SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ विवेकविलासेऽष्टम उल्लास:। જે પિત પિતાના વિષયનું જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષમાં સમાય છે. જેમ ધુમાડા ઉપરથી અગ્નિની કલ્પના કરે છે, તેમ કોઈ હેતુ ઉપરથી કલ્પના કરવી તે અનુમાન કહેવાય છે. ૧ પૂર્વ અનુમાન, ૨ શેષ અનુમાન અને સામાન્ય અનુમાન એવા અનુમાનના ત્રણ પ્રકાર છે. ૧ વસાદ અનુકૂળ વરસે ત્યારે “ભાવિકાળે પાક સારો થશે” એવી કલ્પના કરવી તે પૂર્વે અનુમાન. ૨ નદીનું પૂર જે તે ઉપરથી વર્માદ થયાની કલ્પના કરવી તે શેષ અનુમાન. ૩ રવિનો અસ્ત (આથમવું) જોઇ તે ઉપરથી સૂર્યની ગતિની કલ્પના કરવી એ સામાન્ય અનુમાન. સાદૃશ્યથી (સરખામણી) સાધ્ય વસ્તુ સિદ્ધ કરવી તે ઉપમિતિ કહેવાય છે. જેમ બળદ અને રોઝ બન્નેના સારનાદિક અવયવ સરખા હેવાથી બળદ સર રોઝ કહેવાય છે, તે ઉપમિતિ જાણવી. આમ (રાગદ્વેષરહિત) પુરુષનું જે વચન તે આગમ (શબ્દ) કહેવાય છે. આમ પુરૂષ તે તે મતવાદીના જુદા જુદા છે. શબ્દાર્થનું જ્ઞાન બરોબર ન થતું હોય તો તે બરાબર થવાને અર્થે જે પ્રમાણે લેવાય છે, તે અર્થપત્તિ કહેવાય છે. જેમ “ભણનારો બાળક દિવસે ભોજન કરતો નથી, તોપણ પુષ્ટ છે. એ વાક્યને બરે બર અર્થ થવાને અર્થે જે રાત્રિએ ભજન કરે છે. એવી કલ્પના કરાય છે તે અર્થપત્તિ હોય. આ પાંચે પ્રમાણેથી જે વસ્તુ સિદ્ધ ન થતી હોય તે અભાવ (અનુપલબ્ધિ, પ્રમાણથી સિદ્ધ કરાય છે. (જેમ ઓરડામાં ઘટ નથી. કારણ કે, જણાતો નથી.) એ અભાવ પ્રમાણ જાણવું. (૩૦૫) (૩૦૬ ) (૩૦૭) (૩૦૮) (૩૦૯) स्थापितं वादिभिः स्वं स्वं, मतं तत्त्वप्रमाणतः॥ तत्त्वं सत्परमार्थेन, प्रमाणं तत्त्वसाधकम् ॥ ३१०॥ અર્થ ––વાદીઓએ તત્વના પ્રમાણથી પોતપોતાના મનનું આ રીતે સ્થાપન કર્યું છે. પરમાર્થથી જે સત્ય તે તત્ત્વ અને તત્ત્વનું છે સાધક તે પ્રમાણ કહેવાય છે. (૩૧૦ ) सन्तु शास्त्राणि सर्वाणि सरहस्यानि दूरतः॥ एकमप्यक्षरं सम्यक्, शिक्षितं निष्फलं नहि ॥ ३११ ॥ અર્થ: ---- સર્વ શાસ્ત્રો તથા તેનાં રહસ્યો દૂર રહો. એક અક્ષર પણ સમ્યક્ પ્રકારે શીખ્યું હોય, તો તે પણ નિષ્ફળ જાય નહીં. (૧૧) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy