SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપ્રકાશ દીપાર્ણવ-ઉત્તરાર્ધ પુરવાચન પ્રાપીન કાળમાં વિવિધ પ્રકારના થતા પ્રાસાદની રચનાને ઉલેખ પ્રાચીન ગ્રંથોમાં મળે છે. વિ. સં. ૪૭૭માં શ્રી ધનેશ્વરસૂરિએ વલભીપુરમાં રચેલા શત્રુજય માહાસ્ય નામના ગ્રંથમાં પ્ર સાદ ૨ચન ના વન પરથીને તેની ઝાંખી થાય છે. આવા પ્રાસાદેની દ૯૫ના પણ ધમાં હવે (પલબ્ધ નથી. હમણાં વૃક્ષાર્ગવ ગ્રંથમાં મહાપ્રાસાદની રચના, મંડપના પ્રકારો વગેરે અદ્દભુત સાહિત્ય મળ્યું છે. આવા મહાપ્રાસાદે ભ્રમવાળા, ચારે તરફ બને. ત્રાગ ત્રણ મંડપવાળા થતા અગિયારમી બારમી સદીમાં રુદ્રમહાલય અને રાજકાસાદ સિદ્ધપુરમાં હતા. રાજપ્રાસાદનું હાલ નામ-નિશાન પણ જોવા મળતું નથી. તે પંદરમી સદીમાં ઉભા હ. તેની રચના પરથી રાણકપુરનો ધરણવિહાર પ્રાસાદ એ શેઠના સ્વપ્નદર્શનના વર્ણન પરથી દીપક શિષીએ બાંધેલો તેના પુરાવાઓ ગ્રંથમાંથી મળે છે. દક્ષિણ હિંદમાં મોટા વિશાળ વિસ્તારના પ્રાસાદો થયા છે, પણ ત્યાંના રાજ્યકુળાપાંડ અને ચૌલાદિ વંશે પ્રાપ્ત થયેલ ધનસંપત્તિ દેવાની જ છે તેવું માનતા હતા. આથી જ આવા વિસ્તારવાળા પ્રાસાદે થયા. જ્યારે ઉત્તર હિંદના આવા પ્રાસાદેને વિધર્મીઓના આકમણને લીધે નાશ થયો છે. નીચેના વર્ણન પરથી આપણને તેની વિશાળતાને ખ્યાલ આવે છે. શત્રુંજય માહાભ્યના સમાં પાંચમાં પ્રાચીન સ્થાપત્યની રચનાનું વર્ણન નીચે પ્રમાણે છે : શત્રુંજય પર ઇદ્રની સૂચનાથી રમણીય પ્રાસાદ બાંધવા માટે ભરત ચક્રવર્તીએ વકી રત્નને આજ્ઞા કરી કે “વિનીતા નગરીના ચૈત્ય જેવું એક ચિત્ય ચે. બાહુબલીએ તક્ષશિલાપુરી વસાવી ત્યાં ચોરાશી મંડપથી મંડિત એવો પ્રાસાદ કરાવ્યું છે, તેવો અહીં જિનપ્રાસાદ કરાવ.” ભરત ચક્રવતીના પુત્ર સોમયશાએ બનાવેલા ચૈત્ય પ્રમાણે એક ચૈત્ય કરવાને વર્ધકી રત્નને આજ્ઞા કરી. દિવ્ય શકિતવાળા વર્ધક સ્થપતિ=શિલ્પી) રત્ન સ્વપકાળમાં મણિરત્નવડે -વિજય” નામને પ્રાસાદ બાંધ્યા. તેની પૂર્વ દિશામાં ભુવનના વિસ્તારી છત્ર હોય તેવા સિંહનાદ વગેરે એકવીશ મંડપ રચ્યા. દક્ષિણ દિશામાં ભદ્રશાલ વગેરે, પશ્ચિમ દિશામાં મેઘનાદ મંડપ વગેરે અને ઉત્તર દિશામાં શ્રીવશાલ મંડપ આદિ ચારે બાજુ એકવીશ એકવીશ મંડપ રચ્યા. તેવા રાશી મંડપ કરેલા. તે પ્રાસાદ એક કોશ ઉચ, બે કોશ લાંબે, એક હજાર ધનુષ પહેબે હતે. મણિય તરણે, લાખો ગેખ, રત્નમય વેદિકા શેભી રહી હતી. મધ્યમાં પ્રભુની ચતુર્મુખ રત્નમય મૂર્તિ પધરાવી હતી, બીજી પણ મૂર્તિઓ હતી. ચક્રવતી - ભરતે પ્રભુ સામે હાથ જોડેના પિતાની મૂર્તિ શિલ્પી પાસે તૈયાર કરાવી હતી.
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy