SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨ ચૌદમું પર્વ પદ્મપુરાણ જુદા પ્રકારનાં દુઃખો આપે છે. નરકનાં દુઃખોનું ક્યાં સુધી વર્ણન કરીએ? અને જે માયાચારી, પ્રપંચી તથા વિષયાભિલાષી છે તે પ્રાણી તિર્યંચગતિ પામે છે. ત્યાં પરસ્પર બંધ અને નાના પ્રકારના શસ્ત્રોથી હણાઈને ખૂબ દુઃખ પામે છે. વાહન, અતિભારવહન, શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષાદિનાં અનેક દુ:ખ ભોગવે છે. આ જીવ ભવસંકટમાં ભમતા સ્થળમાં, જળમાં પર્વત પર, વૃક્ષો પર અને ગહન વનમાં અનેક જગ્યાએ અકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અનેક પર્યાયોમાં અનેક જન્મમરણ કરે છે. જીવ અનાદિનિધન છે, તેનાં આદિઅંત નથી. આખા લોકાકાશમાં તલમાત્ર પણ એવો પ્રદેશ નથી કે જ્યાં સંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવે જન્મમરણ ન કર્યા હોય, અને જે પ્રાણી ગર્વરહિત છે, કપટરહિત સ્વભાવથી જ સંતોષી છે તે મનુષ્યભવ પામે છે. આ નરદેહુ પરમ નિર્વાણ સુખનું કારણ છે. તે મળવા છતાં પણ જે મોહમદથી ઉન્મત્ત કલ્યાણમાર્ગ છોડીને ક્ષણિક સુખને માટે પાપ કરે છે તે મૂર્ખ છે. મનુષ્ય પણ પૂર્વકર્મના ઉદયથી કોઈ આર્યખંડમાં જન્મે છે, કોઈ મલેચ્છ ખંડમાં જન્મે છે, કોઈ ધનાઢય તો કોઈ અત્યંત દરિદ્રી રહે છે, કોઈ કર્મના પ્રેર્યા અનેક મનોરથ પૂર્ણ કરે છે, કોઈ કષ્ટથી પારકા ઘેર રહી પ્રાણપોષણ કરે છે. કોઈ કુરૂપ છે, કોઈ રૂપાળા, કોઈનું આયુષ્ય લાંબુ અને કોઈનું આયુષ્ય ટૂંકું હોય છે. કોઈ લોકોને પ્રિય બને છે, કોઈ અપ્રિય, કોઈ ભાગ્યશાળી હોય છે, કોઈ દુર્ભાગી. કોઈ બીજાઓ ઉપર હુકમ ચલાવે છે, કોઈ બીજાની આજ્ઞા ઊઠાવે છે. કોઈ યશ પામે છે, કોઈ અપયશ. કોઈ શૂરવીર હોય છે, કોઈ કાયર. કોઈ જળમાં પ્રવેશે છે, કોઈ રણમાં પ્રવેશે છે. કોઈ પરદેશગમન કરે છે, કોઈ ખેતી કરે છે, કોઈ વ્યાપાર કરે છે, કોઈ સેવા કરે છે. આ પ્રમાણે મનુષ્યગતિમાં પણ સુખદુઃખની વિચિત્રતા છે. નિશ્ચયથી વિચારીએ તો સર્વ ગતિમાં દુઃખ જ છે, દુઃખને જ કલ્પનાથી સુખ માને છે. વળી, જીવ મુનિવ્રત, શ્રાવકના વ્રત, અવ્રત સમ્યગ્દષ્ટિ, અકામ નિર્જરાથી અને અજ્ઞાન તપથી દેવગતિ પામે છે. તેમાં કોઈ મોટી ઋદ્ધિવાળા, કોઈ અલ્પ ઋદ્ધિવાળા, આયુષ્ય, કાંતિ, પ્રભાવ, બુદ્ધિ, સુખ, વેશ્યાથી ઉપરના દેવ ચડિયાતા અને શરીર, અભિમાન, પરિગ્રહથી ઊતરતા દેવગતિમાં પણ હર્ષવિષાદથી કર્મનો સંગ્રહુ કરે છે. ચારગતિમાં આ જીવ સદા રેંટના ઘડાની જેમ ભ્રમણ કરે છે. અશુભ સંકલ્પથી દુ:ખ પામે છે. અને દાનના પ્રભાવથી ભોગભૂમિમાં ભોગ પામે છે. જે સર્વપરિગ્રહરહિત મુનિવ્રતના ધારક છે તે ઉત્તમ પાત્ર છે, જે અણુવ્રતના ધારક શ્રાવક છે, શ્રાવિકા કે અર્જિક છે તે મધ્યમ પાત્ર છે અને વ્રતરહિત સમ્યગ્દષ્ટિ છે, જે જઘન્યપાત્ર છે. આ પાત્ર જીવોને વિનયભક્તિથી આહાર આપવો તેને પાત્રદાન કહે છે. બાળક, વૃદ્ધ, અંધ, અપંગ, રોગી, દુર્બળ, દુઃખી કે ભૂખ્યાઓને કરુણાથી અન્ન, જળ, ઔષધ, વસ્ત્રાદિ આપવામાં આવે તેને કરુણાદાન કહે છે. ઉત્તમ પાત્રને દાન આપવાથી ઉત્કૃષ્ટ ભોગભૂમિ, મધ્યમ પાત્રને દાન આપવાથી મધ્યમ ભોગભૂમિ અને જઘન્ય પાત્રને દાન આપવાથી જઘન્ય ભોગભૂમિ મળે છે. જે નરક નિગોદાદિ દુ:ખોથી બચાવે તેને પાત્ર કહે છે. જે સમ્યગ્દષ્ટિ મુનિરાજ છે તે જીવોની રક્ષા કરે છે. જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy