SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪૮ એકસો બાવીસમું પર્વ પદ્મપુરાણ કહેવા લાગી કે હૈ મહારાજ! જો આ અર્થે આપનું હરણ કર્યું ન હોત તો આનંદવન જેવું વન અને માનસરોવર જેવું સરોવ૨ કેવી રીતે જોવા મળત? ત્યારે રાજાએ કહ્યું-હૈ રાણી ! હવે વનયાત્રા સફળ થઈ, કારણ કે તારા દર્શન થયા. આ પ્રમાણે દંપતી ૫૨સ્પ૨ પ્રીતિની વાતો કરી સખીઓ સહિત સરોવરના તીરે બેસી નાના પ્રકારની જળક્રીડા કરી બન્ને ભોજનની તૈયારી કરવા લાગ્યાં. તે સમયે શ્રી રામ મુનિરાજ વનચર્યા કરનાર આ તરફ આહાર માટે પધાર્યા. તેમને જોઈ સાધુની ક્રિયામાં પ્રવીણ રાજાને હર્ષથી રોમાંચ થયો. રાણી સહિત સન્મુખ જઈ નમસ્કાર કરી એવા શબ્દો કહ્યા-હે ભગવાન! અહીં પધારો, અન્નજળ પવિત્ર છે. પ્રાસુક જળથી રાજાએ મુનિના પગ ધોયા, નવધા ભક્તિથી સપ્તગુણ સહિત મુનિને પવિત્ર ખીરનો આહાર આપ્યો. સુવર્ણના પાત્રમાં લઈ મહાપાત્ર મુનિના કરપાત્રમાં પવિત્ર અન્ન ભોજન આપ્યું. નિરંતરાય આહાર થયો તેથી દેવોએ આનંદિત થઈ પંચાશ્ચર્ય પ્રગટ કર્યા અને પોતે અક્ષીણ મહાઋદ્ધિના ધારક હોવાથી તે દિવસે રસોઈનું અન્ન અખૂટ થઈ ગયું. પંચાશ્ચર્યના નામઃ-પંચવર્ણનાં રત્નોની વર્ષા તથા સુગંધી કલ્પવૃક્ષોની પુષ્પની વર્ષા, શીતળ મંદ સુગંધ પવન, દુંદુભિનાદ, જયજય શબ્દ, ધન્ય આ દાન, ધન્ય આ પાત્ર, ધન્ય આ વિધિ, ધન્ય આ દાતા. બહુ સારું થયું, સારું થયું, આનંદ પામો, વૃદ્ધિ પામો, ફૂળોળો-આ પ્રકારના શબ્દો આકાશમાં દેવો બોલવા લાગ્યા. હવે નવધા ભક્તિનાં નામ-મુનિને પડગાહન, ઊંચા સ્થાને બિરાજમાન કરવા, ચરણારવિંદનું પ્રક્ષાલન ચરણોદક માથે ચડાવવું, પૂજા કરવી, મન શુદ્ધ, વચન શુદ્ધ, કાય શુદ્ધ, આહાર શુદ્ધ, શ્રદ્ધા, શક્તિ, નિર્લોભતા, દયા, ક્ષમા, ઈર્ષ્યાનો અભાવ, હર્ષસહિત-આ દાતાનાં સાત ગુણ છે. રાજા પ્રતિનંદ મુનિદાનથી દેવો વડે પૂજાયો અને તેણે શ્રાવકનાં વ્રત લીધાં. જેનું સમ્યકત્વ નિર્મળ છે એવો તે પૃથ્વી પર પ્રસિદ્ધિ પામ્યો, તેનો ખૂબ મહિમા થયો. પંચાશ્ચર્યમાં જુદા જુદા પ્રકારનાં રત્નો અને સુવર્ણની વર્ષા થઈ, દશે દિશામાં ઉદ્યોત થયો, પૃથ્વીનું દારિદ્ર ગયું, રાજા રાણી સહિત વિનયભક્તિથી નમ્રીભૂત મહામુનિને વિધિપૂર્વક નિરંતરાય આહાર આપી પ્રબોધ પામ્યો. પોતાનો મનુષ્યજન્મ સફળ માનવા લાગ્યો. રામ મહામુનિ તપને અર્થે એકાંતમાં રહ્યા. બાર પ્રકારનાં તપ કરનારા તપઋદ્ધિથી અદ્વિતીય, પૃથ્વી પર અદ્વિતીય સૂર્ય વિહરતા હતા. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં રામમુનિના નિરંતરાય આહારદર્શનનું વર્ણન કરનાર એકસો એકવીસમું પર્વ પૂર્ણ થયું * * * એકસો બાવીસમું પર્વ (સીતાના જીવનું સ્વર્ગમાંથી આવી રામને મોહિત ક૨વા માટે ઉપસર્ગ ક૨વો અને રામને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થવી) પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે રાજન્ ! તે આત્મારામમુનિ બળદેવ સ્વામી, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy