________________
તિલકમંજરી કથાનો
અતિ સંક્ષિપ્ત ભા વા ર્થક
Kી
-
છે
. જો રફ
લેખક –પંન્યાસ શ્રી સુશીલવિજયજી ગયું.
[ કમશ:-] રાજ મેઘવાહને તે રાજમંદિરમાં વિધિસર દિવસ પસાર કર્યો અને સાંજે અંતઃપુરમાં જઈ રાણું મદિરાવતી સાથે પ્રેમપૂર્વક વાત વિનોદ કરી, ભોજન લઈ નિદ્રાવશ થયો. પાછલી રાતે રાજા મેઘવાહને સ્વપ્રમાં એક ઐરાવણ હાથીને જોયો. એ હાથી આકાશમાંથી ઊતરી રૂપાના પવૅત પર બેઠો અને શુડના અગ્રભાગથી રાણી મદિરાવતીના સ્તનનું પાન કરવા લાગ્યો. સ્વપ્રનું દ્રશ્ય જોઈ રાજા ઝબકીને જાગી ગયો અને વહેલી ઊઠેલી રાણું મદિરાવતી પાસે જઈ હર્ષ ભેર સ્વઝમાં જોયેલી હકીકત જણાવી. રાણુ તે એકાગ્રતાથી સાંભળતાં ખૂબ આનંદિત થઈ. કેટલાક દિવસો જતાં રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના પૂર્ણ થતાં શુભદિવસે, શુભલ, ઉચ્ચસ્થાનમાં જ્યારે શુભ ગ્રહો હતા અને ઊર્ધ્વમુખી હોરા હતી ત્યારે અત્યંત મનોહર એવા એક દેદીપ્યમાન પુત્રને જન્મ આપ્યો.
રાજાએ સારી રીતે પુત્રને જન્મોત્સવ ઉજવ્યો. સ્વમાની અને પોતાના નામની સ્મૃતિ તાજી રાખવા માટે પુત્રનું નામ “હરિવહન’ પાડવામાં આવ્યું. ઐરાવણ હાથીનું નામ હરિવહન છે, તેમાંને “હરિ’ શબ્દ અને પોતાના મેઘવાહન નામમાંથી “વાહન” શબ્દ જોડીને હરિવહન નામ રાખવામાં આવ્યું.
પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતે પુત્ર બીજના ચંદ્રમાની જેમ પ્રતિદિન વધવા લાગ્યો. પાંચ વર્ષ પૂર્ણ થતાં છ વર્ષની શરૂઆતમાં રાજમહેલમાં તૈયાર કરાયેલા વિદ્યાલયમાં તેને ભણવા મૂક્યો.
કુમાર પૂર્વ ભવના સંસ્કાર યોગે થોડા સમયમાં જ વિવિધ શાસ્ત્રને શીખ્યો અને ચિત્રકર્મ, ધનુર્વિદ્યા તથા વીણાવાદનાદિ કળામાં કુશળ થયો. લગભગ ચૌદે વિદ્યાનો એ પારંગત થયો.
રાજા મેઘવાહનને કુમારને યુવરાજ પદે અભિષેક કરવાનો મનોરથ જાગ્યો. આથી કુમારને સહાય કરે તેવા અને સૌથી મળતા આવે એવા રાજકુંવરની શોધ માટે અનેક સ્થળે શાણા માનવીઓને મોકલ્યા.
કુમાર સળવર્ષનો થયો ત્યારે રાજાએ પોતાની પાસે બોલાવી લીધો, અને તેને રહેવા માટે નગરની બહાર એક કુમારભવન નામે મનહર મહેલ કરાવી આપો.
એક દિવસે સવારે રાજા પરિવાર સાથે રાજસભામાં બેઠો. એ જ સમયે ચિત્રકનત્રિલતા નામની પ્રતીહારીએ આવીને પ્રણામ કરી કહ્યું કે–સ્વામિન! દક્ષિણદેશમાંથી હમણાંજ આવેલા દક્ષિણદાધિપતિ વજાયુધન પ્રીતિપાત્ર વિજયવેગ નામે પ્રધાન પુરુષ આપના દર્શનકાજે આવીને બહાર દરવાજા આગળ ઊભા છે. તે શી આજ્ઞા છે ?' આલાણવીંટીનું સ્મરણ કરતાં રાજાએ કહ્યું “અંદર આવવા દે.”
રાજઆજ્ઞાને માથે ચડાવી પ્રતીહારી બહાર ગઈ અને સઘળા વૃત્તાંતથી વાકેફ થયેલા વિજયવેગે રાજસભામાં પ્રવેશ કર્યો અને પ્રેમપૂર્વક પ્રણામ કરી યોગ્ય આસને બેઠો.