SearchBrowseAboutContactDonate
Page Preview
Page 965
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org મોહનીય કર્મ આઠ કર્મોમાં એક મોહનીય કર્મ છે. જે કર્મોનો રાજા કહેવાય છે. તેના પ્રભાવે જીવ સ્વરૂપને ભૂલે છે. મોહમયી-મુંબઈ ય યતિ-ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણી માંડનાર યત્ના-કોઈ પણ જીવની હિંસા ન થાય તેમ પ્રવર્તવું. (વિશેષ માટે જાઓ મોક્ષમાળા પાઠ ૨૭) યથાર્થ-વાસ્તવિક. યશનામકર્મ જે કર્મના ઉદયી યશ ફેલાય યાચકપણું-માગવાપણું. યાવાવ જન્મ સુધી. યુગલિયા-ભોગભૂમિના જીવો. યોગ-આત્મપ્રદેશોનું હલનચલન થવું; મોક્ષ સાથે આત્માનું જોડાવું; મોક્ષનાં કારણોની પ્રાપ્તિ, ધ્યાન, યોગક્ષેમ-જે વસ્તુ ન હોય તે મેળવવી અને હોય તેનું રક્ષણ કરવું. યોગદશા-ધ્યાનદશા. યોગદૃષ્ટિસમુચ્ચય-યોગનો ગ્રન્થ છે. યોગબિંદુ શ્રી હરિભદ્રાચાર્યનો યોગ સંબંધી ગ્રન્થ છે. યોગવાસિષ્ઠ-વૈરાગ્યપોષક એક ગ્રન્થનું નામ. યોગસ્ફુરિત-ધ્યાન દશામાં પ્રગટેલ યોગાનુયોગ-યોગ થયા પછી ફરી તેનો યોગ થાય. બનવા કાળ હોવાથી. યોગીન-યોગીઓમાં ઉત્તમ, યોનિ-ઉત્પત્તિસ્થાન, ૨ રહનેમી-ભગવાન નેમિનાથનો ભાઈ. રાજસીવૃત્તિ-રજોગુણવાળી વૃત્તિ; ખાવું, પીવું અને મઝા કરવી. પુદ્ગલાનન્દી ભાવ. રાજીપો-ખુશી રામતી ભગવાન નેમિનાથની મુખ્ય શિષ્યા. રુચકપ્રદેશ-મેરુના મધ્યભાગમાં આવેલ આઠ રુચક- પ્રદેશ કે જ્યાંથી દિશાઓની શરૂઆત થાય છે. આત્માના પણ આઠ રુચકપ્રદેશ છે જેને અબંધ કહેવામાં આવે છે. (વિશેષ માટે જાઓ પત્રાંક ૧૩૯) રૂપી જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે પદાર્થ રૂપી કહેવાય છે. પરિશિષ્ટ પ રૌદ્ર-વિકરાળ, ભયાનક રૌદ્રધ્યાન દુષ્ટ આશયવાળું ધ્યાન. તે ચાર પ્રકારે છેઃ હિંસાનંદ, મૃષાનંદ, ચૌર્યાનંદ, વિષયસંરક્ષણાનંદ. હિંસા, અસત્ય, ચોરી અને પરિગ્રહમાં આનંદ માનવી. આ ધ્યાન નરગતિનું કારણ થાય છે, લ લબ્ધિ-વીર્યંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી શક્તિ, શ્રુતજ્ઞાનના આવરણનો ક્ષયોપશમ પ્રાપ્ત થવો તે. લબ્ધિવાક્ય અક્ષર થોડા હોવા છતાં જે વાક્યમાં ઘણો અર્થ સમાયેલો છે. ચમત્કારી વાક્ય. લાવણ્યતા-સુંદરતા. લિંગદેહજન્યજ્ઞાન-દશ ઇંદ્રિય, પાંચ વિષય અને મન એ રૂપ જીવનું સૂક્ષ્મ શરીર, તેથી થયેલું જ્ઞાન. લેશ્યા-કષાયથી રંગાયેલી યોગની પ્રવૃત્તિ. જીવનાં કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાસ્યમાન પરિણામ. (પત્રાંક ૭૫૨) લોક-સર્વ દ્રવ્યોને આધાર આપનાર. લોકભાવના-ચૌદ રાજલોકનું સ્વરૂપ વિચારવું. લોકસંજ્ઞા-શુદ્ધનું અન્વેષણ કરતાં તીર્થનો ઉચ્છેદ થાય તેમ છે, એમ કહીને લોકપ્રવૃત્તિમાં આદર તથા શ્રદ્ધા રાખી તે પ્રમાણે કર્યા કરવું તે લોક- સંજ્ઞા. (અધ્યાત્મસાર) લોકસ્થિતિ-લોકરચના. લોકાગ્ર-સિદ્ધાલય, લૌકિકઅભિનિવેશ-વ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ, આદિ સંબંધી મોહ (પત્રાંક ૬૭૩) લૌકિકર્દષ્ટિ-સંસારવાસી જીવો જેવી દૃષ્ટિ. વ વકપણું અસરળતા. વનિતા-સ્ત્રી. વર્ગણા-સમાન અવિભાગ પ્રતિચ્યોના ધારક કર્મ- પરમાણુના સમૂહને વર્ગ કહે છે, તેવા વર્ગોના સમૂહને વર્ગણા કહે છે. (જૈન પ્રવેશિકા) પંચનાબુદ્ધિ-સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાત્મ્યબુદ્ધિ ઘટે તે માહાત્મ્યબુદ્ધિ નહીં અને પોતાના આત્માને અનપણું જ વર્ત્યા કર્યું છે માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા ૮૯૧
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy