SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, અગ્યારમે ઉલ્લાસ. અર્થાત વૈદ્યશાસ્ત્રમાં જેનું જેટલું પ્રમાણ કહ્યું છે તે તેટલાજ પ્રમાણમાં હોય, તથા જેનાં ઇંદ્રિય અને મન સુપ્રસન્ન હોય, તે પુરૂષ સ્વરથે (સા) કહેવાય છે. (૧૧) स्वस्थः पद्मासनासीनः, संयमैकधुरंधरः॥ क्रोधादिभिरनाकान्तः, शीतोष्णाद्यैरनिर्जितः ॥ १२ ॥ भोगेभ्यो विरतः काम-मात्मदेहेपि निःस्पृहः ॥ भूपतौ दुर्गते वापि, सममानसवासनः ॥१३॥ समीरण इवाबद्धः, सानुमानिव निश्चलः ॥ इन्दुवजगदानन्दी, शिशुवत्सरलाशयः ॥ १४ ॥ सर्वक्रियासु निर्लेपः, स्वस्मिन्नात्मावबोधकृत् ॥ जगदप्यात्मवजानन् , कुर्वन्नात्ममयं मनः ॥१५॥ मुक्तिमार्गस्तो नित्यं, संसाराच विरक्तिभाक् ॥ गीयते धर्मतत्त्वज्ञै-(मान् ध्यानक्रियोचितः॥ १६ ॥ અર્થ –ધર્મ તત્ત્વના જાણ પુરૂષો ઉપર કહ્યા પ્રમાણે સ્વસ્થ, પદ્માસન વાળીને બેઠેલે, ઈદ્રિયોને વશ રાખવામાં નિપુણ, ક્રોધ વિગેરે કષાયોને વશ ન થએલો, શીત,ઉષ્ણ પ્રમુખ પરીષહથી ન જિતાયેલે, વિષય ભોગથી વૈરાગ્ય પામેલે, પતાના દેહ ઉપર પણ બિલકુલ ઈચ્છા ન રાખનારો, રાજાને તથા રંકને સરખી દષ્ટિથી જોનારો, પવનની પેઠે કોઈ ઠેકાણે પ્રતિબંધ ન રાખનારો, પર્વતની પેઠે નિશ્ચલ, ચંદ્રમાની પેઠે જગતને આનંદ ઉપજાવનારો, બાળકની પેઠે સરલ સ્વભાવને, સર્વે ક્રિયાઓમાં નિર્લેપ રહેનાર, પિતાને વિષે પિતાને જાણનારે, જગતને આત્મતુલ્ય જાણનાર, મનને આત્માકાર કરનારો, મોક્ષમાર્ગને વિષે - સક્ત થએલે તથા સંસારથી વૈરાગ્ય પામેલે એવા બુદ્ધિશાળી પુરૂષને ધ્યાનક્રિયા કરવા યોગ્ય કહે છે. (૧૨) (૧૨) (૧૪) (૧૫) (૧૬) विश्वं पश्यति शुद्धात्मा , यद्यप्युन्मत्तसंनिभम् ॥ तथापि वचनैरो, मर्यादां नैव लवयेत् ॥ १७॥ અર્થ--ધ્યાનમાં તલ્લીન થએલો શુદ્ધ જીવ જે પણ જગતને ઘેલા માફક જાણે છે, તો પણ તે ગંભીર હોવાથી વચનવડે મર્યાદાનો ભંગ ન કરે. (૧૭) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy