SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानप्रकाश दोपार्णव-उत्तरार्ध कर्णच 'कर्मचत्वारि, प्रतिकणे क्रमत्रयम् । उपरथे द्वयं ज्ञेथे, कणिकायाम् क्रमद्वयम्, ॥१०॥ विंशतिरुरुः शंगाणि प्रत्यगानि च षोडश । कणे च केसरी दद्यात् नंदन नदशालिकम् ॥ ११ ॥ प्रथम कमनंदीशमूवें तिलकशोभितम् । कमलभूषणनामायं ऋषभजिनवल्लभः ॥ १२ ॥ પ્રાસાદના સમરસ ક્ષેત્રના બત્રીસ ભાગ કરવા. તેમાં ત્રણ ભાગની રેખા (કે), ત્રણ ભાગનો પટો (પ્રતિરથ), ત્રણ ભાગને ઉપરથ અને અર્ધ ભદ્ર ચાર (૧) કર્મ એટલે શગને સમૂહવાચક શબ્દ છે. પાંચ શૃંગનું કેસરી, નવ ઇંગનું સર્વતે ભદ્ર, ૧૩ શંગનું નંદન, ૧૭ શુગનું નંદશાલિક, ૨૧ ઇંગનું નંદીશ, અને ૨૫ શંગ અંડકનું મંદર કે મંદિર કર્મ જાણવું. કેશરાદિ પ્રાસાદમાં તે સ્વરૂપ આપેલાં છે. તે પ્રમાણે રેખા આદિ ઉપાંગાએ ચડાવવાં, જે તે સ્પષ્ટ કહ્યાં હોય તે તે ક્રમે ચડાવવાં. નહિતર ૫-૯-૧૩-૧૦-૨૧ના ક્રમે જેટલાં કહ્યાં હોય તેટલાં શૃંગનાં કર્મ ચડાવવાં. (૨) જામ એટલે પાંચ, નવ, તેર કે સત્તર ગનાં અનુક્રમે કર્મ ચડાવવા તે કમ. આ કમ અને દમના ભેદે શિલ્પી સમુદાયે સમજવા જેવા છે. કેટલાક વિદ્વાને કમને કેમ માને છે. મારી પાસેના શિલ્પગ્રંથસંગ્રહની અઢીસો-ત્રણસો વર્ષની જૂની પ્રતોમાં કાર્બ અમે ન એમ બેઉ ભેદ આપેલા છે. આ સાથે એટલું કહેવું જરૂરી છે કે શિખરના ભેદોમાં શ્રીવસ કહ્યું હોય ત્યાં એક શગની શિખરી સમજવું. શ્રીવસ એ ગનો પર્યાય શબ્દ છે. કર્મ એટલે પાંચ, નવ, તેર એમ શૃંગ સમૂહ જાણવો. તિલક, ફૂટ એ ગ=અંડકની ગણતરીમાં લેવામાં આવતા નથી. કહેલા ક્રમ પ્રમાણે ઈંગ ચડાવવા, પરંતુ જ્યાં તે સ્પષ્ટ કર્યું ન હોય ત્યાં રેખાયે ૧૭-૧૩-૯-૫ એમ ઉત્તરેઉત્તર કર્મ ચડાવવા. પરંતુ પ્રતિરથ કે રથ ઉપર કયા કામે ચડાવવા તે વિચારવા યોગ્ય છે. કેટલાક શિલ્પીઓ રેખાને કમે અન્ય ઉપગે પર ચડાવે છે, કેટલાક શિપીઓ રેખાયે જે પ્રથમ કર્મ ચડાવેલ હેય તેનાથી ચાર અંક છાનું કર્મ અનુક્રમે ચડાવે છે. આ પ્રથા વિશેષ માન્ય છે. જ્યાં રેખા=કણું અને બીજા ઉપાંગે પર ચડાવવાના કર્મની સ્પષ્ટતા કરી હોય ત્યાં તે તેમ જ કરવું પડે છે. વળી કેટલાક વિદ્વાન શિલ્પીઓ એમ માને છે કે જ્યાં સરખા માપના ઉપાંગે છે ત્યાં બધે સરખા જ ક્રમથી કર્મ ચડાવવા જોઈએ. આમ બેઉ રીત પ્રમાણે શંગ ચડાવવામાં શિખરની અંડસંખ્યા ઓછાવતી થાય છે. પરંતુ તે અશામાય હેવાનું કહી ન શકાય. શિખર પ્રકરણમાં (૧) સમદલ (૨) ભાગવા અને (૩) હસ્તાંગુલ પ્રમાણમાં ઉપાંગે હૈય છે. તેના પર શિખરના અંડકો ચડાવવામાં બુદ્ધિથી કામ લેવું પડે છે. સમદલ ઉપગ હોય તે શિખર ચડાવવાની સુલભતા ઘણું રહે છે. પરંતુ ભાગવામાં તેથી એ છી; પરંતુ હસ્તાંગુલ ઉપાંગવાળા શિખરમાં તો ખરેખર બુદ્ધિમાન સિપીની કસોટી થાય છે. શાસ્ત્રાણાને બાધક ન હોય તેવી કેટલીક છૂટ લેવી પડે છે અને તે જ શિખર સુંદર થાય છે.
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy