SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના કેટલાક પ્રાંતમાં ધમધ રાજબળની વટાળ પ્રવૃત્તિથી ધમપરિવર્તનના કારણે કુળપરંપરાનો વ્યવસાયવાળે શિલ્પી વર્ગ નષ્ટ થયે. એવા લેકે શિપના આજીવિકાના અભાવે અન્ય વ્યવસાયમાં પડી ગયેલા છે. કેટલાક હજુ મુસલમાન સલાટ તરીકે જીવે છે. તેઓ મૂળ ભારતીય શિકપીઓ છે. કરછ પ્રદેશમાં સેમરા શિલ્પીઓને “ગઈધર” કહે છે તે ગજબનું અપભ્રંશ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત આદિ પશ્ચિમ ભારતના જૂના લેખો શિલ્પશાસ્ત્રને સૂત્રધારથી ઓળખવેલ છે. સૂત્રધારનો અપભ્રંશ “ઠાટ” શબ્દથી શિભીિઓ પરસ્પર સંબધના. અંગ્રેજી રાજ્ય શાસનમાં કારીગરોના સમુહના ઉપરીને મીસરી શબ્દથી સંબોધે છે. તે શિલ્પીઓ માટે એગ્ય સાધન નથી. “શિલાવટનું અપષશ સલાટ જેને ઉત્તર ભારતમાં શિલાટ કહે છે. દ્રવિડ-મય સ્થપતિની એક શાખા અમેરિકાના મેકસીકોના પ્રદેશમાં જઈ વસેલ. હાલ પણ તેઓ માયા નામથી પૃથક જાતિ તરીકે ઓળખાય છે. તેના રીતરિવાજો-ધર્મ જુદા છે. તેઓ અમેરિકામાં ઈજનેરી કળામાં કુશળમાં કુશળ આ જાતિ ગણાય છે. મયશાસ્ત્રના ત્રીજા અધ્યાયમાં શિલ્પીની મહત્તા ઘણી કહી છે - शिल्पिमाता शिलापुत्रो दासत्व सब पूजका । मातामह पिता शिल्पि पुत्रांश्च सर्व देवताः ॥६॥ शिरिषपूजा शिलापूजा शिस्पिदुखे न दुखित । शिल्पिनो कलित देव शिल्यि ब्रह्ममय जगत् ।।७।। धेनुर्गजतुरङ्गाश्च ग्रामक्षेत्राणि छत्रयुत् । शिल्पिनो मनः संतुष्टं देव संतुष्टरेव च ॥८॥ शिल्पि नमस्कया पूर्व पक्षात ब्राह्मणो राजा ॥ પ્રતિમાના શિલા પુત્ર રૂપ શિલ્પીરૂપ માતાથી જન્મ ધારણ કરે છે. અને તેના પૂજનાર દાસ છે. સર્વ દેવ પુત્રરૂપ છે. અને શિલ્પી મ તા. અને પિતા રૂપ છે. શિલાવું અને શિપીનું પૂજન કરવું. શિલ્પીના દુખે દુઃખી થવું. શિલ્પીને દેવરૂપ કઃપવા. શિપી એ બ્રામય જગતમાં છે. તેને બાયો, હાથી, ઘેાડી, ગામ, ખેતર, છત્ર, ચામર આદિ ભેટ કરવા. શિલ્પીનું મને સંતુષ્ટ કરવાથી દેવ સંતુષ્ટ થાય છે. પ્રતિમા પછી સર્વ પ્રથમ શિલ્પીને નમસ્કાર કરી પછી બ્રાહ્મણ આશા ન ર જાને નમસ્કાર કરવા.
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy