SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થસિદ્ધિઉપાય ] થતી નથી. [ તવપિ ] તોપણ [પરિણામવિશુદ્ધયે] પરિણામોની નિર્મળતા [હિંસાયતનનિવૃત્તિ: ] હિંસાના સ્થાનરૂપ પરિગ્રહાદિનો ત્યાગ [ાર્યા] કરવો ઉચિત છે. [ ૫૩ ' ટીકા:- ‘વજી પુત્ત: પરવસ્તુનિવધના સૂક્ષ્માગપિ હિંસા ન મવતિ' નિશ્ચયથી આત્માને ૫૨વસ્તુના કારણે નીપજતી એવી જરાપણ હિંસા નથી. માટે ભાવાર્થ:- પરિણામોની અશુદ્ધતા વિના ૫૨વસ્તુના નિમિત્તે અંશમાત્ર પણ હિંસાનો દોષ લાગતો નથી. નિશ્ચયથી તો એમ જ છે તોપણ પરિણામની શુદ્ધિ માટે ‘હિંસાયતનનિવૃત્તિ: હાર્યા’– હિંસાના સ્થાન જે પરિગ્રહાદિ તેનો ત્યાગ અવશ્ય કરવો. ભાવાર્થ:- જે પરિણામ થાય છે તે કોઈ વસ્તુનું આલંબન પામીને થાય છે. જો સુભટની માતાને સુભટ પુત્ર વિધમાન હોય તો તો એવા પરિણામ થાય કે ‘હું સુભટને મારું,' પણ જે વંધ્યા છે, જેને પુત્ર જ નથી તો એવા પરિણામ કેવી રીતે થાય કે હું વંધ્યાના પુત્રને હણું? માટે જો બાહ્ય પરિગ્રહાદિનું નિમિત્ત હોય તો તેનું અવલંબન પામીને કષાયરૂપ પરિણામ થાય. જો પરિગ્રહાદિકનો ત્યાગ કર્યો હોય તો નિમિત્ત વિના, અવલંબન વિના કેવી રીતે પરિણામ ઊપજે ? માટે પોતાના પરિણામોની શુદ્ધતા માટે બાહ્ય કારણરૂપ પરિગ્રહાદિક તેનો પણ ત્યાગ કરવો. ૪૯. આગળ એક પક્ષવાળાનો નિષેધ કરે છે: निश्चयमबुध्यमानो यो निश्चयतस्तमेव संश्रयते । नाशयति करणचरणं स बहिःकरणालसो बालः ।। ५० ।। અન્વયાર્થ:- [ય: ] જે જીવ [નિશ્વયં] યથાર્થ નિશ્ચય સ્વરૂપને [અવુષ્યમાન: ] જાણ્યા વિના [તમેવ ] તેને જ [નિશ્ચયત: ] નિશ્ચય શ્રદ્ધાથી [ સંશ્રયતે] અંગીકાર કરે છે. [સ] તે [વાત: ] મૂર્ખ [ વૃત્તિ:બાલસ: ] બાહ્ય ક્રિયામાં આળસુ છે અને [રળવળ] બાહ્યક્રિયારૂપ આચરણનો [ નાશયક્તિ ] નાશ કરે છે. ટીકા:- ‘ય: નિશ્વયં અનુષ્યમાન: નિશ્વયત: તમેવ સંશ્રયતે સ: વાત: રળવરખં નાશયતિ'– જે જીવ યથાર્થ નિશ્ચયના સ્વરૂપને તો જાણતા નથી, જાણ્યા વિના માત્ર નિશ્ચયના શ્રદ્ધાનથી અંતરંગને જ હિંસા જાણી અંગીકાર કરે છે તે અજ્ઞાની દયાના આચરણનો નાશ કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com ભાવાર્થ:- જે કોઈ કેવળ નિશ્ચયનો શ્રદ્ધાની થઈને એમ કહે છે કે અમે પરિગ્રહ રાખ્યો અથવા ભ્રષ્ટાચારરૂપ પ્રવર્તીએ તો શું થયું? અમારા પરિણામ સારા
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy