SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org €90 આત્યંતર પરિણામ અવલોકન -હાથનોંધ- વર્ષ ૨૨ થી ૩૪ પર્યંત હાથનોંધ-૧ ૧ [હાથનોંધ ૧, પૃષ્ઠ ૧] × * પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદાત્મ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. યત્કિંચિત્ પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગાદિ કહે છે. * સંવત ૧૯૭૭ માં અમદાવાદથી પ્રસિદ્ધ થયેલ “શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત તત્ત્વજ્ઞાન”, સાતમી આવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલ આ નીચે આપીએ છીએ, પણ મૂળ હસ્તાક્ષરની હાથનોંધમાં ન હોવાથી ફૂટનોટમાં આપ્યું છે. ૧ પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત્ત કરવો. ૨ 3 જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિંદ્રિય વડે જે દૃશ્યમાન થાય છે તેનો વિચાર કરતાં આ જીવથી તે પર છે અથવા તો આ જીવના તે નથી એટલું જ નહીં પણ તેના તરફ રાગાદિ ભાવ થાય તો તેથી તે જ દુઃખરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે. જે પદાર્થો ચક્ષુરિંદ્રિયથી દેશ્યમાન નથી અથવા ચક્ષુરિંદ્રિયથી બોધ થઈ શકતા નથી પણ ઘ્રાણેંદ્રિયથી જાણી શકાય છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy