SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા અધ્યાયમાં મૂર્તિ અને સિંહાસનનું માપ, ગભારાનું માપ, દેવેની દષ્ટિ, દેનાં પદસ્થાન, ઉશંગાદિ ગેને ક્રમ, રેખાવિચાર, શિખર, આમલસાર, કલા, શુકનાર કોણીમંડપ આદિનું વિધાન, સુવર્ણપુરુષ અને તેનું સ્થાન, ધ્વજાદંડનું માન અને તેનું સ્થાન આદિનું વર્ણન છે. દેવદષ્ટિ સ્થાન: રોની દષ્ટિ વિષયમાં શિપીઓમાં મતભેદ ચાલે છે. તેમાં કેટલાક શિલ્પીઓ શાસ્ત્રમાં કહેલા ભાગમાં દષ્ટિ રાખતા નથી, પણ કહેલે ભાગ અને તેની ઉપરનો ભાગ એ બને ભાગની સંધિમાં આંખની કીકી રહે તે પ્રમાણે દષ્ટિ રાખે છે, જેથી તેમને હિસાબે એક ભાગમાં દૃષ્ટિ રાખવાનો મેળ આવતું નથી, તેથી શાસ્ત્રના હિસાબે દષ્ટિ સ્થાન ન હોવાથી તે પ્રામાણિક મનાય નહિ. દષ્ટિ વિષયમાં અપરાજિતપુચ્છા’ સૂત્ર ૧૩૭ માં લખે છે કે–ઉંબર અને ઓતરંગની મધ્યમાં હારના ચેસઠ ભાગ કરવા; તેમાંના એક, ત્રણ, પાંચ આદિ બત્રીશ વિષમ ભાગોમાં દેવોની દષ્ટિ રાખવી એ શભ છે અને બે, ચાર, છ આદિ બત્રીશ સમભાગમાં કઈ પણ દેવની દૃષ્ટિ રાખવી નહિ. આ પ્રમાણે હોવા છતાં અને શિપીવણ એવું જાણતા હોવા છતાં પણ જે શિષી બે ભાગની મધ્યમાં દેવોની દ્રષ્ટિ રાખે છે તે તેમના હઠાગ્રહ સિવાય બીજું શું કહેવાય ? | કઈ શિલ્પી આ દૃષ્ટિ બાબતમાં શંકા કરે છે કે– વિવેકવિલાસ” ના પ્રથમ સર્ગના બ્લેક ૧૫૮ માં “ટાન્નમમ ઘણા વિધી' દ્વારશાખાના આઠ ભાગ કરવાનું લખે છે. જેથી ઉંબરે ગાળવામાં આવે ત્યારે દૃષ્ટિનું માપ શાખાની માને ગણવું જોઈએ. આ શંકા વ્યાજબી ગણાય. * વિવેકવિલાસ' માં ઉંબરાને ગાળવાનું કહ્યું નથી પણું “અપરાજિતપૃચ્છા” આદિ ગ્રંથોમાં ઉંબરાને કારણસર ગાળવાનું લખે છે. છતાં ઉંબરાને ઉપરથી એરંગના પેટા ભાગ સુધીના મધ્ય ભાગમાં દખ્રિસ્થાનના ભાગો કરવાનું લખે છે. જે તેમને ગાળેલા ઉંબરા ઉપરથી માપ લેવું ન હોત તો તેઓ બીજો મત પણ લખત. પણ તેમ ન કરતાં એક જ મત બતાવે છે, તેથી ઉંબા ગાળ હેય ત્યારે પણ ઉંબરાના ઉપરથી જ માપ લેવું જોઈએ એ વાસ્તવિક ગણાય. દેવના પદરસ્થાન સંબંધમાં શાસ્ત્રીય મતમતાંતર ચાલે છે, પણું દરેકનો સારાંશ એ કે દીવાલથી પ્રતિમાને દૂર રાખવી, દીવાલને અડાડીને કોઈ પણ દેવની પ્રતિમા રથાપન કરવી નહિ. આ વિષયમાં આ મંથકાર મતમતાંતરને છેડીને ગભારાને ઉપરના પાટથી આગળના ભાગમાં દેવાને સ્થાપન કરવાનું લખે છે તે વાસ્તવિક ગણાય છે. રેખા : શિપીઓ રેખા સંબંધી જ્ઞાન માટે વિસ્મરણશીલ થઈ ગયા જણાય છે. શિખરની ઊંચાઈના લણનો નિશ્ચય કરવા માટે સૂતરની દોરી વડે જે કમળની પાંખડી જેવી પાયાથી અંધ સુધી લીટીઓ કરવામાં આવે છે તેને રૂખા” કહેવામાં આવે છે. રેખાએથી શિખર નિર્દોષ બની જાય છે. આ ખાઓને શાસ્ત્રકાર “ચન્દ્રકલા ખા” કહે છે. તે બસ ને છપ્પન પ્રકારે બનાવી શકાય છે, જેમકે પ્રશમ ત્રિખંડતો એક ખંડ માનવામાં આવે છે. પછી એક એક અઢાર ખંડ સુધી ધારવામાં આવે છે. રથી કલ સોળ ખંડ થાય છે. તે પ્રત્યેક ખંડને ચારના ભેદ વડે સેળ સાળ ફળરેખા ઉત્પન્ન થાય છે, એટલે ૧૬ x ૧૬ = ૨૫૬ રેખાઓ થાય છે. તે પાયાથી અંધ સુધી, આમલસાર સુધી અથવા લિશ સુધી એમ ત્રણ પ્રકારે દોરવામાં આવે છે. : પ્રત્યેક ખંડમાં ચાર ચાર રેખાઓ વધારીને કરવામાં આવે છે. જેમકે પ્રથમ ત્રિખંડમાં ૮, ૮; બીજા ચતુ:ખંડમાં. ૧૨, ૧૨; ત્રીજા પખંડમાં ૧૬, ૧૬. એ પ્રમાણે. અનુક્રમે ચાર ચાર રેખાઓ
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy