SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૬૨ એકસોએકયું પર્વ પદ્મપુરાણ કહે છે કે હે રાજન્ ! તે બન્ને વીર ગુણરૂપ રત્નના પર્વત, જ્ઞાનવાન, લક્ષ્મીવાન, શોભા, કાંતિ, કીર્તિના નિવાસ, ચિત્તરૂપ મત્ત હાથીને વશ કરવા માટે અંકુશ, મહારાજરૂપ મંદિરના દઢ સ્તંભ, પૃથ્વીના સૂર્ય, ઉત્તમ, આચરણના ધારક લવણ-અંકુશ પુંડરિકનગરમાં યથેષ્ટ દેવોની જેમ રમે છે, જેમનું તેજ જોઈને સૂર્ય પણ લજ્જિત થાય છે. જેમ બળભદ્રનારાયણ અયોધ્યામાં રમે છે તેમ આ બન્ને પુંડરિકપુરમાં રમે છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણાંકુશના પરાક્રમનું વર્ણન કરનાર સોમું પર્વ પૂર્ણ થયું. એકસો એકમું પર્વ (લવણ અને અંકુશનો દિગ્વિજય) પછી તેમને અતિ ઉદાર ક્રિયામાં યોગ્ય જોઈને વજજંઘ તેમને પરણાવવા તૈયાર થયો. પોતાની લક્ષ્મી રાણીની કૂખે જન્મેલી શશિચૂલા નામની પુત્રી અને બીજી બત્રીસ કન્યાઓ લવણકુમારને આપવાનું વિચાર્યું અને અંકુશકુમારનાં લગ્ન પણ સાથે જ કરવાનું વિચાર્યું. તેણે મનમાં વિચાર્યું કે પૃથ્વીનગરના રાજા પૃથુની રાણી અમૃતવતીની પુત્રી કનકમાળા ચંદ્રમાના કિરણ જેવી નિર્મળ મારી પુત્રી શશિચૂલા સમાન છે. આમ વિચારી તેની પાસે દૂત મોકલ્યો. દૂત વિચક્ષણ હતો. દૂતે રાજા પૃથુ સાથે પ્રથમ સામાન્ય વાતો કરી ને રાજાએ તેનું ખૂબ સન્માન કર્યું, પણ જેવી તેણે કન્યાની માગણીની વાત કરી કે તે ગુસ્સે થયો અને કહ્યું કે તું પરાધીન છે, બીજાનું કહેલું કહે છે, દૂત જળની ધારા જેવા હોય છે, જે દિશામાં ચલાવે તે દિશામાં ચાલે. તમારામાં તેજ કે બુદ્ધિ હોતા નથી. તે આવાં પાપનાં વચન કહ્યાં તેને શિક્ષા કરું? પણ તું પરનો પ્રેર્યો યંત્ર સમાન છે તેથી તને હણવો યોગ્ય નથી. હે દૂત! કુળ, શીલ, ધન, રૂપ, સમાનતા, બળ, વય, દેશ અને વિદ્યા નવ ગુણ વરના કહ્યાં છે. તેમાં કુળ મુખ્ય છે તો જેનું કુળ જ ન જાણતા હોઈએ તેને કન્યા કેવી રીતે અપાય? માટે આવી નિર્લજ્જ વાત કહે છે તે રાજા નીતિથી પ્રતિકૂળ છે તેથી કુમારી તો ન આપું, પણ કુ એટલે ખરાબ અને મારી એટલે કે મૃત્યુ તે આપીશ. આ પ્રમાણે કહી દૂતને વિદાય કર્યો. દૂતે આવીને વજજંઘને વિગતવાર હકીકત કહી. તેથી વજજંઘ પોતે જ ચડીને અડધે રસ્તે આવી મુકામ કર્યો અને મોટા માણસોને મોકલી ફરીથી કન્યાની માગણી કરી. તેણે ન આપી તેથી રાજા વજજંઘ પૃથુના દેશને રંજાડવા લાગ્યો. દેશનો રક્ષક રાજા વ્યાધ્રરથ હતો તેને યુદ્ધમાં જીતી બાંધી લીધો. જ્યારે રાજા પૃથુએ સાંભળ્યું કે રાજા વજજંથે વ્યાધ્રરથને બંધનમાં મૂક્યો છે અને મારો દેશ રંજાડે છે ત્યારે રાજા પૃથુએ પોતાના પરમમિત્ર પોદનાપુરના ધણી પરમસેનાને બોલાવ્યો, ત્યારે વજવંધે પુંડરિકપુરથી પોતાના પુત્રોને બોલાવ્યા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy