SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ ચૌદમું પર્વ પદ્મપુરાણ થઈ પરંપરાએ મોક્ષપદ પામે છે. આ પ્રમાણે ધર્મ-અધર્મનું ફળ કેવળીના મુખથી સાંભળી બધા સુખ પામ્યા. તે વખતે કુંભકર્ણ હાથ જોડી નમસ્કાર કરી પૂછયું: હે નાથ! મને હજી તૃપ્તિ થઈ નથી. તેથી મને વિસ્તારપૂર્વક ધર્મનું વ્યાખ્યાન કહો. ત્યારે ભગવાન અનંતવીર્ય કહેવા લાગ્યાઃ હે ભવ્ય! ધર્મનું વિશેષ વર્ણન સાંભળોઃ જેથી આ પ્રાણી સંસારનાં બંધનથી છૂટે. ધર્મ બે પ્રકારે છે. એક મહાવ્રતરૂપ, બીજો અણુવ્રતરૂપ. મહાવ્રતરૂપ યતિનો ધર્મ છે, અણુવ્રતરૂપ શ્રાવકનો ધર્મ છે. યતિ ગૃહત્યાગી છે, શ્રાવક ગૃહવાસી છે. તમે પ્રથમ સર્વ પાપના નાશક, સર્વ પરિગ્રહના ત્યાગી મહામુનિનો ધર્મ સાંભળો. આ અવસર્પિણી કાળમાં અત્યાર સુધીમાં ઋષભદેવથી માંડીને મુનિસુવ્રત સુધીના વીસ તીર્થંકરો થઈ ગયા છે, બીજા ચાર હવે થશે. આ પ્રમાણે અનંત થયા અને અનંત થશે તે બધાનો એક મત છે. અત્યારે શ્રી મુનિસુવ્રતનો સમય છે. અનેક મહાપુરુષો જન્મમરણના દુઃખથી મહાભયભીત થયા. આ શરીરને એરંડાના વૃક્ષના લાકડા સમાન અસાર જાણીને, સર્વ પરિગ્રહનો ત્યાગ કરી, મુનિવ્રત લીધાં. તે સાધુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગરૂપ પાંચ મહાવ્રતોમાં રત, તત્ત્વજ્ઞાનમાં તત્પર, પાંચ સમિતિના પાલક, ત્રણ ગુપ્તિના ધારક, નિર્મળ ચિત્તવાળા, પરમદયાળુ, જિન દેહમાં પણ મમત્વહીન, જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં જ બેસી રહે છે, તેમને કોઈ આશ્રય નથી, તેમને વાળના અગ્રભાગ જેટલો પણ પરિગ્રહ નથી તે મહામુનિ, સહુ સમાન સાહસી, સમસ્ત પ્રતિબંધરહિત, પવન જેવા અસંગ, પૃથ્વી સમાન ક્ષમાશીલ, જળસરખા વિમળ, અગ્નિ સમાન કર્મને ભસ્મ કરનાર, આકાશ સમાન અલિપ્ત અને સર્વ સંબંધરહિત, ચંદ્રસરખા સૌમ્ય, સર્ય સમાન અંધકારના નાશક, સમુદ્ર સમાન ગંભીર, પર્વત સમાન અચળ, કાચબા સમાન ઇન્દ્રિયના સંકોચનાર, અઠ્ઠાવીસ મૂળ ગુણ અને ચોરાસી લાખ ઉત્તરગુણના ધારક, અઢાર હજાર શીલના ભેદ છે તેના પાળનાર, તપોનિધિ, મોક્ષમાર્ગી, જૈન શાસ્ત્રોના પારગામી, તથા સાંખ્ય, પાતંજલ, બૌદ્ધ, મીમાંસક, નૈયાયિક, વૈશિપિક, વૈદાંતી ઇત્યાદિ અન્યમતનાં શાસ્ત્રોના પણ વેત્તા, જીવન પર્યત પાપના ત્યાગી, વ્રત-નિયમ ધરનાર, અનેક ઋદ્ધિસંયુક્ત, મહામંગળમૂર્તિ, જગતના મંડન કેટલાક તો તે ભવમાં કર્મ કાપીને સિદ્ધ થાય છે, કેટલાક ઉત્તમ દેવ થાય છે અને બે-ત્રણ ભવમાં ધ્યાનાગ્નિથી સમસ્ત કર્મકાષ્ઠને ભસ્મ કરી, અવિનાશી સુખ પામે છે. આ યતિનો ધર્મ કહ્યો. હવે રાગરૂપી પાંજરામાં પડેલા ગૃહસ્થનો બાર વ્રતરૂપ ધર્મ સાંભળો. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને પોતાની શક્તિ પ્રમાણે નિયમ, ત્રસઘાતનો ત્યાગ, મૃષાવાદનો ત્યાગ, પરધનનો ત્યાગ, પરસ્ત્રીનો ત્યાગ, પરિગ્રહનું પરિમાણ, આ પાંચ અણુવ્રત છે. હિંસાદિની મર્યાદા, દિશાઓની ગમનમર્યાદા, જે દેશમાં જૈનધર્મનો ઉદ્યોત ન હોય તે દેશમાં જવાનો ત્યાગ, અનર્થદંડનો ત્યાગ આ ત્રણ ગુણવ્રત છે. સામાયિક, પ્રોષધોપવાસ, અતિથિ સંવિભાગ, ભોગોપભોગ પરિમાણ આ ચાર શિક્ષાવ્રત છે. આ બાર વ્રત છે. હવે એના ભેદ સાંભળો. જેમ આપણું શરીર આપણને વહાલું છે તેમ સર્વ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy