SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 266 અઠ્ઠાવીસમું પર્વ પદ્મપુરાણ લાગ્યો અને સ્વર્ણમયી રજથી આકાશ વ્યાપ્ત થઈ ગયું. આ ધનુષ્ય દેવાધિષ્ઠિત હોવાથી આકાશમાંથી ધન્ય ધન્ય એવા શબ્દો થવા લાગ્યા, પુષ્પોની વર્ષા થઈ, દેવો નૃત્ય કરવા લાગ્યા અને દયાળુ રામ ધનુષ્યના શબ્દથી લોકોને કંપાયમાન જોઈને ધનુષ્ય ઉતારવા લાગ્યા. લોકો જાણે સમુદ્રના વમળમાં આવી ગયા હોય તેમ ડરી ગયા. સીતા પોતાનાં નેત્રો વડે શ્રી રામને નીરખવા લાગી. તેનાં નેત્ર ચંચળ, કમળના દળથી પણ અધિક કાંતિવાળા અને કામના તીક્ષ્ય બાણ સમાન હતા. સીતાને રોમાંચ થઈ ગયો. તેણે મનની વૃત્તિરૂપ માળા, જે તેમને દેખતાં જ તેમની તરફ પ્રેરી હતી, તેણે હવે લોકાચાર નિમિત્તે રત્નમાળા લઈને શ્રી રામના ગળામાં પહેરાવી અને લજ્જાથી નમ્ર થઈ જેમ જિનધર્મ પાસે જીવદયા રહે તેમ રામની નિકટ જઈને ઊભી. શ્રી રામ અતિસુંદર હતા અને આની સમીપે અધિક સુંદર ભાસવા લાગ્યા. બન્ને રૂપની સરખામણી થઈ શકે તેમ નહોતી. પછી લક્ષ્મણે ક્ષુબ્ધ થયેલા સમુદ્રની ગર્જના જેવા અવાજવાળું સાગરાવર્ત નામનું ધનુષ્ય ચડાવીને ખેંચ્યું તો પૃથ્વી કંપાયમાન થઈ. આકાશમાં દેવ જયજયકાર કરવા લાગ્યા અને પુષ્પવૃષ્ટિ થવા લાગી. લક્ષ્મણે ધનુષ્ય ચડાવી દોરી ખેંચી જ્યારે બાણ પર દષ્ટિ ફેંકી ત્યારે બધા ડરી ગયા. લોકોને ભયભીત જોઈને પોતે ધનુષ્યની પણછ પરથી બાણ ઉતારી અત્યંત વિનયથી રામની પાસે આવ્યા, જાણે જ્ઞાનની પાસે વૈરાગ્ય આવ્યો. લક્ષ્મણનું આવું પરાક્રમ જોઈને ચંદ્રગતિએ મોકલેલા ચંદ્રવર્ધન વિધાધરે અત્યંત પ્રસન્ન થઈને વિધાધરોની અઢાર કન્યાઓ તેમને આપી. શ્રી રામ-લક્ષ્મણ બેય ધનુષ્ય લઈને અત્યંત વિનયથી પિતાની પાસે આવ્યા અને સીતા પણ આવી. જે વિદ્યાધરો આવ્યા હતા તે રામ-લક્ષ્મણનો પ્રતાપ જોઈને ચંદ્રવર્ધનની સાથે રથનૂપુર ગયા અને રાજા ચંદ્રગતિને સર્વ વૃત્તાંત કહ્યો તે સાંભળીને તે ચિંતાતુર બની ગયો. સ્વયંવર મંડપમાં રામના ભાઈ ભરત પણ આવ્યા હતા તે મનમાં વિચારવા લાગ્યા કે મારું અને રામ-લક્ષ્મણનું કુળ એક, પિતા એક, પરંતુ એમના જેવું અદભુત પરાક્રમ મારામાં નથી, એ પુણ્યના અધિકારી છે, એમનાં જેવાં પુણ્ય મેં ઉપાર્યા નથી. આ સીતા સાક્ષાત લક્ષ્મી, જેનો વર્ણ કમળની અંદરના દળ સમાન છે તે રામ જેવા પુણ્યાધિકારીની જ સ્ત્રી થઈ શકે. તે વખતે સર્વ કળામાં પ્રવીણ એની માતા કૈકેયી ભરતના મનનો અભિપ્રાય જાણીને પતિના કાનમાં કહેવા લાગી કે નાથ! ભરતનું મન કાંઈક ક્ષુબ્ધ થયું લાગે છે. એવું કાંઈક કરો કે જેથી તે વિરક્ત ન થાય. કનકની રાણી સુપ્રભાની પુત્રી લોકસુંદરી છે. સ્વયંવરની વિધિ ફરીથી કરાવો અને તે કન્યા ભરતના કંઠમાં વરમાળા આરોપે તો એ પ્રસન્ન થાય. ત્યારે દશરથે એની વાત માનીને રાજા કનકના કાને પહોંચાડી અને કનકે દશરથની આજ્ઞા માન્ય રાખીને જે રાજા ચાલ્યા ગયા હતા તેમને પાછા બોલાવ્યા. યથાયોગ્ય સ્થાન પર બેઠેલા સર્વ રાજાઓ નક્ષત્રના સમૂહ હતા. તેમની મધ્યમાં રહેલ ભરતરૂપ ચંદ્રમાને કનકની પુત્રી લોકસુંદરીરૂપ શુક્લ પક્ષની રાત્રિ અત્યંત અનુરાગ કરવા લાગી. તેણે મનની અનુરાગતરૂપ માળા પહેલાં અવલોકન કરતાં જ નાખી હતી અને પછી લોકાચારમાત્રથી પુષ્પોની વરમાળા ભરતના કંઠમાં પહેરાવી. કનકની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy