SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય અન્વયાર્થ:- [ હિંસીયા] હિંસાથી [ વિરમi ] વિરક્ત ન થવું [ હિંસા] તેનાથી હિંસા અને [ હિંસાપરિણમi] હિંસારૂપ પરિણમવું તેનાથી [બપિ ] પણ [ હિંસા ] હિંસા [ભવતિ] થાય છે. [તરમાત્] તેથી [પ્રમત્તયોને] પ્રમાદના યોગમાં [ નિત્ય] નિરંતર [ કાળવ્યપરોપ[ ] પ્રાણઘાતનો સદ્ભાવ છે. ટીકા- ‘હિંસાયા વિરમાં હિંસા પરિણમનું મવતિ હિંસ'- હિંસાના ત્યાગભાવનો અભાવ તે હિંસા છે અને હિંસારૂપ પરિણમવાથી પણ હિંસા થાય છે. ભાવાર્થ- પરજીવના ઘાતરૂપ જે હિંસા છે તે બે પ્રકારની છે. એક અવિરમણરૂપ અને એક પરિણમનરૂપ. ૧. અવિરમણરૂપ હિંસા:- જે વખતે જીવ પરજીવના ઘાતમાં તો પ્રવર્તતો નથી, બીજા જ કોઈ કામમાં પ્રવર્તે છે પણ હિંસાનો ત્યાગ કર્યો નથી. તેનું ઉદાહરણ – જેમ કોઈને હરિતકાયનો ત્યાગ નથી અને તે કોઈ વખતે હરિતકાયનું ભક્ષણ પણ કરતો નથી, તેમ જેને હિંસાનો ત્યાગ તો નથી અને તે કોઈ વખતે હિંસામાં પ્રવર્તતો પણ નથી પરંતુ અંતરંગમાં હિંસા કરવાના અસ્તિત્વભાવનો નાશ કર્યો નથી તેને અવિરમણરૂપ હિંસા કહીએ છીએ. ૨. પરિણમનરૂપ હિંસા:- વળી જે વખતે જીવ પરજીવના ઘાતમાં મનથી, વચનથી કે કાયથી પ્રવર્તે તેને પરિણમનરૂપ હિંસા કહીએ. આ બે ભેદ હિંસાના કહ્યા. તે બન્ને ભેદમાં પ્રમાદ સહિત યોગનું અસ્તિત્વ છે. ‘તમ્માસ્ત્રમત્તયોને નિત્ય કાવ્યપરોપણમ્'- તેથી પ્રમાદ સહિતના યોગમાં હંમેશા પરજીવની અપેક્ષાએ પણ પ્રાણઘાતનો સદ્દભાવ આવ્યો. એનો અભાવ તો ત્યારે જ થાય જ્યારે આ જીવ પરહિંસાનો ત્યાગ કરી પ્રમાદરૂપ ન પરિણમે ત્યાં સુધી હિંસાનો તો અભાવ કોઈપણ પ્રકારે થઈ શકે નહિ. ૪૮. પ્રશ્ન- જો પ્રમાદરૂપ પોતાના પરિણામોથી હિંસા ઊપજે છે તો બાહ્ય પરિગ્રહાદિનો ત્યાગ શા માટે કરાવવામાં આવે છે? તેનો ઉત્તર આગળ કહે છે: सूक्ष्मापि न खलु हिंसा परवस्तुनिबन्धना भवति पुंसः। हिंसायतननिवृत्ति: परिणामविशुद्धये तदपि कार्या।। ४९ ।। અવયાર્થઃ- [વ7] નિશ્ચયથી [j:] આત્માને [ પરવસ્તુનિવશ્વના] પરવસ્તુનું જેમાં કારણ છે એવી [ સૂક્ષ્મણિંસ ]િ સૂક્ષ્મ હિંસા પણ [ ન ભવતિ] Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy