SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ વીસમું પર્વ ૨૧૯ બીજા ત્રણ બળભદ્ર સહસ્ત્રાર સ્વર્ગમાંથી આવ્યા. બે બ્રહ્મસ્વર્ગમાંથી આવ્યા અને એક મહાશુકમાંથી આવ્યા. આ નવ બળભદ્રોની માતાનાં નામ સાંભળો. પિતા બળભદ્ર અને નારાયણના એક જ હોય છે. બદ્રભોજા, સુભદ્રા, સુવેષા, સુદર્શના, સુપ્રભા, વિજયા, વૈજયંતી, અપરાજિતા અથવા કૌશલ્યા, રોહિણી. નવ બળભદ્ર અને નવ નારાયણમાંથી પાંચ બળભદ્ર અને પાંચ નારાયણ શ્રેયાંસનાથ સ્વામીના સમયથી શરૂ કરીને ધર્મનાથ સ્વામીના સમય સુધીમાં થયા. છઠ્ઠી તથા સાતમા અરનાથ સ્વામી મુક્તિ ગયા પછી અને મલ્લિનાથ સ્વામીના પહેલાં થયા. આઠમા બળભદ્ર નારાયણ મુનિસુવ્રતનાથ સ્વામીની મુક્તિ ગયા પછી અને નેમિનાથ સ્વામીના સમય પહેલાં થયા અને નવમા શ્રી નેમિનાથના કાકાના દીકરા ભાઈ મહાજિનભક્ત અદભુત ક્રિયા કરનાર થયા. હવે એમનાં નામ સાંભળો. અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, નંદિમિત્ર (આનંદ), નંદિપેણ (નંદન), રામચંદ્ર, પા. જે મુનિઓ પાસે બળભદ્રોએ દીક્ષા લીધી હતી તેમનાં નામસુવર્ણકુંભ, સત્યકીર્તિ, સુધર્મ, મૃગાંક, શ્રુતકીર્તિ, સુમિત્ર, ભવનશ્રુત, સુવ્રત, સિદ્ધાર્થ મહાતપના ભારથી કર્મનિર્જરા કરનાર, ત્રણ લોકમાં પ્રગટ છે કીર્તિ જેમની એવા નવા બળભદ્રોમાંથી આઠ કર્મરૂપ વનને ભસ્મ કરી મોક્ષ પામ્યા. કેવું છે સંસારવન ? જેમાં વિવિધ પ્રકારની વ્યાધિથી પીડિત પ્રાણીઓ આકુળતા પ્રાપ્ત કરે છે એવું. અને જેમાં અનંત જન્મરૂપ કંટકવૃક્ષોનો સમૂહુ ફેલાયેલો છે અને કાળરૂપ વ્યાધ્રથી અતિભયાનક છે. વિજયથી લઈને રામચંદ્ર સુધીના આઠ તો સિદ્ધ થયા અને પદ્મ નામના નવમાં બળભદ્ર બ્રહ્મસ્વર્ગમાં મહાદ્ધિધારક દેવ થયા. હવે નારાયણના શત્રુ પ્રતિનારાયણનાં નામ સાંભળો. અશ્વગ્રીવ, તારક, મેરક, મધુકૈટભ, નિશુંભ, બલિ, પ્રહલાદ, રાવણ અને જરાસંઘ. આ પ્રતિનારાયણોની રાજધાનીનાં નામ સાંભળો. અલકા, વિજયપુર, નંદનપુર, પૃથ્વીપુર, હરિપુર, સૂર્યપુર, સિંહપુર, લંકા, રાજગૃહી. આ નગરો રત્નજડિત અતિ દૈદીપ્યમાન સ્વર્ગલોક સમાન છે. હે શ્રેણિક ! પ્રથમ તને શ્રી જિનેન્દ્રદેવનું ચરિત્ર કહ્યું, ભરતાદિ ચક્રવર્તીઓનું કથન કર્યું, નારાયણ બળભદ્રનું કથન કર્યું, એમના પૂર્વજન્મના વૃત્તાંત કહ્યા, પ્રતિનારાયણના નામ કહ્યાં. આ ત્રેસઠ શલાકા પુરુષ છે. તેમાંથી કેટલાક તો જિનભાષિત તપ કરી તે જ ભવમાં મોક્ષ પામે છે. કેટલાક સ્વર્ગ પામે છે અને પછી મોક્ષ પામે છે. જે વૈરાગ્ય નથી ધરતા તે ચક્રી, હરિ, પ્રતિહરિ, કેટલાક ભવ ધારણ કરી, તપ કરીને મોક્ષ પામે છે. આ સંસારના પ્રાણીઓ વિવિધ પ્રકારના પાપથી મલિન, મોહરૂપ સાગરના ભ્રમણમાં મગ્ન, મહાદુઃખરૂપ ચારગતિમાં ભટકી સદા વ્યાકુળ થાય છે. આમ જાણીને જે નિકટ ભવ્ય જીવ છે તે સંસારનું ભ્રમણ ચાહતા નથી, મોહતિમિરનો અંત કરીને સૂર્ય સમાન કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં ચૌદ કુલકર, ચોવીસ તીર્થંકર, બાર ચક્રવર્તી, નવ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy