SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ૨૭ કીર્તિ કે સ્વાર્થ ખાતર ધર્મ પ્રવર્તાવ્યો હોત તો એ વાત તે પ્રગટ પણ કરત ? પરંતુ એનો સ્વાર્થ વગરનો ધર્મ તેથી ખરું કહેતાં કેમ અટકે ? જો ભાઈ ! મને પણ કર્મ મૂકતાં નથી. તો તમને કેમ મુકશે ? માટે કર્મવાળો આ પણ તેનો સિદ્ધાંત ખરો છે. જો એમનો સ્વાર્થી અને કીર્તિને બહાને ભુલાવવાનો ધર્મ હોત તો એ વાત એ પ્રદર્શિત પણ કરત ? જેનો સ્વાર્થ હોય તે તો આવી વાત કેવળ ભોંયમાં જ ભંડારે. અને દેખાડું કે, નહીં, નહીં મને કર્મ નડતાં નથી. હું સઘળાનો જેમ ચાહું તેમ કરી શકી તારણહાર છું. આવો ભપકો ભભકાવત. પરંતુ ભગવાન વર્ધમાન જેવા નિઃસ્વાર્થી અને સત્યાળુને પોતાની જૂઠી પ્રશંસા કહેવા-કરવાનું છાજે જ કેમ ? એવા નિર્વિકારી પરમાત્મા તે જ ખરું બોધે. માટે આ પણ એનો સિદ્ધાંત કોઈ પણ પ્રકારે શંકા કરવા યોગ્ય નથી. ૯. સમ્યગ્દષ્ટિઃ- સમ્યદ્રષ્ટિ એટલે ભલી દૃષ્ટિ. અપક્ષપાતે સારાસારે વિચારવું. તેનું નામ વિવેકદૃષ્ટિ અને વિવેકદૃષ્ટિ એટલે સમ્યદ્રષ્ટિ. આ એમનું બોધવું તાદ્રશ ખરું જ છે. વિવેકદૃષ્ટિ વિના ખરું ક્યાંથી સૂઝે ? અને ખરું સૂઝયા વિના ખરું ગ્રહણ પણ ક્યાંથી થાય ? માટે સઘળા પ્રકારે સમ્યદૃષ્ટિનો ઉપયોગ કરવો જોઈએ. આ પણ એનું સૂચવન શું ઓછું શ્રેયસ્કર છે ? અહિંસા સહિત આ નવે સિદ્ધાંત હે પાપી આત્મા ! ઘણે સ્થળે જૈન મુનીશ્વરોને ઉપદેશતાં તેં સાંભળ્યા હતા, પરંતુ તે વખતે તને ક્યાં ભલી દૃષ્ટિ જ હતી ? એ એના નવે સિદ્ધાંતો કેવા નિર્મળ છે ? એમાં તલભાર વધારો કે જવભાર ઘટાડો નથી. કિંચિત્ એના ધર્મમાં મીનમેખ નથી. એમાં જેટલું કહ્યું છે તેટલું ખરું જ છે. મન વચન અને કાયાનું દમન કરી આત્માની શાંતિ ઇચ્છો, એ જ એનું સ્થળે સ્થળે બોંધવું છે, એના પ્રત્યેક સિદ્ધાંતો સૃષ્ટિનિયમને સ્વાભાવિક રીતે અનુસરતા છે. એણે શિયળ સંબંધી જે ઉપદેશ આપ્યો છે, તે કેવો અસરબંધ છે ? એક પત્નીવ્રત પુરુષોએ, અને એક પતિવ્રત સ્ત્રીઓએ તો (સંસાર ન તજી શકાય, અને કામ દહન ન થઈ શકે તો) પાળવું જ આમાં ઉભયપક્ષે કેટલું ફળ છે ! એક તો મુક્તિમાર્ગ અને બીજો સંસારમાર્ગ, એ બન્નેમાં એથી લાભ છે. આજે સંસારનો લાભ એકલો તો જો. એક પત્નીવ્રત (સ્ત્રીને પતિવ્રત) પાળતાં પ્રત્યક્ષમાં પણ તેમની સુમનઃ કામના ધાર્યા પ્રમાણે પાર પડે છે. કીર્તિકર અને શરીરે પણ આરોગ્યપ્રદ છે. આ પણ સંસારી લાભ. પરસ્ત્રીંગામી કલંકિત થાય છે. ચાંદી, પ્રમેહ અને ક્ષય આદિ રોગ સહન કરવા પડે છે. અને બીજાં અનેક દુરાચરણો વળગે છે. આ સઘળું સંસારમાં પણ દુઃખકારક છે, તો તે મુક્તિમાર્ગમાં શા માટે દુઃખપ્રદ ન હોય ? જો, કોઈને પોતાની પુનિત સ્ત્રીથી તેવો રોગ થયો સાંભળ્યો છે ? માટે એના સિદ્ધાંતો બન્ને પક્ષે શ્રેયસ્કર છે. સાચું તો સઘળે સારું જ હોય ને ? ઊનું પાણી પીવા સંબંધીનો એનો ઉપદેશ સઘળાઓને છે અને છેવટ જે તેમ વર્તી ન શકે તેણે પણ ગાળ્યા વગર તો પાણી ન જ પીવું. આ સિદ્ધાંત બન્ને પક્ષે લાભદાયક છે. પરંતુ હૈ દુરાત્મા ! તું માત્ર સંસારપક્ષ જ (તારી ટૂંક નજર છે તો) જો. એક તો રોગ થવાનો થોડો જ સંભવ રહે. અણગળ પાણી પીવાથી કેટલી કેટલી જાતના રોગોની ઉત્પન્નતા છે. વાળા, કોગળિયાં આદિ અનેક જાતના રોગોની ઉત્પત્તિ એથી જ છે. જ્યારે અહીં આગળ પવિત્ર રીતે લાભકારક છે, ત્યારે મુક્તિમતમાં શા માટે ન હોય ? આ નવે સિદ્ધાંતોમાં કેટલું બધું તત્ત્વ રહ્યું છે ! એક સિદ્ધાંત છે તે એક ઝવેરાતની સેર છે. તેવી નવ સિદ્ધાંતથી બનેલી આ નવસરી માળા જે અંતઃકરણરૂપી કોટમાં પહેરે તે શા માટે દિવ્ય સુખનો ભોક્તા ન થાય ? ખરો અને નિઃસ્વાર્થ ધર્મ તો આ એક જ છે. હે દુરાત્મા ! આ કાળો નાગ હવે પાસું ફેરવી તારા પર તાકી રહેવા તૈયાર થયો છે. માટે તું હવે તે ધર્મના ‘નવકાર સ્તોત્ર’ને સંભાર. અને હવે પછીના જન્મમાં પણ એ જ ધર્મ માગ. આવું જ્યાં મારું મન થઈ ગયું અને “નમો અરિહંતાણં” એ શબ્દ મુખથી કહું છું ત્યાં બીજું કૌતુક થયું, જે ભયંકર નાગ મારો પ્રાણ લેવા માટે પાસું ફેરવતો હતો તે કાળો નાગ ત્યાંથી હળવેથી ખસી જઈ રાફડા તરફ જતો જણાયો. એના મનથી જ એવી ઇચ્છા ઊપજી કે
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy