SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો છમું પર્વ અશુભના ઉદયથી નરક તિર્યંચમાં ખૂબ દુ:ખ ભોગવ્યાં. પછી કાંઈક પાપકર્મના ઉપશમથી કુશધ્વજ નામના બ્રાહ્મણની સ્ત્રી સાવિત્રીનો પ્રભાસકુંદ નામનો પુત્ર થયો. તે દુર્લભ જૈનધર્મનો ઉપદેશ પામી વિચિત્રમુનિ પાસે મુનિ થયો. કામ, ક્રોધ, મદ, મત્સર હર્યા. આરંભરહિત થયો, નિર્વિકાર તપથી દયાવાન નિસ્પૃહી જિતેન્દ્રિય પક્ષ, માસોપવાસ કરતો, જ્યાં શૂન્ય વન હોય ત્યાં સૂર્યાસ્ત થતાં બેસી રહતો, મૂળગુણ, ઉત્તર ગુણોનો ધારક બાવીસ પરીષહ સહનાર, ગ્રીષ્મમાં ગિરિશિખર પર રહે, વર્ષામાં વૃક્ષો નીચે વસે અને શીતકાળમાં નદી-સરોવરના તટ ૫૨ નિવાસ કરે. આ પ્રમાણે ઉત્તમ ક્રિયા કરી શ્રી સમ્મેદશિખરની વંદના માટે ગયો. જે કલ્યાણનું મંદિર એવા નિર્વાણક્ષેત્રમાં જઈને જેનું ચિંતવન કરતાં પાપનો નાશ થાય ત્યાં કનકપ્રભ નામના વિદ્યાધરની વિભૂતિ આકાશમાં જોઈને મૂર્ખ નિદાન કર્યું કે જિનધર્મના તપનું માહાત્મ્ય સત્ય હોય તો આવી વિભૂતિ હું પામું. કેવળીએ વિભીષણને કહ્યું જુઓ, જીવની મૂઢતા, ત્રણલોકમાં જેનું મૂલ્ય નથી એવું અમૂલ્ય તપરૂપ રત્ન ભોગરૂપી મૂઠી શાક માટે વેચી દીધું. કર્મના પ્રભાવથી જીવોની વિપર્યયબુદ્ધિ થાય છે. નિદાનથી દુઃખિત વિષમ તપથી તે ત્રીજા સ્વર્ગમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને ભોગોમાં જેનું ચિત્ત છે તે રાજા રત્નશ્રવાની રાણી કેકસીનો રાવણ નામનો પુત્ર થયો. તેણે લંકામાં મહાન વિભૂતિ મેળવી. તેની અનેક વાતો આશ્ચર્યકારી છે, તે પ્રતાપી પૃથ્વી પર પ્રસિદ્ધ થયો. ધનદત્તનો જીવ રાત્રિભોજનના ત્યાગથી સુર નર ગતિનાં સુખ ભોગવી શ્રીચંદ્ર રાજા થઈ, પંચમ સ્વર્ગમાં દસ સાગરસુખ ભોગવી બળદેવ થયો. રૂપ, બળ અને વિભૂતિમાં તેના જેવો જગતમાં દુર્લભ છે. મહામનોહર ચંદ્રમાં સમાન ઉજ્જવળ યશનો ધારક થયો. વસુદત્તનો જીવ અનુક્રમે લક્ષ્મીરૂપ લતાને વીંટળાવાનું વૃક્ષ વાસુદેવ થયો. તેના ભવ સાંભળ-વસુદત્ત, મૃગ, સુવ્વર, હાથી, પાડો, બળદ, વાનર, ચિત્તો, શિયાળ, ઘેટું, જળચર-સ્થળચરના અનેક ભવ, શ્રીભૂતિ પુરોહિત, દેવરાજા, પુનર્વસુ વિદ્યાધર, ત્રીજા સ્વર્ગમાં દેવ, વાસુદેવ, મેઘા, કુટુંબીનો પુત્ર, દેવ, વણિક, ભોગભૂમિ, દેવ, ચક્રવર્તીનો પુત્ર, પછી કેટલાક ઉત્તમ ભવ ધરી પુષ્કરાર્ધના વિદેહમાં તીર્થંકર અને ચક્રવર્તી બેય પદનો ધારક થઈ મોક્ષ પામશે. દશાનનના ભવશ્રીકાંત, મૃગ, સુવ્વર, હાથી, પાડો, બળદ, વાનર, ચિત્તો, શિયાળ, ઘેટો, જળચર સ્થળચરના અનેક ભવ, શંબુ, પ્રભાસકુંદ, ત્રીજા સ્વર્ગનો દેવ, દશમુખ, વાલુકા, કુટુંબીપુત્ર, દેવ, વણિક, ભોગભૂમિ, દેવ, ચક્રીપુત્ર પછી કેટલાક ઉત્તમ ભવ ધરી, ભરત ક્ષેત્રમાં જિનરાજ થઈ મોક્ષ પામશે. પછી જગતજાળમાં નહિ રહે. જાનકીના ભવ-ગુણવતી, મૃગી, શૂકરી, હાથણી, ભેંસ ગાય, વાનરી, ચીતી, શિયાળણી, ઘેટી, જળચર-સ્થળચરના અનેક ભવ, ચિત્તોત્સવા, પુરોહિતની પુત્રી વેદવતી, પાંચમા સ્વર્ગની દેવી, અમૃતવતી, બળદેવની પટરાણી, સૌળમા સ્વર્ગમાં પતીન્દ્ર, ચર્તી, અહમિન્દ્ર રાવણનો જીવ તીર્થંકર થશે તેના પ્રથમ ગણધરદેવ થઈ મોક્ષ પામશે. ભગવાન સકળભૂષણ વિભીષણને કહે છે-શ્રીકાંતનો જીવ કેટલાક ભવમાં શંબુ પ્રભાસકુંદ થઈ અનુક્રમે રાવણ થયો જેણે અડધા ભરતક્ષેત્રમાં બધી પૃથ્વી વશ કરી. એક અંગૂલમાત્ર તેની આજ્ઞા વિનાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com ૬૦૧
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy