SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ આધારે હેય એમ લાગે છે. “દીપાધમાં બે ત્રણ પ્રાચીન દેવાલયના બ્લોકે આટ પેપર ઉં છપાયેલ છે. તેને તેના અનુવાદક પીઠ અને છજા વગરનાં બતાવે છે પણ સમજપૂર્વક જોતાં તે * અને છજા વગરના પ્રાસાદ બનતા નથી, અને જે બનાવવામાં આવે તે ઉદય થતું નથી કેાઈ દે લયમાં છજાનો નિર્ગમન હોવાથી જેનારને છજા વગરનું જણાય છે ત્યાં પણ જાન વિભાગ જે ઉંબરે : કારનો ઉંબરે ભડેવરના કુંભાની ઊંચાઈ બરાબર ચો રાખવાનું શાસ્ત્રકાર લખે છે, તે કદાચ ઉંબરાની ઊંચાઈ અધિક માલમ પડે અને જવા આવવામાં અડચણ જેવું જણાય છે ? ગાળવામાં ( ઓછો કરવામાં) આવે છે. તે સંબંધે શિલ્પીઓમાં મતભેદ જણાય છે. કોઈ કહે છે ઉંબર ગાળવામાં આવે તે તેની સાથે સ્તંભની કુંભીઓ પણ ઉંબરા બરોબર ગાળવી, અને કે ઉંબરાને ગાળે છે, પણ તેની સાથે સ્તંભની કુંબીઓ ગાળતા નથી. શાસ્ત્રમાં સ્તંભની કંબીઓ મડવર ભાના ઉદય જેટલી રાખવાનું કહ્યું છે, તે પ્રમાણે રાખે છે. ' આ બાબતમાં ઉંબરાની સાથે સ્તe મુંબીઓ ગાળવાનું જે શિલ્પીઓ માને છે, તે પ્રામાણિક હેય તેમ જણાતું નથી. કારણ અપરાજિ પૃચ્છા” સૂત્ર ૧૨૯ શ્લેક ૯ માં તે કુંભીઓથી ઉંબરાને નીચે ઉતારવાનું સાફ લખે છે, તે કુંભ નીચે કેવી રીતે ઊતરે? તેમજ “ ક્ષીરાવ” માં સ્પષ્ટ લખે છે કે–વારે દસે (ને) મીસ્તો a pયંત મહૂ ! કદાચ ઉંબરે પ્રમાણથી ઓછું કરવામાં આવે તે પણ સ્તંભ અને તેની કુભાઈ પહેલાંના માપ પ્રમાણે રાખવી, નીચે ઉતારવી નહિ. આથી સ્પષ્ટ જણાય છે કે જે શિલ્પીઓ ઉંબર: સાથે કુંભીઓને પણ નીચે ઉતારે છે તે પ્રામાણિક નથી. કઈ શિલ્પી કહે છે કે, “ક્ષીરાવવ” માં તો “aiધારે જ નિશ્વાર ઉ ત્ત ર એ પાડે છે તે બરાબર છે, પણ આ સામાન્ય નિયમ બતાવેલ છે. પરંતુ જ્યારે ઉંબરે ગાળવો હું ત્યારે વિશેષ પાક તરીકે લીરાવકારે “ઉંદુબરે હત' ઈત્યાદિ પૂર્વવત પાટ આપેલ છે એ યથાર્થ જણાય સામાન્ય નિયમથી વિશેષ નિયમ બલવાન હોવાને કારણે ઉંબરાની સાથે કુંભીઓ ગાળવી નહિ. દ્વારશાખા : કારશાખાની બાબતમાં પણ શિલ્પીઓમાં મતભેદ જણાય છે. સ્તંભશાખાની બંને તરફ પણીઓ કરવામાં આવે છે તેને “શિપરત્નાકર'ના સંપાદક શાખા માનતા નથી, જુઓ “શિ૫રત્નાકર તતીય રત્નમાં હારશાખાના ત્રિ, પંચ, સપ્ત અને નવશાખાના નકશાઓ અને તેની સાથે સંબંધવ પ્રાચીન દેવાલયના ધારશાખાના બ્લેકો આપેલા છે તેથી જણાઈ આવે છે, અને જ્ઞાનપ્રકાશ દીપણું ના સંપાદક શાખા માને છે. જુઓ દીપાવન પૃષ્ઠ નં. ૮૧ માં દ્વારશાખાનો નકશે છે તેમાં સ્નેહ બતે તરકની ખણીઓને શાખા ગણીને ત્રિશાખા દ્વારને પંચશાખા દ્વાર લખે છે. તેમજ પૃષ્ઠ નં. ૩ અને ૩૬૦ ની વચમાં દ્વારશાખાને જે બ્લેક આપેલ છે તે બ્લેક 'શિલ્પરત્નાકર’ને હોવાથી વર ત્રિશાખા દ્વાર છાપેલ છે, અને નીચે તેના ખંડનરૂપે પંચશાખા દ્વાર લખે છે. આથી સ્પષ્ટ જહ આવે છે કે સ્તંભશાખાની ખૂશીઓને દીપાર્ણવના સંપાદક શાખા માને છે, તેથી તેમના મતે પ્રાર નવ શાખાવાળું બાર બે રૂપસ્તંભ હોવાથી તેર શાખાવાળું દ્વાર થઈ જાય છે તે શાસ્ત્રીય નથી. શાસ્ત્રકાર તંભશાખાની બન્ને તરફ ખૂણીઓ કરવાનું સ્પષ્ટ લખે છે પણ તેને શાખા મા નથી, અર્થાત પૂણીઓવાળા સ્તંભને એક જ સ્તંભશાખા માને છે. તેથી સ્તંભની બન્ને તરફની ખૂ તે શાખા માનનાર શિલ્પીઓને મત અશાસ્ત્રીય હોવાથી પ્રામાણિક માની શકાય નહિ.
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy