SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. युगमात्रान्तरन्यस्त-दृष्टिः पश्यन्पदं पदम् ॥ रक्षार्थ स्वशरीरस्य, जन्तूनां च सदा व्रजेत् ॥३५६ ॥ અર્થ–માણસ માર્ગે ચાલતાં પોતાના શરીરની તથા પારકા જીવોની રક્ષાને અર્થે સદાકાળ ગાડાના ધસરા જેટલી આગળ દૃષ્ટિ રાખીને પગે પગે જોતો છતો ચાલે. (૩૫૬) शालूररासभोष्ट्राणां, वर्जनीया गतिः सदा ॥ गजहंसवृषाणां तु, सा प्रकामं प्रशस्यते ॥३५७॥ અર્થ–દેડકે, ગધેડું અને ઉંટ એમની ચાલ પ્રમાણે ચાલવું. ગજ, હંસ તથા બળદ એમની ચાલ પ્રમાણે ચાલવું ઘણું પ્રશસ્ત છે. (૩૭) कार्याय चलितः स्थाना-दहन्नाडीपदं पुरः॥ कुर्वन् वाञ्छितसिद्धीनां , जायते भाजनं नरः॥२५८॥ અર્થ-માણસ, કોઈ કામ અર્થે પિતાના સ્થાનકથી જવું હોય ત્યારે જે બાજાની નાડી વહેતી હોય તે બાજાને પગ આગળ મૂકે તો વાંછિત ફલની સિદ્ધિ પામે. (૩૫૮) एकाकिना न गन्तव्यं, कस्याप्येकाकिनो गृहे ।। नैवोपरिपथेनापि, विशेकस्यापि वेश्मनि ॥३५९ ॥ અર્થ --એકલા માણસને ઘરે એકલાએ ન જવું. તથા કોઇના પણ ઘરમાં ઉપર ચઢીને ન જવું. (૩૫૮) रोगिवृद्धदिजान्धानां, धेनुपूज्यक्षमाभुजाम् ॥ गर्भिणीभारभुनानां, दत्त्वा मार्ग व्रजेद्बुधः ॥३६०॥ . અર્થ-ડાહ્યા માણસે રેગી, વૃદ્ધ, બ્રાહ્મણ, આંધળા, ગાય, પૂજ્ય પુરૂષ, રાજા, ગર્ભિણી સ્ત્રી અને માથે ભાર હોવાથી નમેલા એટલા લોકોને પ્રથમ માર્ગ દઈને પછી પોતે જવું. (૩૬૦) धान्यं पक्कमपकं च, पूजार्ह मन्त्रमण्डलम् ॥ न त्यक्तोदर्तनं लध्यं, स्नानाम्भोऽसृक्शवानि च ॥३६१॥ અ–ડાહ્યા પુરૂષે કાચું અથવા પાધાન્ય, પૂજવા યોગ્ય મંત્રમંડલ નાંખી "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy