SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૪ સૂત્ર ૨૦-૨૧ ] [ ૨૮૩ આભરણ હોય છે, તેથી તે માનથંભો દેવથી પૂજનિક છે. એ માનસ્થંભની નજીક જ આઠ યોજન પહોળું, આઠ યોજન લાંબું તથા ઊંચું ઉપપાદગૃહ છે. તે ઉપપાદગૃહમાં બે રત્નમય શય્યા હોય છે, તે ઇન્દ્રનું જન્મસ્થાન છે. આ ઉપપાદગૃહની નિકટમાં જ ઘણા શિખરવાળાં જિનમંદિરો છે. તેનું વિશેષ વર્ણન ત્રિલોકસારાદિ ગ્રંથમાંથી જાણવું. ૧૯ વૈમાનિક દેવોમાં ઉત્તરોત્તર અધિકતા स्थितिप्रभावसुखद्युतिलेश्याविशुद्धीन्द्रियावधिविषयतोऽधिका ।।२०।। અર્થ:- આયુસ્થિતિ, પ્રભાવ, સુખ, ધુતિ, વેશ્યાની વિશુદ્ધિ, ઇન્દ્રિયનો વિષય અને અવધિજ્ઞાનનો વિષય એ સર્વે ઉપર ઉપરનાં વિમાનોમાં (વૈમાનિક દેવોને ) અધિક છે. ટીકા સ્થિતિઃ- આયુકર્મના ઉદયથી જે ભાવમાં રહેવાનું થાય છે તે સ્થિતિ છે. પ્રભાવઃ- પરને ઉપકાર તથા નિગ્રહ કરવાની ભાવની શક્તિ પ્રભાવ છે. સુખ- શતાવેદનીયના ઉદયથી ઇન્દ્રિયના ઈષ્ટ વિષયોની સગવડ તે સુખ છે. અહીં સુખ નો અર્થ બહારના સંયોગોની સગવડ કરવો, નિશ્ચયસુખ (આત્મિક સુખ) અહીં ન સમજવું; નિશ્ચયસુખની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે; અહીં સમ્યગ્દષ્ટિના કે મિથ્યાષ્ટિના ભેદની અપેક્ષાએ કથન નથી પણ સામાન્ય કથન છે એમ સમજવું. ઘુતિ- શરીરની તથા વસ્ત્ર, આભૂષણ, બળની દીતિ તે યુતિ છે. લેશ્યાવિશુદ્ધિ- વેશ્યાની ઉજ્જવલતા તે વિશુદ્ધિ છે; અહીં ભાવલેશ્યા સમજવું. ઇન્દ્રિયવિષય- ઇન્દ્રિય દ્વારા (મતિજ્ઞાનથી) જાણવાયોગ્ય પથને ઇન્દ્રિયવિષય કહેવાય છે. અવધિવિષય- અવધિજ્ઞાનથી જાણવાયોગ્ય પદાર્થ તે અવધિવિષય છે. || ૨૦I વૈમાનિક દેવોમાં ઉત્તરોત્તર હીનતા गतिशरीरपरिग्रहाभिमानतो हीनाः ।। २१।। અર્થ- ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાનની અપેક્ષાએ ઉપર ઉપરના વૈમાનિક દેવો હીન હીન છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy