SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates અ. ૪ સૂત્ર ૩૩-૩૪-૩૫ ] [ ૨૯૩ ૩૨, વિજય આદિમાં ૩૩ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. સર્વાર્થસિદ્ધિના બધા દેવોને ૩૩ સાગરની જ સ્થિતિ હોય છે, તેથી ઓછી કોઈને હોતી નથી. , (૨) મૂળ સૂત્રમાં ‘અનુદિશ ' શબ્દ નથી પણ ‘વિ' શબ્દથી અનુદિશનું પણ ગ્રહણ થાય છે. ।। ૩૨।। સ્વર્ગોનું જઘન્ય આયુષ્ય अपरा पल्योपमधिकम् ।। ३३ ।। અર્થ:- સૌધર્મ અને ઐશાન સ્વર્ગમાં જઘન્ય આયુષ્ય એક પલ્યથી કંઈક અધિક છે. ટીકા સાગર અને પલ્યનું માપ ત્રીજા અધ્યાયના છઠ્ઠા સૂત્રની ટીકામાં આપ્યું છે, ત્યાં અઢાપલ્ય લખ્યું છે તે જ પલ્ય સમજવું. ।। ૩૩।। परतः परतः पूर्वा पूर्वाऽनंतरा ।। ३४ ।। અર્થ:- જે પહેલાં પહેલાંના યુગલોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે પછી પછીનાં યુગલોનું જઘન્ય આયુષ્ય છે. ટીકા સૌધર્મ અને ઐશાન સ્વર્ગનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરથી કંઈક અધિક છે; તેટલું જ સાનકુમાર અને માહેન્દ્રનું જઘન્ય આયુષ્ય છે. આ ક્રમ મુજબ આગળના દેવોનું જઘન્ય આયુષ્ય જાણી લેવું. સર્વાર્થસિદ્ધિમાં જઘન્ય આયુષ્ય હોતું નથી. ।। ૩૪।। નારકીઓનું જઘન્ય આયુષ્ય नारकाणां च द्वितियादिषु ।। ३५ ।। અર્થ:- બીજી વગેરે નરકના નારકીઓનું જઘન્ય આયુષ્ય પણ દેવોના જઘન્ય આયુષ્યની જેમ છે અર્થાત્ જે પહેલી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જ બીજી નરકનું જઘન્ય આયુષ્ય છે. આ પ્રમાણે આગળની નરકોમાં પણ જઘન્ય આયુષ્ય જાણી લેવું.।।૩૫।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy