SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૨ ૭૭૭ ૧ જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીનો ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે; ત્યાં સુધી આત્મામાં છળકપટ હોવાથી ધર્મ પરિણમતો નથી. ર ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. ૩ જ્યાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હોઈ શકે નહીં. ૪ મૃષા જવાથી ઘણી અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિનો પ્રસંગ આવે છે. સહજ વાતચીત કરતાં પણ વિચાર કરવો પડે, ૫ મૃષા બોલવાથી જ લાભ થાય એવો કાંઈ નિયમ નથી. જો તેમ હોય તો સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તો તેઓને ઘણો લાભ થવો જોઈએ; તેમ કાંઈ જોવામાં આવતું નથી; તેમ અસત્ય બોલવાથી લાભ થતો હોય તો કર્મ સાવ રદ થઈ જાય, અને શાસ્ત્ર પણ ખોટાં પડે. ૬ સત્યનો જય છે. પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યનો પ્રભાવ થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. ૭ સત્યથી મનુષ્યનો આત્મા સ્ફટિક જેવો જણાય છે. ܀܀܀܀ ૧૭ મોરબી, અસાડ વદ ૪, સોમ, ૧૯૫૬ ૧ દિગંબરસંપ્રદાય એમ કહે છે કે આત્મામાં ‘કેવળજ્ઞાન’ શક્તિરૂપે રહ્યું છે. ૨ શ્વેતાંબરસંપ્રદાય કેવળજ્ઞાન સત્તારૂપે રહ્યાનું કહે છે. ૩ ‘શક્તિ’ શબ્દનો અર્થ ‘સત્તા’થી વધારે ગૌણ થાય છે. ૪ શક્તિરૂપે છે એટલે આવરણથી રોકાયું નથી, જેમ જેમ શક્તિ વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રયોગ થતા જાય, તેમ તેમ જ્ઞાન વિશુદ્ધ થતું જઈ કેવળજ્ઞાન પ્રગટ થાય. ૫ સત્તામાં એટલે આવરણમાં રહ્યું છે એમ કહેવાય. ૬ સત્તામાં કર્મપ્રકૃતિ હોય તે ઉદયમાં આવે એ શક્તિરૂપે ન કહેવાય. ૭ સત્તામાં કેવળજ્ઞાન હોય અને આવરણમાં ન હોય એમ ન બને. ‘ભગવતી આરાધના' જોશો. ૮ કાંતિ, દીપ્તિ, શરીરનું વળવું, ખોરાકનું પાચન થવું, લોહીનું ફરવું, ઉપરના પ્રદેશોનું નીચે આવવું, નીચેનાનું ઉપર જવું (વિશેષ કારણથી સમુદ્ધાતાદિ), રતાશ, તાવ આવવો એ બધી તેજસ પરમાણુની ક્રિયાઓ છે. તેમજ સામાન્ય રીતે આત્માના પ્રદેશો ઊંચાનીચા થયા કરે એટલે કંપાયમાન રહે તે પણ તેજસ પરમાણુથી, ૯ કાર્મણશરીર તે જ સ્થળે આત્મપ્રદેશોને પોતાના આવરણના સ્વભાવ બતાવે. ૧૦ આત્માના આઠ રુચક પ્રદેશ પોતાનું સ્થાન ન બદલે. સામાન્ય રીતે સ્થૂલ નયથી એ આઠ પ્રદેશ નાભિના કહેવાય; સૂક્ષ્મપણે ત્યાં અસંખ્યાત પ્રદેશ કહેવાય. છ દિશા. ૧૧ એક પરમાણુ એકપ્રદેશી છતાં છ દિશાને સ્પર્શે. ચાર દિશા તથા એક ઊર્ધ્વ અને બીજી અધો એ મળી ૧૨ નિયાણું એટલે નિદાન. ૧૩ આઠ કર્મ બધાં વેદનીય છે; કારણ કે બધાં વૈદાય છે; પરંતુ લોકપ્રસિદ્ધ વેદવું થતું નહીં હોવાથી લોકપ્રસિદ્ધ વૈદનીય કર્મ જાદું ગણ્યું છે. ૧૪ કાર્મણ, વૈજસ્, આહારક, વૈક્રિય અને ઔદારિક એ પાંચ શરીરનાં પરમાણુ એકનાં એક એટલે સરખાં છે; પરંતુ તે આત્માના પ્રયોગ પ્રમાણે પરિણમે છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy