ ન ગણાય.” એટલે મંત્રીએ પિતાના વરધનુપુત્રને જણાવ્યું કે, “હે પુત્ર! તારે કુમારની સંભાળ અપ્રમત્તપ બરાબર કરવી, તેની શરીર-રક્ષા તાર કરવી. કારણ કે, તેની માતા હાલ તેના હિતવાળી નથી. સમય મળે ત્યારે તારે તેની માતાનું સર્વચરિત્ર જણાવવું, જેથી કોઈ બાનાથી આ કુમાર ઠગાય નહિં. કાલક્રમ કરી કુમાર સુંદર યૌવનારંભ વય પામે. કિધ અને અહંકાર યુક્ત તેણે માતાનું ચરિત્ર જાગ્યું. માતાને જણાવવા માટે કાયa અને કાગડાને બંનેને લઈ જઈને કેપ સહિત કહે છે કે, “હે માતાજી! હું આમને મારી નાખીશ. મારા રાજયમાં જે બીજે કઈ પણ કાર્ય કરવા તૈયાર થશે, તે સર્વને નિયપણે હું શિક્ષા કરીશ.” આ પ્રમાણે અસમાન પશુ-પક્ષીઓનાં યુગલને અનેક વખત શિક્ષા કરતા અને સંભળાવતા બ્રહ્મદનકુમારને જાણીને દીર્ઘરાજા ચલણીને કહેવા લાગ્યું કે – “જે આ તારો પુત્ર આ પ્રમાણે બાલે છે, તે પરિણામે સુખકારી નથી.” ત્યારે ચુલીએ કહ્યું કે, “બાલભાવથી અણસમજથી બોલે છે. એના બાલવા ઉપર મહાન ન આપવું. ત્યારે દીઘે કહ્યું કે, “હે ભોળી ! નક્કી હવે આ યોવન વય પર આરૂઢ થએલો છે, આ મારા અને તારા મરણ માટે થશે. આ વાત ફેરફાર ન માનીશ. તો હવે કોઈના લયમાં ન આવે તે ઉપાય કરીને પુત્રને મારી નાખ, હે સુંદરી ! હું તને સ્વાધીન છું, પછી પુત્રની કશી કમીના નહિં રહેશે.' તિરાગમાં પરવશ બનેલી આ લેક અને પરલોકકાર્યથી બહા૨ ૧ખડતા ચિત્તવાળી "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy