SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ]. પ્રા. ઉપદેશમાલાનો ગુજરાનવાદ નુકશાન, શત્રુ કોણ છે? સહાયકો કોણ છે ? મિત્ર કેવા છે? કપાય કરે છે? અહિં ફળ કેટલું મળશે, મારી ભાગ્ય-સંપત્તિ કેવી છે? આપત્તિનું પરિણામ શું ? મારી ધારણા ઉલટી પડે, તે પછીથી મારું શું થાય? આ પ્રમાણે કાર્ય-સિદ્ધિ સફળ કરવા માટે સાવધાની રાખનાર મનુષ્ય બીજાને હાસ્ય પાત્ર બનતો નથી.” શત્રુને પરાભવ કરાવી શકે તેવી પ્રકરણવિદ્યા તે વિદ્યાધર કુમારને આપી, આઠ પ્રિયા સાથે રાત્રે વાસગૃહમાં તે સુઈ ગયા. (૬૦) પ્રાતઃકાળે જાગે, ત્યારે પર્વ તમાં મહાગહન એવી કાંકરાવાળી ભૂમિમાં પિતાને પડેલ છે. વિચારવા લાગ્યો કે, “શું આ પણ ઈન્દ્રજાળ હશે? મારી આઠ પ્રિયાએ કયાં ગઈ? મારી બાજુમાં ફેક્કાર શબ્દ કરતી શીયાળે દેખાય છે. કોઈ વેરી દેવતાનું આ વિલસિત જણાય છે. તેણે જ ભયંકર ભય ઉત્પન્ન કરી મારું અપહરણ કર્યું છે અને વેરથી મારૂ છલ જોયા કરે છે. ત્યારપછી નિઃશંક-નિર્ભયપણે પર્વતના શિખર ઉપર લટાર મારે છે, તે શિખર પર એક ઉજજવલ મહેલ દેખ્યો, એટલે વળી આ પણ ઈન્દ્રજાળ હશે? એમ માનવા લાગે. એટલામાં ધવલમહેલ ઉપર કરુણ શબ્દથી રુદન કરતી એક ૨મણ સંભળાઈ. સાતમાં તલ૫ર પહો , તે તેને પ્રલાપ વધારે સાંભળવામાં આવ્યો, શું સાંભળ્યું? “હે કુરુકુલરૂપી આકાશને શોભાવનાર ચંદ્ર સરખા સનસ્કુમાર! જે આ ભવમાં મારા નાથ ન થયા, તે હવે બીજા ભવમાં તે જરૂર થજે.' પછી પ્રગટ થયો અને આચન આપ્યું, એટલે તેણે આ પ્રમાણે પૂછ્યું કે, “હે સુંદરાંગી! તું કોણ છે? અને કયા કુમારની અભિલાષા કરે છે? આવી દશા કેમ પામી? તેણે કહ્યું, “હે પુરૂષ ! સૂર્ય સરખા તમારા દર્શન થવાથી બીડાએલ મારું મનકમળ વિકસિત થાય છે, તેમાં કયું કારણ છે, તે કહો. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના અરિમન રાજાની હું સુનંદા નામની પુત્રી છું, તમારા ગુણે સાંભળવાથી તમને પતિ કરવાની મને મહા આશા હતી. માત-પિતાએ પણ જળદાન પૂર્વક તે કુરુ કુમારને જ મને આપેલી છે, પરંતુ મારા વિવાહ થવા પહેલાં જ વાવેગ નામના ખેચરે મારું અપહરણ કર્યું. અહિં શિખરી પર્વતના શિખર સરખા ક્ષામાં ઉંચા વિકલા મહેલમાં મને રાખેલી છે. રાત-દિવસ શોકમાં મારા દિવસે પસાર થાય છે. એટલામાં પેલે ખેચર ત્યાં આવી પહોંચ્યું અને તે પ્રમાણે રહેલા કુમારને દેખ્યો. એકદમ તીવ્ર કેપ ચડાવીને આકાશમંડલમાં ઉડ્યો. હાહા૨વના મુખર શબ્દો પિકારતી તે કન્યા તરત પર ઉપર ઢળી પડી અને વિલાપ કરવા લાગી કે, આ સપુરુષને નાશ કરનારી હું કેમ બની? અનેક પ્રકારના નિષ્ફર મુષ્ટિ પ્રહારથી તે ખેચરને હણીને અક્ષત કાયાવાળા કુમાર સુનંદા આગળ આવ્યા. નિરાશ થએલી કુમારીને આશ્વાસન આપીને સનસ્કુમારે બનેલ વૃત્તાન્ત કહ્યો. ત્યારપછી ગાંધર્વવિવાહ વિધિથી સુનંદાકુમારી સાથે લગ્ન કર્યા. (૭૫) સુનંદાનું રૂપ કેવું છે? શ્રેષ્ઠ દેશપાશવાળી, કમલપત્ર સરખું લાંબુ વદન શરદ "Aho Shrutyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy