SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંત અમૃત સામાન્યનો આવિર્ભાવ કર. પછી પરમાર્થથી જોવામાં આવે તો શેયાકાર જ્ઞાનમાં કે સામાન્ય જ્ઞાનમાં એક આત્મા જ જણાય છે ઈ આ. જરા બોલનું સ્પષ્ટીકરણ એટલા માટે કરું છું કે મને ન જણાવ, મને ન જણાય, મને ન જણાય એમ નહિ, ઈ તો જણાયા વગર રહેશે જ નહિ. હું આને (પરને) જાણું છું એ લક્ષ છોડી દે ને હું આત્માને જાણું છું. જાણનાર જણાય છે તો જાણનાર જણાતા લોકાલોક તેમાં જણાય, પ્રતિબિંબને કાઢી શકાતું નથી ને તેનો પ્રતિભાસ કાઢી શકાતો નથી, કેમકે પ્રતિબિંબ ને પ્રતિભાસ તે જ્ઞાનની અવસ્થા છે. જ્ઞેયની અવસ્થા નથી. અને જ્ઞેય સાપેક્ષથી તે જ્ઞેયાકાર છે ને આત્મ સાપેક્ષથી જ્ઞાનાકાર છે. ઈ જ પર્યાયનું નામ. કેવળી ભગવાનને જ્ઞાનમાં લોકાલોક પ્રતિભાસે છે તેથી જ્ઞાન મેલું થાય છે ? જ્ઞાનમાં પરનું લક્ષ આવી જાય છે ? અથવા પ૨ જણાય છે ઈ બધા, તો એને દુઃખ આવી જાય છે ? નારકીનું દુઃખ નિગોદનું દુઃખ જ્ઞાનમાં પ્રતિભાસે છે. ઓલો સહન કરી ન શકે એવું દુઃખ અહીંયા (જ્ઞાનમાં) પ્રતિભાસે છે, તો પણ અહીંયા આનું રૂંવાડું ફરકે નહિ. શેયાકાર જ્ઞાન તો આપણું છે. ત્યાં તો લક્ષ જ નથી. લક્ષથી સુખ દુઃખની સિદ્ધિ છે. શેયાકાર જ્ઞાનથી સુખ દુઃખ નથી. સ્વનું લક્ષ કરે તો સુખી ને પરનું લક્ષ કરે તો દુ:ખી. શેયાકાર જ્ઞાન તો જ્ઞાન જ છે. અજ્ઞાનીનું લક્ષ દુઃખ ઉપર છે એટલે દુ:ખી થાય છે. કેવળી ભગવાનનું લક્ષ ઈનિગોદના દુઃખ ઉપર નથી. આત્મા ઉપર છે. હવે એ જ શ્રેણિક મહારાજાનું લક્ષ તો આત્મા ઉપર છે એટલે દુઃખી નથી. લક્ષ ક્યાં છે ? બસ. (એના ઉપર આધાર છે) પર ઉપર લક્ષ છે તો હું દુઃખી થઈ ગયો ને લક્ષ આત્મા ઉપર છે તો દુઃખ જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે, તો નિર્જરા થાય છે. એકત્વબુદ્ધિનું દુઃખ નથી. અસ્થિરતાનું દુઃખ છે એ ગૌણ છે, એ જ્ઞાનના શેયમાં જાય છે. નિગોદના જીવોને કેટલું દુઃખ ? એમ કહે છે કે નારકીના દુ:ખ કરતા પણ વધારે. એનું કારણ છે મેં ઘણાં વર્ષ પહેલાં વાંચેલું મને ઈ પોઈન્ટ ગમ્યો. કે જ્ઞાનનો જેને ઉઘાડ છે તે સમાધાન કરી શકે છે થોડું. પણ જેનું જ્ઞાન બિડાઈ ગયું છે તેને તો પારાવાર દુઃખ છે. જ્ઞાનનું બિડાઈ જવું ઈ દુઃખ છે. સ્વભાવ બિડાઈ ગયો ને, સંકોચ પામીને. ૪૨ શેયાકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે. હું પરને જાણતો નથી તેમાં શેયાકારનો ત્યાગ નથી. આ એટલા માટે ખુલાસો થોડોક કરુ છું. કોઈ કહે કે તમે પ૨ને જાણવાનો નિષેધ કરો છો તો એનો અર્થ કે જ્ઞેયાકાર જ્ઞાનનો તમે ત્યાગ કરો છો, પણ એમ નથી. શેયાકાર જ્ઞાનનું અમે ગ્રહણેય નથી કરતાં. અમે તો આત્માનું ગ્રહણ કર્યું છે, એમાં શેયાકારનું જ્ઞાન થાય છે ઈ જણાય છે, બસ. શેયાકાર જ્ઞાનનો ત્યાગેય ન કરાય ને ગ્રહણેય ન કરાય. બસ જેમ છે તેમ જાણે-કારણ કે લક્ષ તો જ્ઞાયક ઉપર છે ને. ગ્રહણ એકનું હોય અને જ્ઞાન અનંતનું હોય. લક્ષ એકનું ગ્રહણ કહો કે લક્ષ કહો એક જ છે. અટપટી વાત છે હોં. »
SR No.008403
Book TitleAnekanta Amrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2008
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Discourse
File Size863 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy